ગણેશ વિસર્જન દરમિયાન કરૂણ ઘટના; ચેકડેમમાં પાંચ ડૂબ્યા, ત્રણના કરૂણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : કુવાડવા ગામ નજીક વાંકાનેર રોડ પર ખોડિયાર મંદિર પાસે આવેલા ચેકડેમમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા કુવાડવા ગામનાં એક જ પરિવારના પાંચ વ્યક્તિમાંથી પિતા - પુત્ર અને એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા હતા.
કુવાડવા નજીક આવેલા ચેકડેમમાં આજે પાંચ યુવકો ડૂબ્યા હોવાની ધીરેન્દ્રસિંહ નામના યુવકે જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ડેમમાંથી એક આધેડ અને બે યુવાનને બહાર કાઢી ૧૦૮ બોલાવી હતી. જેના તબીબે ત્રણે'યને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
પોલીસની તપાસમાં મૃતકોમાં નયન ધીરૂભાઇ ચૌહાણ (ઉ.વ. ૨૩), પિતા ધીરૂભાઇ ભલાભાઇ ચૌહાણ (ઉ.વ. ૫૦) અને નરેન્દ્ર મગનભાઇ ચૌહાણ (ઉ.વ. ૩૦, રહે. કુવાડવા ગામ) હોવાનું જાણવા મળ્યું હતું. તેની સાથેના બે યુવકોને તરતા આવડતું હોવાથી બન્ને બહાર નીકળી ગયા હતા.
બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદમાં એરપોર્ટ પોલીસે ત્રણે'યના મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી છે.




