બિહારથી લીચી ખરીદવા ગયેલા વેપારી સાથે 6.70 લાખની ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બિહારથી લીચી ખરીદવા ગયેલા વેપારી સાથે 6.70 લાખની ઠગાઇ
રાજકોટ: બિહારમાંથી લીચી ખરીદવા જતાં ફ્રુટના વેપારી કૌશર સલીમભાઇ મેતર (ઉ.વ.૩૮, રહે. અર્જુન પાર્ક ક્વાર્ટર, નાનામવા) સાથે બિહારના દરભંગા જિલ્લામાં રહેતા એમડી નઇમ આલમે રૂા.૬.૭૧ લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસમાં નોંધાઇ છે.
જેમાં કૌસરભાઇએ જણાવ્યું છે કે, નાનામવા રોડ ઉપર ૧૫ વર્ષથી ફ્રુટની રેકડી રાખે છે. ત્રણેક વર્ષ પહેલા જસદણમાં નોનવેજની દુકાન ધરાવતા હારૂન સાથે પરિચય થયો હતો. તે વખતે તેણે કહ્યું કે, તેનો સાળો એટલે કે આરોપી લીચીનો હોલસેલ વેપાર કરે છે. લીચી જોઇતી હોય તો કહેજો.
ગઇ તા.૧૬મે ના રોજ હારૂનભાઇ અને તેનો આરોપી સાળો તેની રેકડીએ આવ્યા હતા. તે વખતે ૬૦૦ પેટી લીચી ખરીદવાની વાત કરી હતી. ૧ પેટીનો ભાવ રૂા.૧૨૫૦ નક્કી થયો હતો. આરોપીના જુદા-જુદા બે બેંક ખાતામાં તેણે કટકે-કટકે રૂા.૫.૬૩ લાખ જમા કરાવ્યા હતા. આમ છતાં આરોપીએ લીચી મોકલી ન હતી. કોલ કરતા જુદા-જુદા બહાના બતાવતો હતો.
એક દિવસ આરોપીએ તેને કોલ કરી તમારો જે માલ મોકલવાનો છે તે આ વર્ષે પુરો કરી દઇશ તેમ કહીં વધુ ઓર્ડર માગતા તેણે ૧૦૦ પેટીનો ઓર્ડર આપી વધુ રૂા.૧.૦૭ લાખ આરોપીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. આમ છતાં આરોપીએ લીચી નહીં મોકલતા આખરે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.




