Rajkot

રાજકોટ ડિવિઝનમાં ટ્રેક ડબલિંગ કામગીરી: વંદે ભારત સહિત અનેક ટ્રેનોના સમય બદલાયા, 4 રદ

By GS Team
24 Oct 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જામવંથલી-અલિયાબાડા સેક્શનમાં ડબલિંગ કામગીરીને કારણે 24 ઑક્ટોબરથી 4 નવેમ્બર સુધી રેલ વ્યવહાર પ્રભાવિત થશે. વંદે ભારત સહિત અનેક ટ્રેનોના સમય બદલાશે, કેટલીક રદ થશે. ઓખા-સાબરમતી વંદે ભારત 30 ઑક્ટોબરે 1 કલાક 30 મિનિટ અને 2 નવેમ્બરે 2 કલાક 10 મિનિટ મોડી ઉપડશે. મુસાફરોને સુધારેલો સમય તપાસીને પ્રવાસ કરવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ ડિવિઝનમાં ટ્રેક ડબલિંગ કામગીરી: વંદે ભારત સહિત અનેક ટ્રેનોના સમય બદલાયા, 4 રદ

Rajkot Railway Division: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જામવંથલી-અલિયાબાડા રેલવે સેક્શનમાં ડબલિંગની કામગીરીને કારણે 24મી ઑક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી રેલ વ્યવહાર પ્રભાવિત રહેશે. આ કામગીરીની અસર અમદાવાદ આવતી-જતી વંદે ભારત સહિત લાંબા અંતરની અનેક ટ્રેનો પર પડશે.

આ ટ્રેનોના સમયમાં ફેરફાર

ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 30મી ઑક્ટોબરે 1 કલાક 30 મિનિટ અને બીજી નવેમ્બરે 2 કલાક 10 મિનિટ મોડી ઉપડશે. જ્યારે ઓખા-બનારસ એક્સપ્રેસ 29મી ઑક્ટોબરે 1 કલાક 55 મિનિટ મોડી ઉપડશે. આ ઉપરાંત, શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ, હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ સહિતની ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, ડબલિંગની કામગીરી માટે બ્લોક લેવામાં આવતાં કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે.

વંદે ભારત સહિત લાંબા અંતરની ટ્રેનોના સમયમાં ફેરફાર

•22926 ઓખા-સાબરમતી વંદે ભારત(30મી ઑક્ટોબરે, 16:45ના બદલે 18:15 વાગ્યે ઉપડશે)
•22926 ઓખા-સાબરમતી વંદે ભારત (બીજી નવેમ્બરે, 16:45ના બદલે 18:55 વાગ્યે ઉપડશે)
•22969 ઓખા-બનારસ એક્સપ્રેસ (29મી ઑક્ટોબર, 14:05ના બદલે 16:00 વાગ્યે ઉપડશે)
•12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો (બીજી નવેમ્બર, 20:05ના બદલે 21:25 વાગ્યે ઉપડશે)

આ ઉપરાંત, 24, 25, 26, 28, 29 અને 31મી ઑક્ટોબર તેમજ પહેલી નવેમ્બરે ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસને માર્ગમાં 45 મિનિટ સુધી નિયંત્રિત (મોડી) કરવામાં આવશે.

કટરા-જામનગર અને કટરા-હાપા એક્સપ્રેસ પણ પ્રભાવિત

•12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ: 25મી ઑક્ટોબરે માર્ગમાં 1 કલાક 40 મિનિટ અને પહેલી નવેમ્બરે 4 કલાક 10 મિનિટ નિયંત્રિત કરવામાં આવશે.
•12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ: 26મી ઑક્ટોબરે માર્ગમાં 1 કલાક 30 મિનિટ નિયંત્રિત કરવામાં આવશે.
•15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ: 26મી ઑક્ટોબરે માર્ગમાં 55 મિનિટ નિયંત્રિત કરવામાં આવશે.
•20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ: 28મી ઑક્ટોબરે માર્ગમાં 2 કલાક 40 મિનિટ નિયંત્રિત કરવામાં આવશે.
•12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ: 30મી ઑક્ટોબરે હાપાથી નિર્ધારિત સમય કરતાં 35 મિનિટ મોડી ઉપડશે.
•22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ: 30મી ઑક્ટોબરે જામનગરથી 25 મિનિટ મોડી ઉપડશે.

વડોદરા-જામનગર ઇન્ટરસિટી રાજકોટ સુધી જ દોડશે

•ડબલિંગની કામગીરીને કારણે વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસનું સંચાલન પણ આંશિક રીતે રદ રહેશે.
•22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ: 28મી ઑક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી વડોદરાથી રાજકોટ વચ્ચે જ દોડશે. રાજકોટ-જામનગર વચ્ચે રદ રહેશે.
•22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ: 29મી ઑક્ટોબરથી પાંચમી નવેમ્બર સુધી રાજકોટથી વડોદરા વચ્ચે જ દોડશે. જામનગર-રાજકોટ વચ્ચે રદ રહેશે.

ઓખા-વેરાવળ એક્સપ્રેસ સહિત 4 ટ્રેનો સંપૂર્ણ રદ

•59552 ઓખા-રાજકોટ લોકલ: 24મી ઑક્ટોબરથી ચોથી નવેમ્બર
•59551 રાજકોટ-ઓખા લોકલ: 24મી ઑક્ટોબરથી ચોથી નવેમ્બર
•19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ: 28મી ઑક્ટોબરથી ચોથી નવેમ્બર
•19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ: 28મી ઑક્ટોબરથી ચોથી નવેમ્બર

ભાવનગર-ઓખા એક્સપ્રેસ પણ આંશિક રદ

•19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ: 24મી ઑક્ટોબરથી ત્રીજી નવેમ્બર સુધી ભાવનગરથી રાજકોટ વચ્ચે જ દોડશે. રાજકોટ-ઓખા વચ્ચે રદ રહેશે.
•19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ: 25મી ઑક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી રાજકોટથી ભાવનગર વચ્ચે જ દોડશે. ઓખા-રાજકોટ વચ્ચે રદ રહેશે. આ ઉપરાંત, 24મી ઑક્ટોબરે ઓખાથી ઉપડનારી આ ટ્રેન 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.
•ટ્રેક ડબલિંગની કામગીરીને કારણે વંદે ભારત અને લાંબા અંતરની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી મુસાફરી કરતાં પહેલાં સંબંધિત ટ્રેનનો સુધારેલો સમય તપાસી લેવો, જેથી સ્ટેશન પર રાહ જોવાની કે મુસાફરીમાં વિક્ષેપ પડવાની સ્થિતિ ટાળી શકાય.