Rajkot

શેરડીનું ઉત્પાદન વધીને 50 કરોડ ટન છતાં ખાંડના ભાવમાં વધારો

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
રાજકોટ: ભારતમાં 2024-25માં 45.46 કરોડ ટન શેરડી ઉત્પાદન થયું હતું, જે 2025-26માં 50 કરોડ ટન થવાનો અંદાજ છે. તેમ છતાં, ખાંડના ભાવ પ્રતિ કિલો રૂ.7 વધીને રૂ.52 થયા છે. પેટ્રોલ-ઇથેનોલ મિશ્રણમાં શેરડીનો વધતો ઉપયોગ અને પરિવહન ખર્ચ આ ભાવવધારા પાછળના કારણો મનાય છે. ગુજરાત સહિત દેશમાં શેરડીનું વાવેતર 57.58 લાખ હેક્ટરે પહોંચ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરડીનું ઉત્પાદન વધીને 50 કરોડ ટન છતાં ખાંડના ભાવમાં વધારો

રાજકોટ : ભારતમાં ગત વર્ષ ઈ.સ.૨૦૨૪-૨૫માં ૪૫.૪૬ કરોડ ટન શેરડી ઉત્પાદન થયું હતું જે ચાલુ વર્ષ ઈ.સ.૨૦૨૫-૨૬માં ઉત્પાદન ૫૦ કરોડે પહોંચવાનો અંદાજ જારી કરાયો છે અને આમ છતાં શેરડીમાંથી બનતી ખાંડ,સાકરના ભાવ વધી રહ્યા છે. સ્થાનિક બજારમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલોએ રૂ।.૭નો વધારો કરાયો છે.
વેપારી સૂત્રોએ જણાવ્યું કે ખાંડ પ્રતિ કિલો રૂ।.૪૫ લેખે વેચવામાં આવતી હતી પરંતુ, હવે ગુણીએ રૂ।.૮૦૦ જેવો વધારો ઝીંકાયો છે જેના પગલે છૂટક કિલો ખાંડના ભાવ રૂ।.૫૨એ પહોચ્યા છે. આ ભાવ વધારા માટે દેખીતા કારણો જણાતા નથી. પરંતુ, વિવિધ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પેટ્રોલમાં હવે પ્રતિ લિટરે ૨૦ ટકા ઈથાનોલનું બ્લેન્ડીંગ થાય છે અને ઈથાનોલમાં શેરડીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત શેરડીનો પરિવહન ખર્ચ પણ ડીઝલના ભાવ વધારા સાથે વધ્યો છે.
ઉલ્લેખનીય છે કે શેરડીના પાકમાં સર્વાધિક પાણીની જરૂરિયાત રહેતી હોય છે. શેરડીનું બ્લેન્ડીંગ હવે પ્રતિ લિટરે ૨૦ ટકા થાય છે.ગુજરાત સહિત દેશમાં વર્તમાન ખરીફ ઋતુમાં જ શેરડીનો પાક લેવાય છે અને ચાલુ વર્ષે અન્ય કૃષિપાકોનું વાવેતર ઘટયું છે પરતુ, શેરડીનું નોર્મલ ૫૪.૨૦ લાખ હેક્ટરમાં વાવેતર અત્યાર સુધીમાં વધીને ૫૭.૫૮ લાખ હેક્ટરે પહોંચી ગયું છે. જો કે ઉત્પાદન વધારાનો લાભ લોકોને મળ્યો નથી.