રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 7 દિવસમાં આંધ્રપ્રદેશના જ બીજા સ્ટુડન્ટનો આપઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Marwadi University One More Students Died : રાજકોટની મારવાડી યુનિવર્સિટીથી વધુ એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. આજે વહેલી સવારે જ કોલેજની મેઈન બિલ્ડિંગના છઠ્ઠા માળેથી વધુ એક આંધ્રપ્રદેશના વિદ્યાર્થીએ ઝંપલાવતા મોતને વહાલુ કર્યું હતું. સાત દિવસમાં વિદ્યાર્થીના આપઘાતની આ બીજી ઘટનાને પગલે યુનિવર્સિટી સવાલોના ઘેરામાં આવી ગઈ છે.
મળતી માહિતી અનુસાર આપઘાત કરનારા આંધ્રપ્રદેશના રહેવાશી આ વિદ્યાર્થીની હિમંત ગંધમ તરીકે ઓળખ થઇ છે. તે કમ્યુટર સાયન્સના થર્ડ યરમાં અભ્યાસ કરી રહ્યો હતો. આ ઘટના વિશે જણાવતા યુનિવર્સિટીના અધિકારીનું કહેવું છે કે હિમંતે છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. સીસીટીવી અનુસાર તે કોલેજ આવ્યો ત્યારે બેગ લીધા વિના જ આવ્યો હતો અને છઠ્ઠા માળે પહોંચી ત્યાંથી સીધી છલાંગ લગાવી દીધી હતી. આ મામલે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી રહી છે.
અગાઉ એક વિદ્યાર્થીની 10 મા માળેથી કૂદી પડી હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલા ચાલુ મહિને 19 સપ્ટેમ્બરે જ મારવાડી યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં 10 મા માળેથી આંધ્રપ્રદેશની જ એક વિદ્યાર્થી કૂદી પડી હતી. જેનું નામ 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા તરીકે જાણવા મળ્યું હતું. એ પણ કમ્યુટર એન્જિનિયરિંગમાં એઆઈ આધારિત કોર્ષમાં અભ્યાસ કરી રહી હતી.




