Rajkot

પંચનાથ હોસ્પિટલમાં ખોટાં બિલો બનાવી રૂા.1.77 લાખ ઓળવી લીધા

By GS Team
5 Nov 20262 mins read
TukuTouch Logo
રાજકોટ : પંચનાથ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ કેશિયર તરીકે નોકરી કરતી ખુશી પ્રતિક પરમારે (રહે. મહુવા) રાજકોટમાં રહેતાં તેના મિત્ર કરણ જાદવનાં કહેવાથી દવા રિર્ટનના ખોટા બિલો બનાવી રૂા.૧.૦ર લાખ ઓળવી લીધાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચનાથ હોસ્પિટલમાં ખોટાં બિલો બનાવી રૂા.1.77 લાખ ઓળવી લીધા

રાજકોટ : પંચનાથ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ કેશિયર તરીકે નોકરી કરતી ખુશી પ્રતિક પરમારે (રહે. મહુવા) રાજકોટમાં રહેતાં તેના મિત્ર કરણ જાદવનાં કહેવાથી દવા રિર્ટનના ખોટા બિલો બનાવી રૂા.૧.૦ર લાખ ઓળવી લીધાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી સંદિપભાઈ ડોડિયા (ઉ.વ.૪૩, રહે. રામનાથપરા શેરી નં.૧૧)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત માર્ચ મહિનાથી હોસ્પિટલનાં મેડિકલ સ્ટોરમાં ખુશી અને તેનો પતિ પ્રતિક નોકરી કરે છે. નોકરી દરમિયાન એક દિવસ ખુશી પોતાના ખિસ્સામાં કંઈક નાંખતી હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં તપાસ શરૂ કરી હતી.
ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડને જાણ કરતાં ખુશીને બોલાવી પુછપરછ કરતાં એવું કહ્યું હતું કે જે દર્દીએ દવા રિર્ટન ન કરી હોય તેના દવા રિર્ટનના ખોટાં બિલ બનાવી, કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરી, તે રકમ મિત્ર કરણને આપતી હતી.
એટલું જ નહીં આ બધું કરવાનું કરણે જ તેને શિખવાડયું હતું. તેણે જ પ્રોત્સાહન આપ્યું હતું. જે રકમ મળતી તે બંને મોજશોખ પાછળ ખર્ચી નાખતા હતા. બિલ વેરીફાઈ કરતાં અત્યાર સુધી ૩૦૩ દર્દીઓએ દવા રિર્ટન કર્યાના ખોટા બિલ બનાવી રૂા.૧.૭૭ લાખ ઓળવી લીધાનું બહાર આવ્યું હતું.
તાત્કાલિક અસરથી ગત જુલાઈ મહિનામાં ખુશીને નોકરીમાંથી કાઢી મુકાઈ હતી. ત્યારબાદ તેણે રૂા. ૭પ હજાર જમા કરાવ્યા હતા. રૂા.૧.૦ર લાખ અવાર-નવાર કહેવા છતાં નહીં આપતાં આખરે તેના અને મિત્ર કરણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.