સીમાંકન બિલ મુદ્દે શરદ પવારની 'પાવર ગેમ'! ભાજપે 2 શરતો ફગાવી, I.N.D.I.A. ગઠબંધનમાં ભડકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sharad Pawar BJP Support Controversy : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. લોકસભા અને રાજ્યસભામાં સીમાંકન બિલને સમર્થન આપવાના એનસીપી (શરદચંદ્ર પવાર)ના વલણથી કોંગ્રેસ આશ્ચર્યમાં મુકાઈ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યો છે કે શું ભાજપને સમર્થન આપવા માટે જ 85 વર્ષના શરદ પવારને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા? બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવારે INDIA ગઠબંધન છોડીને NDAમાં જોડાવા માટે ભાજપ સામે કેટલીક શરતો મૂકી હતી. જોકે, ભાજપે તેમની બે માગણીઓ સ્વીકારી નથી.
સીધા સંસદમાં જ આવશે શરદ પવાર
એનસીપી (શરદચંદ્ર પવાર)નાં કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ સીમાંકન બિલને સમર્થન આપવાના સંકેત આપ્યા હતા. ત્યાર બાદ જિતેન્દ્ર આવ્હાડે પણ પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે સુપ્રિયા સુળેને કેન્દ્રની કેબિનેટમાં સ્થાન આપવા અને મહારાષ્ટ્ર સરકારમાં બે મંત્રીપદ આપવાની તૈયારી દર્શાવી છે. સીમાંકન બિલ પસાર થવાની સાથે જ એનસીપી (શરદચંદ્ર પવાર) અને INDIA ગઠબંધન વચ્ચેના સંબંધોનો અંત આવે તેવી શક્યતા છે. સુપ્રિયા સુળે 28 નવેમ્બરે યોજાનારી INDIA ગઠબંધનની બેઠકમાં પણ હાજરી આપશે નહીં. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર, શરદ પવારની તબિયત ખરાબ હોવાથી તેઓ 30 નવેમ્બરે સીધા સંસદ પહોંચશે.
માત્ર 10 ધારાસભ્યો હોવા છતાં કોંગ્રેસે શરદ પવારને રાજ્યસભામાં મોકલવામાં મદદ કરી
શરદ પવારના બદલાયેલા રાજકીય વલણથી મહારાષ્ટ્ર કોંગ્રેસ નારાજ છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.કોંગ્રેસે લખ્યું કે 85 વર્ષની ઉંમરે શરદ પવારને રાજ્યસભામાં મોકલવા માટે પાર્ટી મજબૂતીથી તેમની સાથે ઊભી રહી હતી. માર્ચ 2026માં મહારાષ્ટ્રની રાજ્યસભાની સાત બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. તે સમયે એનસીપી (શરદચંદ્ર પવાર) પાસે માત્ર 10 ધારાસભ્યો હતા. એક ઉમેદવારને ચૂંટાવા માટે 36 મતની જરૂર હતી. કોંગ્રેસ પાસે 16 અને શિવસેના (UBT) પાસે 20 ધારાસભ્યો હતા. સુપ્રિયા સુળેએ શરદ પવારને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસના નેતાઓ પાસે સમર્થન માગ્યું હતું. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ કોઈ ખચકાટ વિના સમર્થન આપવા સંમતિ આપી હતી. હવે સુપ્રિયા સુળે અને શરદ પવાર ભાજપને સમર્થન આપવા જઈ રહ્યા છે, તેવો સવાલ કોંગ્રેસે ઉઠાવ્યો છે.
સીએમ પદની માગણી ફગાવાઈ, બે રાજ્યમંત્રીનાં પદ પણ નહીં મળે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, INDIA ગઠબંધન છોડીને NDAમાં જોડાવા માટે શરદ પવારે ભાજપ સામે પોતાની માગણીઓ મૂકી હતી. શરૂઆતમાં તેમણે સુપ્રિયા સુળે માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની માગણી કરી હતી, જેને ભાજપે ફગાવી દીધી હતી. જોકે, સુપ્રિયા સુળેએ મુખ્યમંત્રી પદની માગણી કર્યાના દાવાનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે છેલ્લા 12 વર્ષથી તેમના શપથગ્રહણ અંગે અટકળો કરવામાં આવી રહી છે. ત્યાર બાદ એનસીપી (શરદચંદ્ર પવાર) દ્વારા કેન્દ્રમાં કેબિનેટ મંત્રી પદ અને મહારાષ્ટ્ર સરકારમાં નાણાં મંત્રાલય સહિત બે મંત્રીપદની માગણી કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
જયંત પાટીલને નાણા મળી શકે છે નાણા મંત્રાલય
મહારાષ્ટ્રના નાણાં મંત્રાલય પર અજિત પવારની એનસીપી પણ દાવો કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીપી (શરદચંદ્ર પવાર)ના જયંત પાટીલને નાણાં મંત્રાલય મળી શકે છે. જ્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા જિતેન્દ્ર આવ્હાડને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે.આ ઉપરાંત પાર્ટીએ મહારાષ્ટ્ર સરકારમાં બે રાજ્યમંત્રીનાં પદની પણ માગણી કરી હતી. જોકે, ભાજપે આ માગણી સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચાવાની શક્યતા છે.




