Rajkot

રૂા.19 લાખની આંગડિયા લૂંટમાં લૂંટારૂઓ છેલ્લે થાન પાસે દેખાયા, કોઇએ ટીપ આપ્યાની શંકા

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
રાજકોટમાં ભાવનગર રોડ પરની પ્રાઇમ એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં ગઇકાલે સવારે બે બાઇક સવાર લૂંટારૂઓએ કર્મચારી અલ્કેશ દવેને પિસ્તોલ બતાવી રૂા. 19 લાખની લૂંટ ચલાવી હતી. પોલીસની ટીમોએ વાંકાનેર અને થાન તરફ ભાગેલા લૂંટારૂઓનું પગેરું દબાવ્યું છે. આ લૂંટમાં વધુ આરોપીઓની સંડોવણી અને 'ટીપ' આપનારની શક્યતા જણાઈ રહી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૂા.19 લાખની આંગડિયા લૂંટમાં લૂંટારૂઓ છેલ્લે થાન પાસે દેખાયા, કોઇએ ટીપ આપ્યાની શંકા

રાજકોટ: ભાવનગર રોડ પર આવેલી પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં ગઇકાલે સવારે ઘુસી કર્મચારી અલ્કેશ દવેને પિસ્તોલ બતાવી રૂા.૧૯ લાખની લૂંટ ચલાવી ભાગી ગયેલા બે બાઇક સવાર લૂંટારૂઓનું પોલીસની જુદી-જુદી ટીમોએ પગેરૂં દબાવ્યું છે.
બંને લૂંટારૂ ગ્રીન લેન્ડ ચોકડી થઇ વાંકાનેર તરફ ભાગ્યાની માહિતી પોલીસને મળી હતી. વધુ તપાસમાં થાન તરફ ભાગ્યાની માહિતી મળી છે. પોલીસ એવું માની રહી છે કે, બંને લૂંટારૂંને કોઇએ ટીપ આપી હતી. જેના આધારે લૂંટ ચલાવી હતી. જોકે ટીપ આપનારનું નામ બંને લૂંટારૂં ઝડપાયા પછી જ સ્પષ્ટ થશે. બંને લૂંટારૂએ જ રેકી કરી હતી કે પછી બીજા કોઇએ તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.
ટૂંકમાં આ લૂંટમાં બે કરતા વધુ આરોપીઓની સંડોવણીની પોલીસને શંકા છે. મોટાભાગની આંગડિયા લૂંટમાં અંદરના માણસની જ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવણી નિકળે છે. જે બાબત ધ્યાને લેતા બી.ડિવિઝન પોલીસે ફરિયાદી અલ્કેશ અને બીજા સંબંધિતોની પૂછપરછ કરી હતી. પરંતુ હાલ તેમના પર શંકા જાય તેવી કોઇ માહિતી મળી નથી. પોલીસ હવે લૂંટારૂઓ અમદાવાદ તરફના હોય તેવી શક્યતા પણ દર્શાવી રહી છે.
બંને લૂંટારૂઓએ પોલીસ અને તેની સાથે સીસીટીવીનો પણ કોઇ ભય ન હોય તેમ ખુલ્લા મોઢે એ પણ ધોળાદિવસે લૂંટ ચલાવી પોલીસને પડકાર ફેંક્યો છે. ક્રાઇમ બ્રાંચ, બી.ડિવિઝન પોલીસ અને એલસીબીની જુદી-જુદી ટીમોને લૂંટારૂઓને પકડવા કામે લગાડાઇ છે.