Rajkot

રાજકોટ: 77 વર્ષીય વૃદ્ધાની દુષ્કર્મ બાદ હત્યા કરનાર ઝડપાયો, આરોપી 'સિરિયલ સાયકો કિલર' હોવાનો ખુલાસો

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં 77 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર સિરિયલ કિલર રમેશ વૈધુકિયાને પોલીસે 26 ઓગસ્ટની રાત્રે ઝડપી પાડ્યો. આરોપીએ કબૂલ્યું કે તેણે વૃદ્ધાને રિક્ષામાં બેસાડી, માર મારી, દુષ્કર્મ કરી હત્યા નીપજાવી હતી. રમેશનો ચોંકાવનારો ગુનાહિત ઇતિહાસ છે. તેણે કુલ 4 હત્યાઓ કરી હોવાનું જણાયું છે, જેમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા પણ સામેલ છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: 77 વર્ષીય વૃદ્ધાની દુષ્કર્મ બાદ હત્યા કરનાર ઝડપાયો, આરોપી 'સિરિયલ સાયકો કિલર' હોવાનો ખુલાસો

Rajkot Serial Killer Ramesh Vaidhukiya Arrested: રાજકોટમાં 77 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરનારા સાયકો કિલરને ગત 26 ઓગસ્ટની રાત્રે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી રમેશ વૈધુકિયાએ દુષ્કર્મ બાદ વૃદ્ધાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસ અનુસાર, આરોપી રમેશનો ચોંકાવનારો ગુનાહિત ઈતિહાસ છે. સિરિયલ કિલર રમેશે 4 હત્યા કરી હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે રમેશની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

77 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ બાદ હત્યા કરનાર સિરિયલ કિલર ઝડપાયો

મળતી માહિતી મુજબ, ગત 21 ઓગસ્ટના રોજ રાજકોટના આજીડેમના કાંઠેથી એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં વૃદ્ધા મંદિર પાસે ભિક્ષાવૃતિ હોવાનું જણાયું હતું. ગત 19 ઓગસ્ટના બપોરના સમયે પૌત્ર દાદીને સાત હનુમાન મંદિરે મૂકીને ગયો હતો. જો કે, સાંજે જ્યારે પૌત્ર દાદીને લેવા આવ્યો ત્યારે વૃદ્ધા સ્થળ પર જોવા મળ્યા નહોતા. વૃદ્ધા ગુમ થતાં પોલીસે આસપાસના સીસીટીવીના આધારે તપાસ શરૂ હતી.

ઘરે મૂકવાનું કહી વૃદ્ધાને રિક્ષામાં બેસાડ્યા, રસ્તામાં ધોકા માર્યા

પોલીસે સીસીટીવી ચકાસતાં એક રિક્ષાચાલક વૃદ્ધાને લઈ જતો જોવા મળ્યો હતો. જેમાં રિક્ષા ભાવનગર રોડ પરના મોગલ માતાજીના મંદિરના પાછળ આજી ડેમ કાંઠે પહોંચી હોવાનું જણાયું હતું. સમગ્ર મામલે પોલીસે રિક્ષાચાલકની અટકાયત કરી પૂછપરછ કરતાં ચોંકાવનારી ખુલાસો થયો હતો. આરોપીએ જણાવ્યું હતું કે, 'મેં વૃદ્ધાને ઘરે મૂકવાનું કહીને રિક્ષામાં બેસાડ્યા હતા. આ દરમિયાન બે અલગ-અલગ જગ્યાએ રિક્ષા રોંકીને વૃદ્ધાને ધોકા મારીને અર્ધબેભાન કરી દીધા હતા. પછી આજી ડેમ કાંઠે દુષ્કર્મ કર્યા બાદ વૃદ્ધાની હત્યા નીપજાવી અને મૃતદેહને નદીના કિંનારે ફેંકી દીધો હતો.'

સિરિયલ કિલરનો ચોંકાવનારો ગુનાહિત ઈતિહાસ

સિરિયલ કિલર રમેશનો ચોંકાવનારો ગુનાહિત ઈતિહાસ છે. રમેશે અગાઉ વર્ષ 2018માં વૃદ્ધાને લૂંટ્યાં બાદ હત્યા કરી દીધી હતી. આ પછી આરોપીએ ત્રણ વર્ષની બાળકીને રિક્ષામાં બેસાડી ભાવનગર રોડ પર જૂના PTC મેદાને પહોંચ્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. દોઢ કલાક સુધી દુષ્કર્મ આચરી બાળકીને પથ્થરના ઘા મારી હત્યા નીપજાવી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. જો કે, 3 મહિના પહેલાં હાઈકોર્ટમાંથી રમેશ નિર્દોષ છૂટ્યો હતો. જ્યારે વર્ષ 2010માં ચોટીલામાં કૌટુંબિક ઝઘડામાં બનેવીના ભાઈની હત્યા કરી હતી.