સૌરાષ્ટ્રમાં રેલવે કનેક્ટિવિટી વધી, જામવંથલી-અલિયાબાડા વચ્ચે ડબલ ટ્રેક શરૂ, 122 કિમીની ઝડપે ટ્રાયલ પૂર્ણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Railway connectivity has increased in Saurashtra : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને મુસાફરોની સુવિધા અને ટ્રેનોની ગતિ વધારવા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. 04 નવેમ્બર, 2026ના રોજ રાજકોટ–કાનાલુસ બ્રોડગેજ ડબલિંગ પ્રોજેક્ટ હેઠળ જામવંથલીથી અલિયાબાડા વચ્ચેના 11.804 કિલોમીટર લાંબા ડબલિંગ રેલખંડનું સફળ કમિશનિંગ કરવામાં આવ્યું છે. કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CRS) દ્વારા નવનિર્મિત ડાઉન મેઇન લાઇન પર 122 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું. આ સાથે 111 કિલોમીટર લાંબા કુલ પ્રોજેક્ટમાંથી 96 કિલોમીટર ટ્રેકનું ડબલિંગ કાર્ય પૂરું થઈ ગયું છે.
મુસાફરોને થશે ફાયદો
નવનિર્મિત ડાઉન મેઇન લાઇન પર ટ્રેનોને 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવવા માટે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. ડબલ ટ્રેક કાર્યરત થતાં આ રૂટ પર ક્રોસિંગ માટે ટ્રેનોને રોકી રાખવી નહીં પડે, જેનાથી સમયની બચત થશે અને મુસાફરી વધુ ઝડપી બનશે. ભવિષ્યમાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને માલગાડીઓ અને પેસેન્જર ટ્રેનો બંનેનું સંચાલન વધુ વિશ્વસનીય અને સરળ બનશે.
પ્રોજેક્ટ અંતર્ગત થયેલા મુખ્ય બાંધકામ કાર્યો
- 11.804 કિમી નવી રેલલાઇનનું નિર્માણ અને જોડાણ
- 24 નવા ટર્નઆઉટ સ્થાપિત, 10 જૂના ટર્નઆઉટ હટાવાયા
- 108 મીટર જળમાર્ગ ક્ષમતાવાળો 1 મોટો પુલ અને 16 નાના પુલ
- 1.2 લાખ ઘનમીટર માટીકામ, 0.40 લાખ ઘનમીટર બ્લેન્કેટિંગ અને 0.36 લાખ ઘનમીટર બેલાસ્ટ
- 2 નવી લૂપ લાઇન અને લાંબી માલગાડીઓ માટે 1 વિશેષ લાઇન
- 6 રેલવે ફાટકનું વિસ્તરણ, 3 નવા હાઇ-લેવલ પ્લેટફોર્મ અને 2 નવા ફૂટ ઓવરબ્રિજ (FOB)
- સંપૂર્ણ રેલલાઇનનું ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન (OHE) સાથે કમિશનિંગ
- અલિયાબાડા સ્ટેશન પર નવું સ્ટેશન ભવન તૈયાર કરાયું
રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમએ જણાવ્યું કે, “નવનિર્મિત ડાઉન મેઇન લાઇન પર 100 કિમી/કલાકની ઝડપે ટ્રેનોના સંચાલનની મંજૂરી મળી ગઈ છે. આનાથી રાજકોટ–કાનાલુસ માર્ગની લાઇન ક્ષમતા વધશે અને ટ્રેનોનું સંચાલન વધુ સુગમ અને કાર્યક્ષમ બનશે.”




