દ્વારકાના લાડવા ગામે જુગારધામ પર દરોડો 2.45 લાખના મુદ્દામાલ સાથે 9 ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : શ્રાવણ માસ દરમિયાન જુગાર રમવા સૌરાષ્ટ્રભરમાં પત્તાપ્રેમીઓ કુંડાળે વળી રહ્યા છે ત્યારે પોલીસે પણ હરકતમાં આવીને દ્વારકા પંથકમાંથી ૯, જામનગર પંથકમાંથી ૩૫ અને મોરબી પંથકમાંથી ૨૬ સહિત કુલ ૭૦ જુગારીઓને રૂા. ૮.૯૦ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે.
દ્વારકા નજીક લાડવા ગામે વાડી વિસ્તારમાં રહેતા ભીમાભા લાલાભા વાઘાના મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ભીમાભા ઉપરાંત વેજાભા જામ, હધુભા નાયાણી, અંકિત દુધરેજીયા, છગન લધા, જેસાભા ભઠ્ઠડ, મનુભા માણેક, ભાવુભા વાઘા અને કનૈયાભા વાઘાને રૂા.૧,૧૦,૨૦૦ની રોકડ, સાત મોબાઈલ અને ૪ બાઈક મળી કુલ.રૂા.૨,૪૫,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા.
જામનગરના પટેલનગર મારૂતિપાર્ક એકમાં જુગાર રમતા સુમનબેન મકવાણા, સંગીતાબેન કબીશ, ચંપાબેન વાઘેલા, ધનીબેન કબીરા, પાર્વતિબેન ચૌહાણ, ગીતાબેન ચૌહાણ, મિતલબેન કબીરા, પ્રિતિબેન વાણીયા, વીજ્યાબેન ખાણીયા, મંજુબેન પુરબીયા, પુજાબેન પરમાર, મીનાબેન બારીયા, હંસાબેન નારોલા અને સોનલબેન વાઘેલા સહિત ૧૪ મહિલાઓને ઝડપી પાડી કુલ રૂા.૬૮,૧૦૦ની રોકડ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. લાલપુરમાં જુગટુ ખેલતા ભાણજી મકવાણા પાંચ શખ્સોને જ્યારે જામજોધપુર પંથકમાં વેરાવળ ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા ફારુકભાઇ ધુધા સહિત ૪ શખ્સોને ઝડપી પાડી ૬૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યા છે. ધ્રોલના હાડાટોડા ગામના વાડી વિસ્તારમાં જુગાર રમતાં બ્રિજરાજસિંહ જાડેજા સહિત ૭ શખ્સોને પકડી પાડી પોલીસે રૂા.૧,૨૨,૫૦૦ની રોકડ સાથે ૭ મોબાઈલ મળી કુલ.રૂા.૧,૬૧,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કાલાવડના નિકાવા ગામે નદીના સામા કાંઠે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા જીતેશભાઇ વાજલિયા સહિત પાંચ શખ્સો ઝપાયા હતા.
મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં જુગાર રમતા રોહિત સરવૈયા, રફીક જામ સહિત ૯ની ૧.૩૪ લાખની રોકડ સાથે અટક કરાઇ હતી. મોરબીના રંગપર ગામથી જીવાપર રોડ પરની વાડીમાંથી જુગાર રમતા ઘનશ્યામસિંહ ઝાલા,અલ્પેશ કાનાણી સહિત ૧૦ શખ્સોને રૂા.૧,૨૨,૭૦૦ની રોકડ સાથે, લક્ષ્મીનગર ગામે જુગાર રમતાં પ્રકાશ હળવદિયા ચાર શખ્સોને તેમજ મોરબી આઈ.ટી.આઈ. કોલેજ પાછળથી જુગાર રમતા અર્જુન કુંઢિયા સહિત ૩ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









