Rajkot

અઢી કરોડની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં શાપરના જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી 2.5 કરોડની લૂંટ કરનાર ગેંગના 3 આરોપી બનસિંગ, દિનેશ અને સેતાનના 5 દિવસના રિમાન્ડ મેળવાયા છે. પોલીસે સ્થળ પર રી-કન્સ્ટ્રક્શન પંચનામું કર્યું. આરોપીઓ ચોરી કરવા આવ્યા હતા, પરંતુ લૂંટ કરી. લૂંટાયેલા રજવાડી દાગીના સ્ટેટ વખતના હોવાનું ખુલ્યું. વતનમાં આરોપીઓએ મહેફીલ માણી હતી. પોલીસે ટીપ આપનારની તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અઢી કરોડની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું
  • લૂંટાયેલા દાગીના સ્ટેટ વખતના હોવાનો ખુલાસો
  • વતન પહોંચ્યા બાદ આરોપીઓએ મહેફીલ માણી હતી, ચોરી કરવા આવ્યા અને લૂંટ કરી જતા રહ્યા
    રાજકોટ: શાપરમાં રહેતા જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધને બંધક બનાવી અઢી કરોડની મત્તાની લૂંટ ચલાવનાર ગેંગના ત્રણ સભ્ય બનસિંગ સીંગાડા, દિનેશ પરમાર અને સેતાન અમલીયારને શાપર પોલીસે ગઇકાલે કોર્ટમાં રજૂ કરી તા.૪ સુધી પાંચ દિવસના રીમાન્ડ પર મેળવ્યા બાદ આજે સ્થળ પર લઇ જઇ રિ-કન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું.
    પોલીસને તપાસ કરતા એવી માહિતી મળી છે કે, આરોપીઓ ખરેખર ચોરી કરવા આવ્યા હતા પરંતુ જીતેન્દ્રસિંહ સાથે સામનો થતાં લૂંટ કરી હતી. લૂંટ વખતે પાંચ આરોપીઓ અંદર હતા. પકડાયેલો આરોપી બનસિંગ બહાર વોચ રાખતો હતો. અંદરથી આરોપીઓએ તેને બે થેલા ભરી મુદ્દામાલ આપ્યો હતો, જે તેણે બહાર સાચવ્યો હતો.
    મધ્યપ્રદેશ ખાતેના વતનમાં પહોંચી ગયા બાદ આરોપીઓએ લૂંટના મુદ્દામાલની ભાગબટાઇ કરી હતી. જે ઘરેણા હતા તેની ભાગબટાઇ હજુ બાકી હતી. આ તમામ ઘરેણા બનસિંગ પાસેથી કબજે થયા છે. એટલું જ નહીં તમામ ઘરેણાં રજવાડી એટલે કે સ્ટેટ વખતના છે, જેમાં એક હાર ઉપરાંત ચાંદીની સાબુદાનીનો સમાવેશ થાય છે.
    લૂંટ કર્યા બાદ વતનમાં પહોંચી આરોપીઓએ સૌથી પહેલું કામ મહેફીલ માણવાનું કર્યું હતું. આરોપીઓએ વિચાર્યુ પણ ન હોય તેટલી મત્તા લૂંટમાં મળતાં ખુશ થઇ ગયા હતા. શાપર પોલીસ હવે શાપરમાંથી કોણે ટીપ આપી તે દિશામાં તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસની બીજી ટીમો વોન્ટેડ આરોપીઓની તલાશમાં લગાડવામાં આવી છે.