Rajkot

તેલલોબી બેફામ! સિંગતેલનો ડબ્બો રૂ.3,110ની નવી વિક્રમી ટોચે, પર્યાપ્ત ઉત્પાદન છતાં ભાવ વધ્યાં

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
નૂતન વર્ષના આરંભે જ ગુજરાતમાં સિંગતેલના ભાવે 3,110 રૂપિયાની ઐતિહાસિક સપાટી વટાવી છે. મગફળીનું વિક્રમજનક ઉત્પાદન અને યાર્ડમાં નવી મગફળીની આવક છતાં ભાવ વધતા તેલ લોબી બેફામ બની છે. દિવાળી વેકેશન બાદ ખૂલતી બજારે જ આ ભાવવધારો નોંધાયો છે, જેનાથી ગૃહિણીઓ પર મોંઘવારીનો વધુ એક બોજ આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તેલલોબી બેફામ! સિંગતેલનો ડબ્બો રૂ.3,110ની નવી વિક્રમી ટોચે, પર્યાપ્ત ઉત્પાદન છતાં ભાવ વધ્યાં
AI IMAGE

Groundnut Oil Price Hike Gujarat : નૂતન વિક્રમ સંવંત 2028ના આરંભ સાથે જ મોંઘવારીના કડવા ડામ આપવાનું શરૂ કરાયું છે. 6 દિવસ દિવાળી વેકેશનમાં તેલબજાર બંધ રહ્યા બાદ ખુલતી બજારે જ સિંગતેલનો ડબ્બો રૂ. 3,100ની ઐતિહાસિક ઉંચાઈને પાર કરીને રૂ. 3,110એ પહોંચી ગયો છે.

આશ્ચર્યજનક વાત એ છે કે, મગફળીનું પર્યાપ્ત ઉત્પાદન, સ્થિર માગ, સાઈડ તેલોના ભાવમાં ઘટાડો, હાલમાં યાર્ડમાં નવી મગફળીની ધોધમાર આવક એમ ભાવ ઘટે તેવા સંજોગો છતા ભાવ વધી રહ્યા છે.

ગુજરાત સહિત દેશમાં મગફળીનું રેકોર્ડ ઉત્પાદન

મગફળીનું ઉત્પાદન ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલુ વર્ષે યથાવત જળવાયું છે અને ગત વર્ષે તો વિક્રમજનક ઉત્પાદન થયું હોવા છતાં ભાવમાં નિરંકુશ વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 5 વર્ષમાં 45 લાખ ટનથી વધીને ગત વર્ષે 62 લાખ ટનના રેકોર્ડબ્રેક ઉત્પાદન બાદ ચાલુ વર્ષે પણ 50 લાખ ટનથી વધુ ઉત્પાદનનો અંદાજ છે.

તેલલોબી બેફામ! લોકો બધુ સહી લેશે તે પૂર્વધારણાથી મનફાવે તેમ ભાવવધારો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગત 5 વર્ષમાં મગફળીના પાકમાં 30 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે છતાં સરકારની મુક મંજુરી સાથે ગુજરાતનું સ્થાનિક સિંગતેલ મોંઘુ જ વેચવું હોય તેમ ભાવવધારો થઈ રહ્યો છે. તેલલોબીએ ભાવ વધારવા માટે સરકારની ચૂપકિદીને મુકસંમતિ માની લીધી છે. લોકો બધુ સહી લેશે તે પૂર્વધારણા સાથે ભાવ વધારવા જાણે છૂટ આપી હોય તેમ સરકાર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી.

કપાસિયા તેલમાં રૂ.70નો, પામતેલમાં રુ.30નો ઘટાડો

સૌરાષ્ટ્રમાં ઉઘડતી તેલબજારમાં કપાસિયા તેલના ભાવ 7 નવેમ્બરે બજાર બંધ થઈ ત્યારે રૂ.2540-2600થી ઘટીને રૂ.2470-2530ના ભાવે સોદા પડ્યા હતા. આમ કપાસિયા અને સિંગતેલ વચ્ચે એક સમયે માત્ર રૂ.100નો ફરક હતો તે આજે રૂ.580નો ફરક છે જેના પગલે ફરસાણ તેમજ ઘરેલું રસોઈમાં પણ કપાસિયા તેલનો ઉપયોગ વધવાની શક્યતા છે.