Rajkot

લોકોને હવે ફરજીયાત પીએનજી કનેક્શન લેવા ફટકારાતી નોટિસો

By GS Team
18 Aug 20261 min read
TukuTouch Logo
રાજકોટમાં પાઇપલાઇન દ્વારા ગેસ જોડાણ ફરજિયાત કરાયું છે. 4 લાખ ગેસ સિલિન્ડર કનેક્શનધારકો પૈકી 1 લાખથી વધુ ગ્રાહકોને PNG કનેક્શન લેવા નોટિસ અપાઈ છે. ઈરાન-અમેરિકા યુદ્ધ બાદ કોમર્શિયલ ગેસ પર નિયંત્રણો અને ભાવવધારા પછી આ નિર્ણય લેવાયો છે. જો PNG કનેક્શન નહીં લેવાય, તો સિલિન્ડર વિતરણ બંધ કરવાની ચીમકી અપાઈ છે. આ પગલું LPG વપરાશ ઘટાડવા લેવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોકોને હવે ફરજીયાત પીએનજી કનેક્શન લેવા ફટકારાતી નોટિસો

રાજકોટ : ઈરાન અને અમેરિકા,ઈઝરાયેલ યુધ્ધના પગલે કોમર્શીયલ ગેસમાં અનેકવિધ નિયંત્રણો સાથે કાપ મુક્યા બાદ અને તેના ભાવની સાથે ઘરેલું રાંધણગેસના ભાવ પણ વધાર્યા બાદ હવે ગ્રાહકોને જે વિસ્તારમાં પાઈપલાઈન બીછાવાઈ ગઈ છે ત્યાં ફરજીયાત પી.એન.જી.કનેક્શન લેવા માટે નોટિસો ફટકારવાનું શરુ કરાયું છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મૂજબ રાજકોટમાં અંદાજે ૪ લાખ ગેસ સિલિન્ડરના કનેક્શનો છે તે પૈકી ૧ લાખથી વધારે લોકોને મેસેજ વગેરે મારફત ફરજીયાત પી.એન.જી. અર્થાત્ પાઈપલાઈનથી આવતા રાંધણગેસનું કનેક્શન લેવા નોટિસો અપાઈ છે. અન્યત્ર પણ આ સિલસિલો શરુ કરાયો છે.
આ પહેલા કેવાયસી, ઓ.ટી.પી.ના નિયમો, પીએનજી કનેક્શન હોય તેમને એલ.પી.જી.ગેસ સિલિન્ડરની છૂટ બંધ કરવાનું પગલુ, ૧૫ દિવસને બદલે ૨૫ દિવસે જ ગેસનો બાટલો નોંધાવી શકાય તેવો નિયમ વગેરે અનેકવિધ નિયમોથી એલ.પી.જી.નો વપરાશ ઘટાડવા પગલા લેવાયા છે અને હવે જ્યાં પીએનજી લાઈન હોય ત્યાં ફરજીયાત એલ.પી.જી.કનેક્શન લેવા અને ન લેવાય તો રાંધણગેસ સિલિન્ડરનું વિતરણ બંધ કરવા ચિમકી અપાઈ છે.