Rajkot

રાજકોટમાં એમબીબીએસના છાત્રએ પેટમાં તલવાર ભોંકી આત્મહત્યા કરી

By GS Team
2 Oct 20261 min read
TukuTouch Logo
રાજકોટમાં સુખરામનગરના 26 વર્ષીય MBBS વિદ્યાર્થી ધર્મેશ વીરડાએ ઘરે મંદિરમાંથી તલવાર લઇ પેટમાં ભોંકી આત્મહત્યા કરી લીધી. ATKT આવતા ડિપ્રેશનમાં આવી ગયો હતો, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું. જૂનાગઢ મેડિકલ કોલેજનો વિદ્યાર્થી ધર્મેશ સારવાર હેઠળ હતો, પરંતુ આજે સવારે તેનું અવસાન થયું. ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં એમબીબીએસના છાત્રએ પેટમાં તલવાર ભોંકી આત્મહત્યા કરી

રાજકોટ : હરિ ધવા રોડના છેડે સુખરામનગર શેરી નં. ૮માં રહેતા ધર્મેશ હરીશભાઈ વીરડા નામના ૨૬ વર્ષના એમબીબીએસના છાત્રએ ઘરે મંદિરમાં પડેલી તલવાર પેટમાં ભોંકી આત્મહત્યા કરી લીધી હતી. એટીકેટી આવતા ડીપ્રેશનમાં જતો રહ્યો હતો. આખરે આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે ધર્મેશ ૨૦૨૨માં જૂનાગઢની મેડીકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતો હતો. એટીકેટી આવતાં અને માનસિક રીતે અપસેટ થઇ જતાં ઘરે આવી ગયો હતો. ત્યારબાદ ડીપ્રેશનમાં જતો રહ્યો હતો. હાલ જુદા-જુદા ડોક્ટરની દવા પણ ચાલુ હતી. ડીપ્રેશનને કારણે મોટાભાગનો સમય પોતાના રૂમમાં રહેતો હતો.
વાલીઓ આ બાબતથી માહિતગાર હોવાથી અવારનવાર તેના રૂમમાં અવરજવર પણ કરતા હતા. ગઇકાલે સાંજે ધર્મેશે ઘરના મંદિરમાં પડેલી તલવાર પોતાના પેટમાં ખોસી દીધી હતી. તેને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાંથી બીજી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
તે પોતાના માતા-પિતાનો એકલોતો પુત્ર હતો. તેનાથી નાની એક બહેન છે. તેના પિતા ડ્રાઇવિંગ કરે છે. પુત્રના મોતથી પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. ભક્તિનગર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ જારી રાખી છે.