Rajkot

ગિરનારની સીડી પર જ્યાં બાળકને ફાડી ખાધો ત્યાં જ સિંહોની લટાર

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
જૂનાગઢના ગિરનાર અભયારણ્યમાં મોડી રાત્રે ૩ વાગ્યે નવી સીડીના ૫૦મા પગથિયાં નજીક ૩ નર સિંહો દેખાયા હતા. થોડા દિવસ પહેલાં બાળકને ફાડી ખાધાની ઘટના પછી આ સિંહોની હાજરીથી વનતંત્ર હરકતમાં આવ્યું. ભવનાથ રાઉન્ડના વનકર્મીઓ અને સાસણની ટ્રેકર ટીમે સતર્કતાથી સિંહોને કોઈપણ અપ્રિય ઘટના વગર સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં પાછા મોકલ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગિરનારની સીડી પર જ્યાં બાળકને ફાડી ખાધો ત્યાં જ સિંહોની લટાર

જૂનાગઢ: ગિરનાર અભયારણ્યમાં વન્યજીવોની મુક્ત અવરજવર રહે છે એવામાં ગત મોડી રાત્રે ૩ વાગ્યાના સુમારે ગિરનારની નવી સીડીના ૫૦મા પગથિયાં નજીક ૩ નર સિંહો આવી પહોંચ્યા હતા. થોડા દિવસ પહેલાં જે જગ્યાએ સિંહોએ બાળકને ફાડી ખાધો ત્યાંથી જ સિંહોએ સીડીને ઓળંગી હતી. યાત્રાધામ ખાતે સિંહોની આ પ્રકારે હાજરીને પગલે વન તંત્ર હરકતમાં આવ્યું હતું.
ભવનાથ રાઉન્ડના વનકર્મીઓ તેમજ સાસણની વિશેષ ટ્રેકર ટીમ મધ્યરાત્રિએ જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વનકર્મીઓની ટીમે સિંહોની પાછળ રહીને તેમની દરેક હિલચાલ પર સતત નજર રાખી હતી. સિંહ પરિવાર કે યાત્રાળુઓમાંથી કોઈનેય સહેજ પણ ક્ષોભ કે હેરાનગતિ ન થાય તે રીતે મોનિટરિંગ કરાયું હતું. સતર્કતા અને વ્યુહરચના સાથે ત્રણેય નર સિંહોને કોઈપણ અપ્રિય ઘટના વગર સુરક્ષિત રીતે ગિરનારની સીડીનો વિસ્તાર પાર કરાવીને મૂળ જંગલ વિસ્તાર તરફ રવાના કરવામાં આવ્યા હતા. ગિરનાર એ સિંહ અભયારણ્યનો જ એક ભાગ છે. રાત્રિના સમયે સિંહોની હાજરીથી યાત્રાળુઓમાં ડર ન ફેલાય અને સિંહો પોતાના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે પાછા ફરી શકે તે માટે વનતંત્રએ પેટ્રોલિંગ અને ટ્રેકિંગ કર્યું હતું. થોડા દિવસ પહેલા પ૦ પગથિયે બાળકને ત્રણ સિંહોના ગુ્રપે ખેંચી ફાડી ખાધો હતો.
આ ત્રણેય સિંહોને કેદ કરી લેવામાં આવતા તે વિસ્તાર ખાલી પડતા અન્ય ત્રણ નર સિંહો આ વિસ્તારમાં આવી ચડયા છે.