Rajkot

રાતિધાર ગીર ગામે સગા કાકાએ કુહાડી ઝીંકી ભત્રીજાની હત્યા કરી

By GS Team
23 Sep 20261 min read
TukuTouch Logo
તાલાલા ગીરના રાતિધાર ગામે પારિવારિક માથાકૂટનો ખાર રાખી સગા કાકા ધીરૂભાઈ સોલંકીએ ભત્રીજા પ્રવીણભાઈ સોલંકીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા છે. વહેલી સવારે ફળિયામાં સૂતેલા પ્રવીણભાઈ પર હુમલો કરી, માથું ફાડી નાખ્યું હતું. ગંભીર ઇજા થતા તેમને તાલાલા અને વેરાવળ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાતિધાર ગીર ગામે સગા કાકાએ કુહાડી ઝીંકી ભત્રીજાની હત્યા કરી

તાલાલા ગીર : બે માસ પહેલા થયેલી પારિવારિક માથાકૂટનો ખાર રાખી તાલાલા તાલુકાનાં રાતિધાર ગીર ગામમાં સગાં કાકાએ ભત્રીજાને માથામાં કુહાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં તાલાલા પંથકમાં ભારે ચકચાર ફેલાયેલ છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર રવિભાઈ પ્રવીણભાઈ સોલંકી (ઉ.વ.૨૫)એ કરેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રાતિધાર ગીર ગામે મહાકાળી મંદિર પાછળ રહેતા ધીરૂભાઈ મકનભાઈ સોલંકી (ઉ.વ.૭૨) નાં બે પુત્રો દિપકભાઈ તથા મુન્નાભાઈને બે-ત્રણ મહિના પહેલાં મૃતક પ્રવિણભાઈનાં ભાઈ રાજુભાઈ સાથે માથાકુટ થઇ હતી. આ માથાકૂટમાં પ્રવીણભાઈ બચુભાઈ સોલંકી( ઉ.વ.૫૦ )વચ્ચે પડયા હતાં. આ બાબતનો ખાર રાખી સગા કાકા ધીરૂભાઈએ વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ફળીયામાં સુતેલા ભત્રીજા પ્રવિણભાઈ ને ઉઠાડી ઝઘડો કરી માથાના ભાગે કુહાડીનો એક ઘા મારી પ્રવિણભાઈનું માથું ફાડી નાખ્યું હતું.'હવે પછી મારા દિકરાઓ સાથે માથાકુટ કરશો તો તમારા પણ આવાં જ હાલ થશે' તેવી ધમકી આપી આરોપી નાસી ગયો હતો.
ઘાતક હુમલામાં ભોગબનેલા પ્રવિણભાઈ લોહીલુહાણ હાલતમાં પડયા હતા, જેને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી પરિવારજનો તાલાલાની સરકારી હોસ્પિટલે લાવેલ હતા. જો કે માથામાં ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા . ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ બનાવનાં સ્થળે દોડી ગઈ હતી. બનાવનાં સ્થળેથી થોડે દુરથી આરોપીની ધરપકડ કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.