Rajkot

કસ્ટમ ડયુટી ઘટાડાનો લાભ ઈમ્પોર્ટરોને લોકોને નહીવત્,સિંગતેલ ઉલ્ટુ મોંઘુ થયું

By GS Team
10 Oct 20261 min read
TukuTouch Logo
રાજકોટમાં કેન્દ્ર સરકારે ક્રૂડ સનફ્લાવર, સોયાબીન અને પામતેલમાં કસ્ટમ ડ્યુટી ઘટાડ્યા છતાં, લોકોને તેનો લાભ મળ્યો નથી. ઉલટું, સિંગતેલના ભાવ 2 દિવસમાં રૂ. 55 વધી રૂ. 2965 થયા છે. ડ્યુટી ઘટાડ્યા પછી પણ પામતેલ અને સૂર્યમુખી તેલમાં માત્ર રૂ. 25-30નો નજીવો ઘટાડો જોવા મળ્યો છે. આમ, તંત્રની ઢીલી નીતિથી નફાખોરો સક્રિય બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કસ્ટમ ડયુટી ઘટાડાનો લાભ ઈમ્પોર્ટરોને લોકોને નહીવત્,સિંગતેલ ઉલ્ટુ મોંઘુ થયું

રાજકોટ : કેન્દ્ર સરકારે ૧૭ દિવસ પહેલા બેઝીક કસ્ટમ ડયુટી ક્રૂડ સનફ્લાવર ઓઈલમાં ઝીરો કરી અને સોયાબીન તથા પામતેલમાં ઘટાડીને ૫ ટકા કરી નાંખી અને તે સાથે ખાદ્યતેલના સંગઠનો અને ઉદ્યોગકારોને આ લાભ લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શિકા પણ જારી કરી પરંતુ, પખવાડિયા પછી ખાદ્યતેલોના ભાવમાં ડયુટી ઘટાડા જેટલો ઘટાડો થયો નથી. સાઈડ તેલની આયાત વધવાના અહેવાલો અને મગફળી સહિત તેલિબિયાનનું મબલખ વાવેતર અને સારા પાકના અંદાજો પછી પણ ગુજરાતના સ્થાનિક સિંગતેલના ભાવમાં ઉલ્ટો વધારો કરાયો છે.
ડયુટી ઘટાડા પહેલા સિંગતેલ રૂ।.૨૮૯૫-૨૯૪૫ની ઉંચાઈ પર પહોંચાડી દેવાયું હતું, બાદમાં તેમાં આંશિક ઘટાડો કરીને બે દિવસ પહેલા મહત્તમ ભાવ રૂ।.૨૯૧૦ સુધી નીચે ઉતર્યા બાદ હવે નવરાત્રિ પૂર્વે લોકોમાં થોડી માંગ નીકળતા જ નફાખોરોએ સક્રિય બનીને સિંગતેલના ભાવમાં બે દિવસમાં પ્રતિ ૧૫ કિલો ડબ્બાએ રૂ।.૫૫નો વધારો ઝીંકી દેતા આજે મગફળી તેલ અગાઉ કરતા પણ મોંઘુ, રૂ।.૨૯૬૫ની સપાટીએ પહોંચ્યું છે.
જેની કસ્ટમ ડયુટી ઘટી તે પામતેલ અને સૂર્યમુખીના તેલમાં માત્ર રૂ।.૨૫-૩૦ાના ભાવ ઘટયા છે ટકાવારીમાં માંડ એક ટકો છે. અર્થાત્ કસ્ટમ ડયુટીનો લાભ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં તંત્ર ઢીલુ રહ્યું છે.