Rajkot

ગોંડલ યાર્ડના ડુંગળીના વેપારી સાથે ગોધરાના શખ્સ દ્વારા 21 લાખની ઠગાઈ

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
ગોંડલ માર્કેટીંગ યાર્ડના વેપારી જુમ્માભાઈ દોઢીયા સાથે રૂ. 29.38 લાખની છેતરપિંડી થઈ છે. ગોધરાની શ્રીજી આલુ ભંડારના રાહુલ નામના સંચાલકે કટકે કટકે ડુંગળી મંગાવી, માત્ર રૂ. 8 લાખ ચૂકવી બાકીના રૂ. 21.38 લાખ ન ચૂકવી ફોન બંધ કરી દીધો હતો. આ જ પેઢીએ અગાઉ જેતપુરના વેપારી સાથે પણ રૂ. 22 લાખની છેતરપિંડી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોંડલ યાર્ડના ડુંગળીના વેપારી સાથે ગોધરાના શખ્સ દ્વારા 21 લાખની ઠગાઈ

ગોંડલ : ગોંડલ માર્કેટીંગ યાર્ડના વેપારી પાસેથી ગોધરાની શ્રીજી આલુ ભંડાર પેઢીના સંચાલકે કટકે કટકે રૂ. ૨૯.૩૮ લાખનો માલ મંગાવી માત્ર રૂ. ૮ લાખ ચૂકવી બાકી રહેતા નાણાં નહિ ચૂકવી ઠગાઈ આચર્યાની ફરિયાદ થઈ છે. ઉલ્લેખનીય છે કે આ જ પેઢીએ જેતપુરની આર.એમ.ટ્રેડિંગ કંપનીના વેપારી પાસે ડુંગળી લસણનો રૂા.રર લાખનો માલ મંગાવ્યા બાદ માત્ર ૬.૪૦ લાખ ચુકવી બાકી રકમનો ધુંબો માર્યાની પણ ફરિયાદ થઈ હતી.
ગોંડલના મોવિયા રોડ પર હુસેન મસ્જિદની પાછળ રહેતા ૬૦ વર્ષીય વેપારી જુમ્માભાઈ ઇબ્રાહીમભાઈ દોઢીયાએ ગોધરાની શ્રીજી આલુ ભંડાર નામની પેઢીના રાહુલ નામના સંચાલક સામે બી'ડીવીઝન પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગોધરાની પેઢીના વેપારીએ પહેલી વખત ફોન પર કહ્યું હતું કે મારે ૧૦ ટન ડુંગળી જોઇએ છે. આથી જુમાભાઇએ તેને રૂા. ૨ લાખની ૨૫૦ થેલી ડુંગળી મોકલી હતી. બાદમાં ઓર્ડર મુજબ જુમાભાઇએ છથી સાત વખત ુલ ૨૧૬૯ થેલી ડુંગળી (કુલ કિમત રૂ.૨૯.૩૮ લાખ) મોકલી હતી. રાહુલે કટકે કટકે આંગડીયા પેઢી મારફતે કુલ રૂ.૮ લાખ મોકલેલા હતા, જયારે બાકી રહેતા રૂા. ૨૧.૩૮ લાખ બાબતે ઉઘરાણી કરતા રૂબરૂ આપી જશે તેમ કહ્યા પછી ફોન બંધ કરી દીધો હતો.