મિત્રના નામે લોન પર ટુ-વ્હીલર અને આઇફોન લઇ છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : ગાંધીનગર સોસાયટી શેરી નં.૫માં રહેતા અને અમિન માર્ગ પર આવેલી કપડાની દુકાનમાં નોકરી કરતાં ધાર્મિક મોરવાડીયા (ઉ.વ.૨૩)ના નામે તેના મિત્ર નિશિત મહેતાએ લોન પર ટુ-વ્હીલર અને આઇફોન લઇ એકદંરે રૂા.૧.૬૦ લાખની છેતરપિંડી કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
જેમાં ધાર્મિકે જણાવ્યું છે કે, બે વર્ષ પહેલા આરોપીઓ તેને લોન કરાવી આપતા પરિચય થયો હતો. તેને પૈસાની જરૂર પડતાં ફરીથી લોન લેવાનું નક્કી કર્યું હતું. જેથી આરોપીને કોલ કરતાં પોતાનો સીબીલ સ્કોર ખરાબ હોવાનું જણાવી તેના નામે લોન ઉપર એક્ટિવા અને આઇફોન લઇ પોતાને આપી દેવા અને બદલામાં તેને રૂા.૧.૫૦ લાખ આપશે તેમ કહેતા હા પાડી હતી.
ગઇ તા.૧૦ જુલાઇએ આરોપીએ ડોક્યુમેન્ટ લઇ કેકેવી હોલ પાસે આવેલા ટુ-વ્હીલરના શો-રૂમમાં બોલાવ્યો હતો. તે વખતે આરોપી સાથે તેની પત્ની ભારતી પરમાર પણ હાજર હતી. તેના નામે આરોપીએ લોન પર એક્ટિવા લીધું હતું. ત્યાર પછી આરોપીએ તેને મોબાઇલ લેવા જાય છે તેમ કહીં ઓટીપી આવે તો આપવા જણાવ્યું હતું. તે સાથે જ આરોપી અને તેની પત્ની ગોંડલ રોડ પરના શો-રૂમમાં જઇ આઇફોન લઇ આવ્યા હતા.
જેમાં આરોપીએ પોતે ૨૮ હજાર ડાઉન પેમેન્ટના આપ્યાનું અને બાકીની લોન તેના નામે કરાવ્યાનું કહ્યું હતું. મોબાઇલ અને ટુ-વ્હીલરના હપ્તા પોતે જ ભરશે તેમ કહ્યા બાદ રાત્રે અમિન માર્ગ પર બોલાવી તેનો બેંક એકાઉન્ટ નંબર અને આઇએફસી કોડ માંગ્યા હતા. જે આપી દીધા પછી આરોપીએ આજ સુધી તેને કોઇ રકમ નહીં આપતા ફરિયાદ નોંધાવી હતી.




