લશ્કર-એ-તાયેબાની 'અંડર વોટર ટ્રેનિંગ'ના વીડિયો બતાવીને માછીમારોને સતર્ક કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વેરાવળ: રાજ્યમાં દરિયાઈ સરહદોની સુરક્ષાને વધુ મજબૂત અને અદ્યતન બનાવવાના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા વેરાવળ ખાતે એક વિશેષ ફીશરમેન વોચ ગૃપ અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા અને માછીમારોને રાષ્ટ્રીય સુરક્ષામાં સક્રિય ભાગીદાર બનાવવાનો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ સુરક્ષા-સતર્કતા અંગે સચિત્ર માર્ગદર્શન રહ્યું હતું. જેમાં માછીમારોને આતંકવાદી જૂથ લશ્કર-એ-તાયેબા દ્વારા ચાલી રહેલી અંડર વોટર ટ્રેનિંગ વિશે વીડિયોનાં માધ્યમથી સમજાવ્યા હતા અને દુશ્મન દેશો દ્વારા દરિયાઈ માર્ગે થતા સંભવિત ખતરાઓથી માછીમારોને રૂબરૂ વાકેફ કર્યા હતા. આ ખતરનાક મસૂબા દર્શાવતા વીડિયો જોઈને ઉપસ્થિત માછીમારો અને સુરક્ષાકર્મીઓમાં દરિયાઈ સુરક્ષા પ્રત્યેની ગંભીરતા વધુ સ્પષ્ટ થઈ હતી.
આ કાર્યક્રમના અંતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા ફીશરમેન, માછીમાર સંસ્થાઓના પ્રમુખો અને અગ્રણીઓએ રાષ્ટ્રની સુરક્ષામાં સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમ થકી માત્ર આંતકવાદ અને દેશદ્રોહી પ્રવૃત્તિઓને રોકવામાં પોલીસને મદદરૂપ થવાનો સંદેશ જ નહોતો મળ્યો, પરંતુ સમાજમાં સુરક્ષા અને જવાબદારીની ભાવના પણ દ્રઢ બની હતી.
સુરક્ષા એજન્સીઓ અને માછીમારો વચ્ચે સીધો સંવાદ
ખાસ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસવડા અને વિવિધ સુરક્ષા એજન્સીઓના વડાઓએ માછીમારો સાથે લોકસંવાદ કર્યો હતો. પોલીસ પ્રશાસન દ્વારા માછીમારો સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ સુરક્ષા માર્ગદશકાઓ મૂકવામાં આવી હતીઃ
- અજાણ્યા શખ્સો પર નજરઃ દરિયામાં કોઈ પણ અજાણી બોટ કે શંકાસ્પદ ઈસમો નજરે પડે તો તુરંત જ સુરક્ષા એજન્સીઓને જાણ કરવી..
- પ્રતિબંધિત પ્રવેશઃ માછીમારી દરમિયાન દરિયાઈ સરહદ ઓળંગવી નહીં કે મધદરિયે કોઈપણ અજાણ્યા શખ્સને પોતાની બોટમાં પ્રવેશ આપવો નહીં..
- રજિસ્ટ્રેશન ફરજિયાતઃ કોઈપણ સંજોગોમાં માછીમારી માટે જરૂરી રજીસ્ટ્રેશન કરાવ્યા વગર ફિશીંગ બોટ દરિયામાં લઇ જવી નહીં..









