Rajkot

ગોંડલના ભોજપરામાં ખાદ્ય તેલમાં ભેળસેળ કરતી ફેક્ટરી ઝડપાઈ, શંકાસ્પદ જથ્થો જપ્ત, માલિક સામે કાર્યવાહી

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
ગોંડલના ભોજપરા ગામની સીમમાં આવેલી 'મુરલીધર પ્રોટીન્સ' ફેક્ટરીમાં ખાદ્ય તેલમાં ભેળસેળનું મોટું કૌભાંડ ઝડપાયું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 2695 કિલો શંકાસ્પદ તેલ જપ્ત કર્યું. સન ગોલ્ડ, કીંગ સનફ્લાવર, મહારાણી કપાસીયા અને સોયાબીન તેલમાં ભેળસેળનો પર્દાફાશ થયો. પોલીસે વેપારી જયદેવ ડાંગર સામે કાર્યવાહી કરી, વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોંડલના ભોજપરામાં ખાદ્ય તેલમાં ભેળસેળ કરતી ફેક્ટરી ઝડપાઈ, શંકાસ્પદ જથ્થો જપ્ત, માલિક સામે કાર્યવાહી

Gondal Food Oil Adulteration Factory Busted: ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલી એક ફેક્ટરીમાં ચાલતા ખાદ્ય તેલમાં ભેળસેળના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે 'મુરલીધર પ્રોટીન્સ' નામના શેડમાં દરોડો પાડીને શુદ્ધ તેલના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી પ્રવૃત્તિ ઝડપી પાડી છે. આ કાર્યવાહી બાદ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

શુદ્ધ તેલના નામે ભેળસેળનો ખેલ

મળતી માહિતી અનુસાર, ભોજપરા ગામની સીમમાં આવેલ કારખાનામાં શુદ્ધ ખાદ્ય તેલ તરીકે ભેળસેળયુક્ત તેલ તૈયાર કરીને વેચવામાં આવતું હોવાની ચોક્કસ આશંકા અને બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવતાં પોલીસે તેને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વેપારી ઝડપાયો, 2695 કિલો શંકાસ્પદ તેલ જપ્ત

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 2695 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં સન ગોલ્ડ સનફ્લાવર તેલ, કીંગ સનફ્લાવર તેલ, મહારાણી કપાસીયા તેલ અને સોયાબીન તેલનો સમાવેશ થાય છે. આ મામલે પોલીસે વેપાર કરતા આરોપી જયદેવ ડાંગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી

હાલ પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. આ કારખાનામાં કેટલા સમયથી આ કાળો કારોબાર ચાલતો હતો, અત્યાર સુધીમાં કેટલો ભેળસેળયુક્ત તેલનો જથ્થો બજારમાં સપ્લાય થઈ ચૂક્યો છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે તમામ દિશાઓમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.