Rajkot

કૌભાંડકાર અલ્પેશ દોંગાની ત્રણ ઓફિસમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા દરોડા

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
રાજકોટ ક્રાઈમ બ્રાંચે કૌભાંડકાર અલ્પેશ દોંગા વિરુદ્ધ સઘન કાર્યવાહી આરંભી છે. પડધરીના ખેડૂતની જમીન પચાવી પાડી 1 કરોડથી વધુ પડાવવા બદલ ગુનો નોંધાયો હતો. PSI જાડેજાની ટીમોએ RK પ્રાઈમ અને તિસ્ટા ટાવરમાં આવેલી 3 ઓફિસોમાં દરોડા પાડી, વ્યાજખોરી અને જમીન પચાવવાના દસ્તાવેજો જપ્ત કર્યા. એક કોલેજ સંચાલકનું નામ પણ ખુલ્યું છે. આગામી દિવસોમાં વધુ ગુના દાખલ થવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કૌભાંડકાર અલ્પેશ દોંગાની ત્રણ ઓફિસમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા દરોડા

રાજકોટ : પડધરીના સરપદડ ગામે રહેતા ખેડૂતને વ્યાજે પૈસા આપી બદલામાં તેની જમીનના છેતરપિંડીથી દસ્તાવેજો કરાવી લીધા બાદ જમીન પરત આપવા માટે એક કરોડથી વધુ રકમ પડાવવા અંગે જેની સામે ગુનો નોંધાયો હતો તેવા રાજકોટના કૌભાંડકાર અલ્પેશ દોંગા વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચ આકરી કાર્યવાહી કરવા જઇ રહ્યાના નિર્દેશો મળ્યા છે.
ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ચંદ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ ત્રણ ટીમોએ અલ્પેશ દોંગાની આરકે પ્રાઇમ બિલ્ડિંગ અને તિસ્ટા ટાવરમાં આવેલી ત્રણ ઓફિસોમાં આજે દરોડા પાડી જેટલા લોકોને વ્યાજે રકમ આપી છે, ફાયનાન્સરો સહિતની માહિતી ધરાવતા થોકબંધ દસ્તાવેજો કબજે કર્યા છે.
આ દરમિયાન એક કોલેજ સંચાલકનું નામ પણ સપાટી પર આવ્યું છે. ક્રાઇમ બ્રાંચના સુત્રોએ જણાવ્યું કે, અલ્પેશ દોંગાએ અમૂક ખેડૂતોને વ્યાજે રકમ આપી બદલામાં તેમની જમીનોના દસ્તાવેજો કરાવી લીધાની માહિતી મળી છે. જે દસ્તાવેજો કબજે થયા છે તેના પરથી ઘણાં લોકોને વ્યાજે રકમ આપ્યાની પણ માહિતી મળી છે. આગામી દિવસોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થાય તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, અલ્પેશ દોંગાની શ્રી મની પ્લસ શરાફી મંડળી દ્વારા અનેક રોકાણકારોના ૧૧ કરોડથી વધુ રકમ ચાઉં કરી જવા અંગે જીપીઆઇડી મુજબ રાજકોટ તાલુકા પોલીસમાં અગાઉ ગુનો પણ નોંધાયો હતો. તાજેતરમાં જ પડધરી પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલ જેલની હવા ખાઇ રહ્યો છે.