Rajkot

ભાજપને સમાંતર કોંગ્રેસે રેલી યોજતા પોલીસ સાથે ઝપાઝપી

By GS Team
27 Oct 20261 min read
TukuTouch Logo
રાજકોટમાં આજે સાંજે રેસકોર્સ રીંગરોડ પર કોંગ્રેસે ભાજપની રેલી સમાંતર દેખાવોનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કોંગ્રેસ કાર્યાલયના માર્ગો બેરીકેડથી બંધ કરી દીધા હતા. શહેરપ્રમુખ સહિત કાર્યકરોએ બેરીકેડ તોડી આગળ વધવાનો પ્રયાસ કર્યો. કેટલાક કાર્યકરો પોલીસ વાન પર ચડી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા, જેથી પોલીસે તેમને નીચે ઉતાર્યા. કોંગ્રેસના કાર્યકરો ભાજપની રેલી સુધી પહોંચી શક્યા નહોતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપને સમાંતર કોંગ્રેસે રેલી યોજતા પોલીસ સાથે ઝપાઝપી

રાજકોટ : રાજકોટમાં રેસકોર્સ રીંગરોડ પર આજે સાંજે એક તરફ બહુમાળી ભવનથી ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, પ્રદેશના ટોચના નેતાઓની હાજરીમાં રેલીને સમાંતર કોંગ્રેસે તેના માત્ર કાર્યકરોના બળે રેલી યોજવા પ્રયાસ કરતા પોલીસે તેને બળ અને કળથી અટકાવવા પ્રયાસ કરતા ભારે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.
રેસકોર્સ રોડ પર આવેલા કોંગ્રેસના કાર્યાલયથી બહાર નીકળવાના બન્ને માર્ગો પર પોલીસની વાન ખડકીને બેરીકેડ લગાવી દેવાઈ હતી અને ડી.સી.પી. સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તૈનાત થઈ ગયો હતો. કોંગ્રેસના શહેરપ્રમુખે લોકશાહીને બચાવવાની જરૂર ભાજપથી જ છે તેવા રોષપૂર્ણ નિવેદન સાથે સૂત્રોચ્ચારો કરીને બેરીકેડને આડી પાડી દીધી હતી અને તેના ઉપર ચડીને આગળ વધવા પ્રયાસ કર્યો હતો. તો મહિલા સહિત કેટલાક કાર્યકરો પોલીસની વાન ઉપર ચડીને સૂત્રોચ્ચારો કરવા લાગતા પોલીસે તેને નીચે ઉતારવા પ્રયાસ કરવો પડયો હતો.
કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં શહેરના ઘણા નેતાઓ તો અદ્રશ્ય હતા પણ કાર્યકરો નજરે પડતા હતા. સંખ્યા ભાજપના કાર્યકરો કરતા ઓછી હતી પણ આવેશ વધારે જોવા મળ્યો હતો.પોલીસના ધાડા ખડકાઈ જતા કોંગ્રેસના કાર્યકરો બહાર નીકળીને ભાજપની રેલી સુધી પહોંચીને સૂત્રોચ્ચારો કરવાની યોજના પાર પાડી શક્યા ન્હોતા.