Rajkot

ચુનારાવાડમાં વેપારીની દુકાનમાંથી રૂા.2.11 લાખનો ચેક ચોરી લીધો

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
રાજકોટ : ભાવનગર રોડ પર આરએમસી ઓફિસ સામે સિલ્વર નેસ્ટ સોસાયટી શેરી નં.૨માં રહેતા અને ચુનારાવાડ ચોક પાસે ડેરી ધરાવતા દિવ્યેશ રામાણી (ઉ.વ.૩૦) પાસેથી કેટરર્સનું કામ કરતા ભાવેશ જુઠાભાઇ વિરડીયા અને તેના પુત્ર મહેક (રહે. રામાણી સોસાયટી શેરી નં.૧, મોરબી રોડ)એ મિઠાઇ અને ઘોરવાના બાકી રહેતા રૂા.૨.૧૧ લાખના બદલામાં ચેક આપ્યો હતો. જે ચેકની મહેકે ચોરી કરી લીધાની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. બંને આરોપીઓએ ઉધારમાં મીઠાઇ અને ઘોરવું લઇ જઇ બદલામાં ચેક આપ્યો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

ચુનારાવાડમાં વેપારીની દુકાનમાંથી રૂા.2.11 લાખનો ચેક ચોરી લીધો

રાજકોટ : ભાવનગર રોડ પર આરએમસી ઓફિસ સામે સિલ્વર નેસ્ટ સોસાયટી શેરી નં.૨માં રહેતા અને ચુનારાવાડ ચોક પાસે ડેરી ધરાવતા દિવ્યેશ રામાણી (ઉ.વ.૩૦) પાસેથી કેટરર્સનું કામ કરતા ભાવેશ જુઠાભાઇ વિરડીયા અને તેના પુત્ર મહેક (રહે. રામાણી સોસાયટી શેરી નં.૧, મોરબી રોડ)એ મિઠાઇ અને ઘોરવાના બાકી રહેતા રૂા.૨.૧૧ લાખના બદલામાં ચેક આપ્યો હતો. જે ચેકની મહેકે ચોરી કરી લીધાની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
બંને આરોપીઓએ ઉધારમાં મીઠાઇ અને ઘોરવું લઇ જઇ બદલામાં ચેક આપ્યો હતો
જેમાં દિવ્યેશભાઇએ જણાવ્યું છે કે, ૨૦૨૨થી આરોપીઓ તેમની પાસેથી મીઠાઇ વગેરે ઉધારમાં લઇ જઇ બાદમાં પૈસા ચુકતે કરતા હતા. ૨૦૨૪માં આરોપીઓ રૂા.૩.૧૦ લાખની મીઠાઇ અને ઘોરવું લઇ ગયા હતા. જેના બદલામાં રૂા.૯૯,૫૦૦ આપ્યા હતા. બાકીના રૂા.૨.૧૧ લાખનો ચેક આપ્યો હતો. આ ચેક રકમ આપી દે ત્યારે પરત આપવાનો હતો. પરંતુ રકમ આપતા ન હતા.
ગઇ તા.૩૧ના રોજ તે ભાવેશના પિતા જુઠાભાઇની વાડીએ ઉઘરાણી કરવા ગયા હતા. આજે વહેલી સવારે મહેક તેની દુકાને આવ્યો હતો. કેટલા પૈસા બાકી છે તેનો હિસાબ માગ્યો હતો. જેથી તેને ટેબલના ખાનામાંથી ચોપડો કાઢીને બતાવ્યો હતો. ચોપડો કાઉન્ટર પર રાખી પાણીનો નળ બંધ કરવા જતાં પાછળથી મહેકે ચોપડામાં રાખેલો ચેક ચોરી લીધો હતો.
ચેક પરત આપવા આજીજી કરી હતી. પરંતુ મહેકે ચેક આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તત્કાળ પોલીસને બોલાવી હતી. જેમાં બંને પક્ષોને થોરાળા પોલીસ મથકે લઇ જવાયા હતા. જ્યાં તેણે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.