Rajkot

લોઠડામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બાળક અને બાળકીનું મોત

By GS Team
3 Aug 20261 min read
TukuTouch Logo
રાજકોટના લોઠડા ગામમાં વરસાદી પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં 2 બાળકોના કરૂણ મોત થયા છે. મૂળ મધ્યપ્રદેશના હિતેષ (ઉ.વ.5) અને મનીષા (ઉ.વ.5) ઘર પાસે રમતા હતા. તેઓ નજીકના ખાડામાં છબછબિયા કરવા જતાં ડૂબી ગયા. પાડોશી બાળકીએ જાણ કરતા પરિવારજનોએ તેમને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. આજી ડેમ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોઠડામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બાળક અને બાળકીનું મોત

રાજકોટ: રાજકોટ નજીકના લોઠડા ગામમાં વરસાદી પાણી ભરેલા ખાડાંમાં ડૂબી જતાં બે બાળકોના મોત નીપજતાં તેમના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો. આજી ડેમ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. ચોમાસામાં છાશવારે નદી, નાળા, તળાવ વગેરેમાં ડૂબી જવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ બને છે.
લોઠડા ગામે મૂળ એમપીના ચંદ્રરોશન ગૌતમનો પુત્ર હિતેષ (ઉ.વ.પ) અને ઓમકાર નિશાદની પુત્રી મનિષા (ઉ.વ.પ) આજે સવારે ઘર પાસે રમી રહ્યા હતા. નજીકમાં વરસાદી પાણી ભરેલા ખાડાં પાસે બીજા ત્રણ બાળકો રમી રહ્યા હતા. જેથી બંને ત્યાં ગયા હતા. નજીકમાં જ પાણી ભરેલો ઊંડો ખાડો હતો. જેમાં બંને છબછબીયા કરવા જતાં ડૂબી ગયા હતા. પાડોશમાં રહેતી એક બાળકીએ આ દ્રશ્ય જોતાં બંનેના પરિવારજનોને જઈ જાણ કરતાં તમામ સ્થળ પર દોડી આવ્યા હતા.
તેમણે બંનેને ખાડાંમાંથી બહાર કાઢી તત્કાળ ૧૦૮માં સિવીલ ખસેડયા હતા. જયાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. તે સાથે જ બંનેના પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો. જાણ થતાં આજી ડેમ પોલીસ સ્થળ પર અને હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. બંને બાળકો બીજા જે બાળકોને જોઈ પાણી ભરેલા ખાડાં નજીક ગયા હતા તે બાળકો ત્યાંથી નીકળી ગયા બાદ આ દૂર્ઘટના બની હતી.