Rajkot

રાજકોટમાં પુરાતત્ત્વની રેઢિયાળ કચેરી; રક્ષિત સ્મારકોની માહિતીનો જ અભાવ

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
રાજકોટ : દેશભરમાં ઐતિહાસિક સ્મારકોના સમૃદ્ધ વારસા, ઇતિહાસ અને કલા અંગે લોકજાગૃત્તિ ફેલાવવા માટે રાષ્ટ્રીય વારસા સપ્તાહની ઉજવણી ૧૯થી ૨૫ નવેમ્બર દરમિયાન કરવામાં આવે છે. ડિજીટલ યુગના બણગાં ફૂકતી સરકારમાં રાજ્ય સરકારના પુરાતત્ત્વ વિભાગની વેબસાઇટ પર હેરીટેજ સ્થળો વિશે કોઇ જ માહિતી ઉપલબ્ધ નથી. આ ઉપરાંત રાજકોટ ખાતે આવેલી કચેરીમાં પુરાતત્ત્વ સ્થળોને લગતી બુકલેટ કે સરકાર દ્વારા બહાર પડાયેલી પુસ્તકો પણ રાખવામાં આવી નથી. આમ, સરકારી ખાતાની નિરસરતા અંગે સંસ્કૃતિપ્રેમી લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં પુરાતત્ત્વની રેઢિયાળ કચેરી; રક્ષિત સ્મારકોની માહિતીનો જ અભાવ

રાજકોટ : દેશભરમાં ઐતિહાસિક સ્મારકોના સમૃદ્ધ વારસા, ઇતિહાસ અને કલા અંગે લોકજાગૃત્તિ ફેલાવવા માટે રાષ્ટ્રીય વારસા સપ્તાહની ઉજવણી ૧૯થી ૨૫ નવેમ્બર દરમિયાન કરવામાં આવે છે. ડિજીટલ યુગના બણગાં ફૂકતી સરકારમાં રાજ્ય સરકારના પુરાતત્ત્વ વિભાગની વેબસાઇટ પર હેરીટેજ સ્થળો વિશે કોઇ જ માહિતી ઉપલબ્ધ નથી. આ ઉપરાંત રાજકોટ ખાતે આવેલી કચેરીમાં પુરાતત્ત્વ સ્થળોને લગતી બુકલેટ કે સરકાર દ્વારા બહાર પડાયેલી પુસ્તકો પણ રાખવામાં આવી નથી. આમ, સરકારી ખાતાની નિરસરતા અંગે સંસ્કૃતિપ્રેમી લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
ભારતમાં રાષ્ટ્રીય વારસા સપ્તાહની ઉજવણી લોકોમાં વારસાનાં સાંસ્કૃતિક મૂલ્ય પ્રત્યે જાગૃત કરાવવા માટે થાય છે. સાંસ્કૃતિક મૂલ્યો ધરાવતાં સ્મારકો, બિલ્ડિંગ, પુસ્તકાલય, સંગ્રાહલયો, મંદિરો સહિતની જગ્યાઓનું સંરક્ષણ, ખન્ન અને સમારકામ સહિતના કાર્યો માટે પુરાતત્ત્વ વિભાગની રચના થઇ હતી.રાજ્ય સરકારના પુરાતત્ત્વ ખાતાની સત્તાવાર વેબસાઇટ પર રાજકોટ કે ગુજરાતના પુરાતન સ્થળો, સમારકો કે રક્ષિત સ્મારકો વિશે કોઇ માહિતી ઉપલબ્ધ નથી.
ડિજીટલ યુગ અને ડિજીટલ ઇન્ડિયાના બણગાં ફૂકતી સરકારના પુરાતત્ત્વ ખાતા ઇ- સાહિત્ય તો છોડો હાર્ડકોપી પુસ્તક પણ ઉપલબ્ધ નથી. રાજકોટની પુરાતત્ત્વ ખાતાની પ્રાદેશિક કચેરી પાસે ૧૯૬ જેટલાં રક્ષિત સ્મારકોની જવાબદારી સોંપવામાં આવી છે. તેમાંથી એક- બે સ્મારકોને છોડતાં અન્ય સ્મારકોની કોઇ જ ઇ- સાહિત્ય કે પ્રિન્ટેડ સાહિત્ય મળતું નથી. લોકો પુરાતન સ્થળોની માહિતી વિના તેનું મહત્ત્વ કઇ રીતે સમજી શકશે તેવા સવાલો સાથે સંસ્કૃતિપ્રેમી લોકોએ નિરાશા વ્યક્ત કરી હતી.
આ અંગે પ્રાદેશિક કચેરીના નિયામક જણાવે છે,' પુરાતત્ત્વ ખાતાની વેબસાઇટ અંડર પ્રોસેસ હોવાથી તેમાં માહિતી ઉપલબ્ધ નથી. કચેરીમાં પુરાતત્ત્વ ખાતાના રક્ષિત સ્મારકો અંગેનાં પુસ્તકો કે માહિતી પુસ્તીકા પર મુખ્ય કચેરી હસ્તકની મુદ્રણ કામગીરી હેઠળ છે. ઇ- સાહિત્ય, માહિતી પુસ્તિકા કે પુરાતત્ત્વ ખાતાના પુસ્તકો ક્યારે ઉપલબ્ધ થશે તે કહી શકાય તેમ નથી.'
પુરાતત્ત્વ ખાતાના રક્ષિત સ્મારકોની જાળવણી અને સમારકામ બાદ હવે સામાન્ય લોકોની જાગૃત્તિ કે માહિતી આપવામાં પણ ઉણું ઉતર્યું છે. શહેરભરમાં ઠેર ઠેર ખાનગી અને સહકારી સંસ્થાઓ હેરીટેજ વિક અંતર્ગત કાર્યક્રમો યોજી લોકજાગૃત્તિના કાર્યો કરે છે પરંતુ પુરાતત્ત્વ ખાતા દ્વારા કોઇ કાર્યક્રમ કે રક્ષિત સ્મારકોના પ્રચાર-પ્રસાર માટે માહિતી પુસ્તિકા પણ બહાર પાડી શક્યું નથી.