રાજકોટ રેલવે સ્ટેશનથી 18 કિલો ગાંજા સાથે એક શખસ ઝડપાયો, NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Railway Station Ganja Seizure: રાજકોટ રેલવે સ્ટેશન પરથી ગાંજાનો મોટાપ્રમાણમાં જથ્થો લઈ જતા એક શખસને લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) અને પશ્ચિમ રેલવે પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 18 કિલો 859 ગ્રામ ગાંજો, મોબાઈલ, રોકડ અને બે ટ્રોલી બેગ મળી કુલ 9.23 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્લેટફોર્મ નંબર 1 પરથી આરોપીમાં ઝડપાયો
મળતી માહિતી અનુસાર, યુવાધનને નશાની લતથી બચાવવા અને નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ સામે ચલાવવામાં આવી રહેલા 'Say No to Drugs' અભિયાન અંતર્ગત આ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રેલવે પોલીસની ટીમ રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેન અને પ્લેટફોર્મ પર સઘન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર 1 પર બે ટ્રોલી બેગ સાથે શંકાસ્પદ હિલચાલ કરી રહેલા શખસ પર પોલીસની નજર પડી હતી. તેને અટકાવીને તેની બેગની તલાશી લેતાં અંદરથી 9,23,340 રૂપિયાની કિંમતનો 18.859 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો દાખલ
પોલીસે ગાંજો જપ્ત કરી આરોપીની અટકાયત કરી હતી. આ મામલે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન આ કેસમાં અન્ય એક વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ ફરાર હોય તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.




