છ માસ તરૂણી ઉપર દુષ્કર્મ ગુજારી કહ્યું, 'તારે બીજા સાથે પણ સૂવું પડશે'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: શહેરમાં રહેતી તરૂણીને માંડાડુંગર વિસ્તારમાં રહેતા વિશાલે પ્રેમજાળમાં ફસાવી છેલ્લા છ માસ દરમિયાન અવારનવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ તારે બીજા સાથે પણ સુવુ પડશે તેમ કહેતા તેના મળતીયા અસ્લમ પઠાણે પણ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
પોલીસે જણાવ્યું કે, ભોગ બનનાર તરૂણીને આરોપી વિશાલે પ્રેમજાળમાં ફસાવી, લગ્ન કરવાની લાલચ આપી પોતાની સાથે રહેવા માટે લઇ ગયો હતો. છેલ્લા છ માસ દરમિયાન તેણે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. એક દિવસ ભોગ બનનાર તરૂણીને કહ્યું કે, તારે બીજા સાથે પણ સુઇ જવું પડશે. વિરોધ કરતા ગાળો ભાંડી, મારકુટ કરી હતી. સાથોસાથ ધમકી આપી હતી કે, હું કહું તેમ નહીં કરે તો તને રોજ મારીશ.
એક દિવસ આરોપી વિશાલના મળતીયા અસ્લમ પઠાણે પણ ભોગ બનનાર તરૂણી ઘરે એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઇ હવસનો શિકાર બનાવી હતી. તેણે આ વાત કોઇને કહીંશ તો તને અને વિશાલને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આખરે કંટાળી ગયેલી ભોગ બનનાર તરૂણીએ સંબંધી મહિલાને બે દિવસ પહેલા આપવિતી કહીં હતી.
જેથી તે મહિલાએ થોરાળાના પીઆઇ એસ.પી.સોઢાનો સંપર્ક કરી જાણ કરતા આખરે આરોપી વિશાલ અને અસ્લમ સામે આજે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. બંને આરોપીઓ ભાગી જતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે.









