Rajkot

ખંભાતના અખાતના દરિયામાં હજીરા નજીક 3.2નો ધરતીકંપ

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
રાજકોટ: ગતરાત્રિએ 11.09 વાગ્યે સુરતથી 42 કિ.મી. દૂર ખંભાતના અખાતમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. આ ભૂકંપ 8.3 કિ.મી.ની ઊંડાઈએ આવ્યો હતો. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના દરિયામાં ફોલ્ટલાઈન સક્રિય હોવાના અણસાર મળ્યા છે. 2016માં દહેજ પાસે 4.5નો પ્રચંડ ભૂકંપ નોંધાયો હતો. આ મહિનામાં રાજ્યમાં 5 ભૂકંપ નોંધાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખંભાતના અખાતના દરિયામાં હજીરા નજીક 3.2નો ધરતીકંપ

રાજકોટ: ભૂકંપનું સર્વાધિક જોખમ ધરાવતા કચ્છમાં તીવ્ર ભૂકંપો સામાન્ય છે, ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભૂકંપોનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના દરિયામાં પણ ફોલ્ટલાઈન વર્ષોથી સક્રિય હોવાના અણસાર મળ્યા છે. ગત રાત્રિના ૧૧.૦૯ વાગ્યે સુરતથી ૪૨ કિ.મી. પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશાએ ૪૨ કિ.મી.દૂર અલંગ અને ઓલપાડ વચ્ચેના ખંભાતના અખાતમાં હજીરા નજીકના દરિયામાં ૮.૩ કિ.મી.ની ઉંડાઈએ ૩.૨ મેગ્નિટયુડનો ધરતીકંપ નોંધાયો છે.
બરાબર ૧૦ વર્ષ પૂર્વે તા.૧૭-૭-૨૦૧૬ના સુરતથી ૫૭ કિ.મી.ના અંતરે દહેજ પછી લુવારા નજીકના દરિયામાં (ખાડીમાં) ૪.૫ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ પણ નોંધાયો હતો. જ્યારે ઈ.સ.૨૦૧૬થી ૨૦૨૦ સુધીના વર્ષોમાં માંગરોળ, ઉનાથી ૩૮થી ૫૦ કિ.મી.ના અંતરે અરબી સમુદ્રમાં પણ ૪.૦થી વધુ તીવ્રતાના ભૂકંપો નોંધાયા છે. આ ઉપરાંત પણ ૪.૦થી ઓછી તીવ્રતાના અનેક ભૂકંપો દરિયામાં આવતા રહ્યા છે. આમ, સૌરાષ્ટ્રના સોમનાથ,રાજકોટ જિલ્લાની જેમ રાજ્યના દરિયાની જમીનમાં પણ ફોલ્ટ્સ વારંવાર ધરતીકંપ જન્માવે છે.
ઉલ્લેખનીય છે કે કચ્છમાં ૧૦ દિવસ પૂર્વે તા.૧૬ જૂલાઈએ ૩.૨ અને ૩.૬ની તીવ્રતાના બે ભૂકંપો ધોળાવીરા અને ખાવડામાં તેમજ તા.૮ જૂલાઈએ સૌરાષ્ટ્રના ઉપલેટા પાસે ૩.૦નો ભૂકંપ અને તા.૫ના કચ્છના ફતેહગઢ વિસ્તારમાં ૨.૯ મેગ્નિટયુડ સહિત રાજ્યમાં આજ સુધી આ મહિનામાં પાંચ ભૂકંપો નોંધાયો છે.

ગુજરાતના દરિયામાં આવેલા 4.0થી વધુ તીવ્રતાના ભૂકંપો
રાજકોટ: આજે સુરત નજીક ખંભાતના અખાતમાં આવેલા ૩.૨ના ભૂકંપથી અનેકગણા શક્તિશાળી એવા ૪.૦ કે વધુ તીવ્રતાના દરિયામાં નોંધાયેલ ભૂકંપો.