Prasangpat

સમય સમય બલવાન હૈ: મમતા, અભિષેક, ઉદયનિધિને અનુભવ

By GS Team
11 Aug 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાફલા પર પથ્થરમારાની ઘટના બની હતી. તેમના કાર્યકરના મૃત્યુના સ્થળે જતી વખતે આ હુમલો થયો, જ્યાં લોકોએ 'જય શ્રીરામ'ના નારા લગાવ્યા હતા. સત્તા ગુમાવ્યા બાદ રાજકારણીઓને પ્રજાના રોષનો ભોગ બનવું પડે છે, અને પોલીસ પણ તેમની મદદ કરતી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

સમય સમય બલવાન હૈ: મમતા, અભિષેક, ઉદયનિધિને અનુભવ
  • મમતા બેનર્જીના કાફલા પર પથ્થરમારો
  • પ્રસંગપટ
  • રાજકારણ અને કોર્પોરેટ ક્ષેત્ર એવા છેકે જેમાં અભિમાની લોકોને સમય ધોળે દિવસે તારા બતાવે છે

દેશમાં બે ક્ષેત્રો એવા છે કે જેમાં ઉતવાળીયા અને અભિમાની લોકોને સમય સમય બલવાન હૈ નો અનુભવ થાય છે. આ બંને ક્ષેત્રો એેટલે રાજકારણ અને કોર્પોરેટ ક્ષેત્ર. કોર્પોરેટ ક્ષેત્રે હરી ભરી કંપનીઓ જ્યારે નાદારી નોંધાવે છે ત્યારે લોકો સમય બળવાન છે એમ કહે છે. કોર્પેારેટ ક્ષેત્રે નાદારીની ઘટના બહુ જાહેર નથી થતી. તેની કામગીરી કોર્ટ સાથે સંકળાયેલી હોય છે. તેમાં પ્રોસેસ લાંબી હોય છે પરંતુ રાજકારણમાંતો સત્તા ગુમાવનારે બહુ કપરા સમયનો ત્વરીત સામનો કરવો પડે છે.રાજકારણી સત્તા પર હોય અને તે જ્યારે સત્તા ગુમાવે ત્યારની સ્થિતિમાં આસમાન જમીનનો ફર્ક રહ્યો હોય છે. તાજેતરમાં પ.બંગાળના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મમતા બેનર્જીના કાફલા પર પથ્થરમારો થયો ત્યારે સમય સમય બલવાન હૈ વાળી વાત સપાટી પર આવી ગઇ હતી.
જ્યારે મમતા બેનર્જી સત્તા પર હતા ત્યારે તેમનો કારનો કાફલો પોલીસ બંદોબસ્ત વાળો રહેતો હતો અને કોઇ જય શ્રીરામનો નારો પણ લગાવી શકતું નહોતું. એક ઘટનામાં મમતા સત્તા પર હતા ત્યારે તેમના રસાલાની પાછળ કોઇએ જયશ્રી રામનો સૂત્રોચ્ચાર કર્યો ત્યારે મમતા બેનરજીે ગાડીની બહાર આવીને દરેકને ખખડાવ્યા હતા અને જેણે નારો લગાવ્યો હતો તેને પકડી લાવવા આદેશ આપ્યા હતા. આજે સ્થિતિ રિવર્સ ગીયર વાળી છે. તાજેતરમાં મમતા બેનર્જી તેમના કાર્યકરના મૃત્યુના કીસ્સામાં સ્થળ પર ગયા ત્યારે તેમના રસાલા પર પથ્થરમારો થયો હતો અને રસાલાને ઘેરી લઇને લોકોેએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. જે પોલીસ મમતાના ઇશારાથી ગમે તેને ફટકારતી હતી તે પોલીસ હવે મમતાની સામે દેખાવોના મામલે મૂક પ્રક્ષેક બની ગઇ હતી.
સત્તા વિહોણા અનેક રાજકારણીઓ ક્યાંતો પ્રજાના રોષનો ભોગ બન્યા છે કે નવી રાજકીય સત્તાનો ભોગ બન્યા છે. જેમ મમતા બેનર્જીના રસાલા પર પથ્થરમારો થયો હતો એમ તૃણમૂલ કોંગ્રેસના વિવિધ નેતાઓને લોકો ટાર્ગેટ કરી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા બે મહિના અગાઉ જ્યારે કોલકત્તાથી દિલ્હી ઇન્ડ્ગિોની ફ્લાઇટમાં જતા હતા ત્યારે એરપોર્ટ પર લોકોએ તૃણમૂલ ચોર અને જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તે પ્લેનમાં બેઠા ત્યારે તેેમની પાછળની સીટ પરથી પણ નારા લગાવાયા હતા. પ.બંગાળમાં અભિષેક બેનર્જી સુપર બોસ હતા. ચૂંટણી પરિણામો પછી તેમની પણ જાહેરમાં ધેાલાઇ થઇ હતી. અભિષેક બેનરજી પ.બંગાળમાં સર્વેસર્વા હતા અને કેન્દ્રીય ગૃહપ્રધાનને પણ પડકારતા હતા. તેમના પર હુમલો થયો ત્યારે પણ પોલીસ તંત્ર મૂક પ્રેક્ષક બની ગયું હતું.
તમિળનાડુમાં જે પોલીસેા ડીઅમકેના સત્તાધીશ સ્ટાલીનના પુત્ર ઉદયનિધિની સેવામાં ૨૪ કલાક રહેતા હતા તેમણેજ ઉદયનિધિ સામે એફઆઇઆર થતાં તેને લોક્અપમાં પુરી દીધો હતો. કેમકે તેની પાસેથી રાજકીય સત્તા જતી રહી હતી.લોકોમાં રહેલો રોષ તાત્કાલીક બહાર નથી આવતો. રોષ મનમાં ઘૂંટાતો હોય છે. રાજકારણી પાસેથી જેવી રાજકીય સત્તા છીનવાય છેકે તરતજ રોષ ભભૂકી ઉઠે છે અને ચાન્સ મળે સપાટી પર આવી જાય છે. સત્તાપર રહેલા રાજકારણી પણ કેટલીકવાર ડરતા ફરે છે. તેમને આમંત્રણ આપનારને પૂછે છે કે અન્ય મહેમાનોમાં કોણ છે, કોણ ભાષણ કરવાનું છે, આયોજકોનો બાયો ડેટા શું છે વગેરે પૂછીને પોતાની સલમામતી નક્કી કરે છે.
પોલીસ તંત્ર કે વહિવટી અધિકારી વર્ગ ક્યારેય સત્તાપરથી હારેલાને ટેકો નથી આપતો તે હકીકત સત્તા પર બેઠેલા રાજકારણીઓને હવે ખબર પડવા લાગી છે. કોઇ રાજકારણી સામે ચાલીને વિરોધ કરી રહેલા ટોળામાં કે તેમનો વિરોધ કરી રહેલા વિસ્તારોમાં જતા નથી. તાજેતરમાં સુરત અને અમદાવાદમાં વરસાદના ભરાયેલા પાણીના કારણે પ્રજાનું રોજીંદુ જીવન મુશ્કેલીમાં મુકાયું ત્યારે તે વિસ્તારમાં ગયેલા રાજકારણીઓનેા હૂરિયો બોલાવાયો હતો. ખરેખર રાજકારણ બેધારી તલવાર સમાન છે. સત્તાપર હોય તો પણ ચેતતા રહેવાનું અને સત્તાપર ના હોય ત્યારે બમણું ચેતતા રહેવું પડે છે. સત્તા હોય ત્યારે પોલીસની મદદ મળતી રહે છે. સત્તા ના હોય ત્યારે પોલીસ તંત્ર પણ મોં ફેરવી લે છે. રાજકારણીઓની કમનસીબી એ હોય છે કે સત્તા પર હોય ત્યારે મતદારોને ભૂલી જાય છે અને રાજાશાહી ઠાઠમાં જીવતા થઇ જાય છે. લોકોની વચ્ચે જઇને બેસીને તેમની સમસ્યા પૂછવાનું ભૂલી જાય છે તેના કારણે પ્રજાના રોષનો કડવો ઘૂંટ પીવો પડે છે.