Prasangpat

મુંબઇમાં લાલ બાગ કા જ્યારે યુએસમાં ડલાસ કા બાદશાહ

By GS Team
15 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના ખાડિયામાં પ્રસંગપટ મહાગણપતિને 66 કિલો સોનું, 335 કિલો ચાંદી અને મોંઘા હીરા-ઝવેરાતથી શણગારવામાં આવ્યા છે. દેશભરમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ગણેશ સ્થાપન થયું છે. આ મહોત્સવ 25,000 કરોડનો વ્યવસાય વટાવી ગયો છે, જેમાં મૂર્તિઓ, પ્રસાદ, કેટરિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ પાછળ કરોડોનો ખર્ચ થાય છે. આર્થિક ગતિવિધિનો વરસાદ વરસી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇમાં લાલ બાગ કા જ્યારે યુએસમાં ડલાસ કા બાદશાહ
  • અમદાવાદના ખાડિયામા
  • પ્રસંગપટ
  • મહાગણપતિને 66 કિલો સોનું,335 કિલો ચાંદી, અને મોંઘા હીરા ઝવેરાતથી શણગારવામાં આવ્યા છે

દેશનું કોઇ ગામ એવું નથી તે જ્યાં ગણપતિ બાપાનું સ્થાપન ના થયું હોય. મહારાષ્ટ્ર , ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નાના ગામોમાં પણ દુંદાળા દેવની પધરામણી થઇ છે. ગણપતિનું સ્થાપન સમૃધ્ધિ ખેંચી લાવે છે. આપણે ત્યાં દરેક શુભ કામોમાં પહેલે સમરૃં ગણપતિ દેવા એમ કહીને તેમનું સ્થાપન કરવામાં આવે છે. લાખો લોકો તેમના ઘરમાં ગણપિતનું સ્થાપન કરે છે અને વિદાય સુધી તેમનું લાલન પાલન કરીને ઘરના કુટુંબીજનની જેમ પૂંજા અર્ચના કરે છે. એટલેજ તેમને વિદાય આપતા સૈા રડી પડે છે.
જાહેરમાં ગણપતિના સ્થાપન સાથે અનેક બિઝનેસ પણ હર્યા ભર્યા બનતા હોય છે. જેમકે પ્રસાદ, ફૂલો, ડેકોરેશન,મંડપ તૈયાર કરવો, ઇવેન્ટ ટુરીઝમ, રોજેરોજના રાત્રી ભોજનો વગેરે માટે વિશેષ તૈયારી કરવી પડે છે. ૬૦૦ કરોડનો બિઝનેસ તો માત્ર ગણપતિ ભગવાનના મૂર્તિઓનો છે. ઇન્ડિયન બુલીયન એન્ડ જ્વેલર્સ એસોસીયેશને કહ્યું છે કે બાપ્પાના ૨૫૦ ટન સોનું વેચાશે. ભારતમાં એક તોલા સોનાનો ભાવ અંદાજે દોઢ લાખ રૂપિયા છે ત્યાં ૨૫૦ ટન સોનું વેચાશે તે દર્શાવે છેકે ઉત્સવોની ઉજવણીમાં મોંઘવારી આડે નથી આવતી.
દેશમાં દશ દિવસમાં સોના ચાંદીના વેપારીઓને ત્યાં ૪૦૦૦ કરોડનું ટર્નઓવર થવાનું છે. ગણપતિના આગમનને વધાવવા જેમ મેઘરાજા આવી પહોંચ્યા છે એમ આર્થિક ગતિવિધિનો વરસાદ પણ વરસી રહ્યો છે. અહીં ઇવેન્ટ ટુરીઝમ પાછળ ખર્ચાનારા ૧૦૦૦ કરોડ પણ ભૂલવા ના જોઇએ. જેમકે મુંબઇમાં લાલ બાગ કા રાજાના દર્શન કરવા ચારે ેદિશાથી લોકો આવતા હોય છે. એક દિવસ લાંબી લાઇનમાં ઉભા રહેવું પડતું હોવા છતાં લોકો દર્શન માટે આવે છે.
૨૦૨૪માં ગણપતિ મહોત્સવનો બિઝનેસ ૨૫,૦૦૦ કરોડને વટાવી ગયો હતો ૨૦૨૫માં તે ૪૫,૦૦૦ કરોડને વટાવી ગયો હતો. ગણપતિ મહોત્સવ દરમ્યાન કેટરીંગ બિઝનેસને પણ ચાંદી લાગી જાય છે. જેમકે ફ્લેટો અને સોસાયટીઓમાં સભ્યોને રોજ વિવિધ વાનગી પીરસાય છે.નાના ગામોમાંતો આખા ગામને જમાડવાનો રિવાજ છે જ્યારે ટાઉન લેવલે ગણપતિનો તહેવાર સાથે જમણવાર કોમન બનતો જાય છે. મહારાષ્ટ્રાના અનેક ગામોમાં રોજ ભંડારાનું આયોજન હોય છે.
૨૦૨૫માં ૪૫,૦૦૦ કરોડ ક્યાં વપરાયા તેનું ગણિત પણ સમજવા જેવું ચે. જેમકે ૫૦૦ કરોડ મૂર્તિઓ પાછળ, ૨૦૦૦ કરોડ મિઠાઇ-પ્રસાદ પાછળ, ૩૦૦૦ કરોડ કેટરીંગ પાછળ,૫૦૦૦ કરોડ ઇવેન્ટ મેનેજમેન્ટ પાછળ ખર્ચાય છે. આ ખર્ચ માત્ર મુંબઇનો છે. અન્ય શહેરો અને રાજ્યોમાં થતો ખર્ચ તેમાં ઉમેરાય તો તે ૪૫,૦૦૦ પર પહોંચે છે.
મુબંઇમાં ગણપતિની સૌથી શ્રીંમત પ્રતિમા કિંગ્સ સર્કલ ખાતેના જીએસબી મહાગણપતિની છે. મુંબઇમાં મોટા ગણપતિ મંડપોનો વિમો ઉતારવામાં આવે છે. જીએસબીના ગણપતિના દર્શનની પહેલી ઝલક મેળવવા હજારો શ્રધ્ધાળુો ભેગા થયા હતા. આ પ્રતિમા પર સોના ચાંદીના ઘરેણા ચમકતા હોય છે. એક અહેવાલ અનુસાર આ વર્ષે મહાગણપતિનો ૭૦૩.૨૭ કરોડનો વિમો ઉતારવામાં આવ્યો છે.
મહાગણપતિને ૬૬ કિલો સોનું,૩૩૫ કિલો ચાંદી, અને મોંઘા હીરા જવેરાતથી શણગારવામાં આવ્યા છે. મહાગણપતિનું સૌથી મોટું આકર્ષણ તેનો ભંડારો પણ છે. દર્શન કરવા આવતા તમામને જમાડવામાં આવે છે.
જેમ મુંબઇના લાલબાગ કા બાદશાહનું નામ દેશમાં ગૂંજે છે, એમ આ વર્ષે ખાડિયામાં ખાડિયાકા ગણરાજ ધૂમ મચાવશે તો અમેરિકામાં ડલાસના રાજા ધૂમ મચાવી રહ્યા છે. અમેરિકાની જેમ ઓસ્ટ્રેલિયામાં પણ ગણપતિ મહેત્સવ ઘામધૂમથી ઉજવાઇ રહ્યો છે. વિદેશમાં જ્યાં બહુ ઓછી સંખ્યામાં ભારતીયો છે ત્યાં પણ ગણપતિ મહોત્સવ યોજાય છે.
મુંબઇમાં દર્શન કરવા જનારા શ્રધ્ધાળુઓ દશ સ્થળોએ દર્શન કરવા જાય છે અને તે માટે બેે દિવસનો પ્લાન કરે છે. ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ ગણપતિ સ્થાપન જોવા મળે છે.
શ્રાવણ માસ પુરો થતાંજ, ગણપતિની પધરામણી થઇ છે, શ્રાધ્ધના દિવસોમાં આર્થિક તંત્ર થોડું મંદ પડે છે પરંતુ ત્યારબાદ દેવદિવાળી સુધીના ઉત્સવો આર્થિક તંત્રને તેજીમાં રાખે છે.એ વાત સાથે સૌ સમંત થશે કે શ્રધ્ધા છે ત્યાં ઉત્સવ છે, જ્યાં ઉત્સવ છે ત્યાં તેને લગતી ચીજોની ડિમાન્ડ છે અને જ્યાં ડિમાન્ડ છે ત્યાં સમગ્ર આર્થિક તંત્રમાં તેજી આવે છે.