Prasangpat

વૃધ્ધાશ્રમોનું કામ તરછોડાયેલા વૃધ્ધોને કુટુંબ જેવી હૂંફ આપવાનું છે

By GS Team
12 Aug 20263 mins read
TukuTouch Logo
હરિયાણાના સોનીપતમાં એક વૃદ્ધ પિતાનું વૃદ્ધાશ્રમમાં નિધન થયું, પરંતુ 3 દીકરીઓમાંથી કોઈ અંતિમવિધિમાં હાજર ન રહી. એક દીકરીએ તો માત્ર 5100 રૂપિયા મોકલીને સંતોષ માન્યો. 20 દિવસ પહેલા જાણ કરાઈ હોવા છતાં, આ ઘટના સમાજની બદલાયેલી સંવેદના અને આધુનિક જીવનશૈલીની કડવી વાસ્તવિકતા દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વૃધ્ધાશ્રમોનું કામ તરછોડાયેલા વૃધ્ધોને કુટુંબ જેવી હૂંફ આપવાનું છે
  • દેશનો પહેલો વૃધ્ધાશ્રમ 1911માં કોચીન ખાતે હતો
  • પ્રસંગપટ
  • કેટલાક લોકો માટે વૃધ્ધાશ્રમો આશિર્વાદ રૂપ પણ છે. આવા લોકો માટે ફાઇવ સ્ટાર વૃધ્ધાશ્રમો પણ છે

ગયા અઠવાડિયે હરિયાણાના સોનીપત વૃધ્ધાશ્રમનો કિસ્સો સમાચાર માધ્યમોમાં બહુ સંવેદનશીલ બન્યો હતો. જેમાં ત્રણ દીકરીઓના પિતાનું વૃધ્ધાશ્રમમાં મૃત્યુ થયું ત્યારે એક પણ દીકરી હાજર રહી નહોતી તે તો ઠીક પણ એક દીકરીએ અંતિમ વિધિના ૫૧૦૦ રૂપિયા મોકલી આપ્યા હતા. સમગ્ર ઘટના સંવેદનાથી ભરેલી છે. ૨૦ દિવસ પહેલાં ત્રણેય દીકરીઓને જાણ કરાયા છતાં કોઇ હાજર રહી શક્યું નહોતું.
દરેકે દીકરીઓ પર ફિટકાર વરસાવ્યો હતો પરંતુ તે લોકો કેવી લાચારીમાં ફસાયા હશે તેનું કોઇ વિચારતું નથી. જ્યારે માત્ર ૫૧૦૦ રૂપિયા મોકલ્યા તે દર્શાવે છે કે દીકરીઓ સુખી સંપન્ન પરિવાર સાથે સંકળાયેલી નહીં હોય.
આમ પણ, દરેક વૃધ્ધાશ્રમના દરેક ખાટલા પર એક સંવેદના ભરેલી સ્ટોરી હોય છે. મોટાભાગના કેસોમાં દીકરા રાખતા નથી એવી ફરિયાદો હોય છે કે નવી પેઢીના લોકો સાથે સેટ નથી થતું એમ કહેવાય છે. અનેક કેસોમાં દીકરા વિદેશમાં રહેતા હોવાથી મા-બાપ એકલવાયું જીવન જીવી શકતા નથી. અનેક કેસોમાં વૃધ્ધ દંપત્તીમાંથી એક જ્યારે વિદાય લઇલે છે ત્યાર એકલવાયું જીવન જીવવાના બદલે વૃધ્ધાશ્રમ પસંદ કરે છે. જ્યાં પોતાની ઉંમરના લોકોનું ગૃપ મળે છે અને સમયસર જમવાનું નાસ્તો વગેરે મળી રહે છે.
કેટલાક લોકો માટે વૃધ્ધાશ્રમો આશીર્વાદરૂપ પણ છે. આવા લોકો માટે ફાઇવ સ્ટાર વૃધ્ધાશ્રમો પણ છે. જ્યાં મહિનાનું ભાડું લેવાય છે. પરંતુ ટાઉન લેવલે ચાલતા વૃધ્ધાશ્રમો સમાજની શરમ સમાન હોય છે. લોકો પોતાના મા-બાપને રાખી શકતા નથી અને તેમને વૃધ્ધાશ્રમમમાં રહેવા સિવાયનો કોઇ વિકલ્પ બચતો નથી.
વૃધ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે તે શરમ જનક કહી શકાય પરંતુ આવી સ્થિતિ એેટલેકે વૃધ્ધોને વૃધ્ધાશ્રમોમાં રહેવું પડે તે સમાજરચનાની કમનસીબી કહી શકાય અને આધુનિક સમાજના સિક્કાની બીજી બાજુ કહી શકાય.
વૃધ્ધોને રહેવાની અને ખાવા પીવાની સમસ્યાનું નિરાકરણ લાવતા વૃધ્ધાશ્રમોમાં મેડિકલ ચેકઅપ વગેરે વ્યવસ્થા હોય છે. તેમને દાનવીરો મળી રહે છે. વૃધ્ધાશ્રમોને સમાજની શરમકથા કહીને ચીતરવામાં આવે છે પરંતુ કુટુંબથી તરછોડાયેલા વૃધ્ધોને આશરો આપતી સંસ્થાઓ ખરખર પ્રશંસાને પાત્ર છે.
સોશ્યલ નેટવર્ક પર કેટલાક વૃધ્ધાશ્રમો દાનની અપીલ કરતા હોય છે. ત્યાં રહેતા વૃદ્ધો માટે એક દિવસના ખર્ચનું દાન કરવા કહે છે. લોકો દાન પણ કરતા હોય છે. અમદાવાદમાં વાસણા-નારાયણનગરના ચંદ્રનગર ખાતે માત્ર મહિલાઓ માટેનો વૃધ્ધાશ્રમ છે. જ્યાં લગભગ તમામ તિથિઓ દાનેશ્વરીઓથી એડવાન્સમાં પેક થઇ જાય છે.
વૃધ્ધાશ્રમો ચલાવવા આસાન નથી. ત્યાં દરેકની જરૂરિયાતો સમજવાની હોય છે, વૃધ્ધો બાળકો જેવા હોય છે અને છાશવારે રિસાઇ જતા હોય છે. તેમને સોશ્યલ વર્કરો પોતાના માતા પિતાની જેમ સાચવતા હોય છે. વૃધ્ધાશ્રમોનું કામ કુટુંબથી નારાજ વૃધ્ધોને હૂંફ આપવાનું છે. દેશમાં વૃધ્ધોની સંખ્યા વધતી જાય છે. કેરળમાં તો વૃધ્ધોની સમસ્યા નિવારવા મંત્રાલય પણ ઊભું કરાયું છે. દેશનો પહેલો વૃધ્ધાશ્રમ ૧૯૧૧માં કોચીન ખાતે શરૂ કરાયો હતો. કોચીનના રાજાએ તે શરૂ કર્યો હતો. તેનું નામ રાજા વર્મા ઓલ્ડ એજ હોમ હતું.
ભારતમાં કેટલા વૃધ્ધાશ્રમો છે તેની ચોક્કસ સંખ્યાની જાણ નથી પરંતુ ૨૦૨૧માં એક આંકડો બહાર પડાયો હતો તેમાં ૫૫૧ જેટલા એનજીઓ ૧૬,૨૯૦ જેટલા વૃધ્ધ સેવા સેન્ટરો (વૃધ્ધાશ્રમો નહીં)ચલાવતા હતા. જ્યારે ૧૯૨૩ના એક આંકડા અનુસાર દેશમાં ૧૬૫૮ વૃધ્ધાશ્રમો છે અને તેમના માટે ૩૨૧ કરોડ ફાળવવામાં આવ્યા હતા.
કેરળમાં સૌથી વધુ વૃધ્ધાશ્રમો છે.વૃધ્ધાશ્રમોના મોટાભાગના સંશોધનો કેરળમાંજ થાય છે.