Prasangpat

દેશની બે નામાંકિત કંપનીના IPO સંયુક્ત અને વિખરાયેલી તાકાત

By GS Team
22 Oct 20263 mins read
TukuTouch Logo
ગુજરાતી પરિવારના ભાઈ-બહેન દ્વારા સંચાલિત જિઓ પ્લેટફોર્મ્સનો IPO ખુલતાની માત્ર 35 મિનિટમાં સંપૂર્ણ ભરાઈ ગયો, જે એક મોટી સિદ્ધિ છે. ગુરુવારે સવારે 10:34 વાગ્યા સુધીમાં ₹22,354 કરોડની બોલીઓ મળી. રિલાયન્સની ડિજિટલ આર્મ જિઓ પ્લેટફોર્મ્સે રોકાણકારોનો વિશ્વાસ જીત્યો, જ્યારે ટાટા જૂથ આંતરિક વિવાદોમાં અટવાયું છે. આ સફળતા 10 વર્ષ પહેલાં જોવાયેલા સ્વપ્નને સાકાર કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશની બે નામાંકિત કંપનીના IPO સંયુક્ત અને વિખરાયેલી તાકાત
  • જિઓ પ્લેટફોર્મ્સનો IPO ખુલ્યાના માત્ર ૩૫ મિનિટમાં ભરાઈ ગયો
  • પ્રસંગપટ
  • ૧૦ વર્ષ પહેલાં જોવાયું હતું તે સપનું સિદ્ધ થયું છે, જ્યારે દાયકાઓ જૂનું ટાટા જૂથ કદાચ અટવાઈ ગયું છે

બહુ ચર્ચાયેલા જિઓ પ્લેટફોર્મ્સનો આઈપીઓ ૩૫ મિનિટ કરતાં ઓછા સમયમાં સંપૂર્ણપણે ભરાઈ ગયો, જેને મોટી સિદ્ધિ કહી શકાય. આ ઇશ્યુને સવારે ૧૦:૩૪ વાગ્યા સુધીમાં લગભગ રૂ. ૨૨,૩૫૪ કરોડની બોલીઓ મળી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સનો ઇશ્યુ ગુરુવારે ખુલવાના દિવસે સવારે ૧૦:૩૪ વાગ્યાની આસપાસ ૧.૦૧ ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જિઓ પ્લેટફોર્મ્સનો આઈપીઓ ગુજરાતમાં ઘેર ઘેર ચર્ચાનો વિષય બન્યો છે, કેમ કે ત્યાં એક ગુજરાતી પરિવારના ભાઈ-બહેન સાથે રહીને, સંયુક્ત તાકાત ઊભી કરીને આઈપીઓ સાથે બજારમાં આવ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી બે મોટાં કોર્પોેરેટ જૂથોના આઈપીઓ બજારમાં આવવાના હોવાની ચર્ચા ચાલતી હતી. તેમાંનું એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સ હતું, તો બીજું ટાટા જૂથ હતું. રિલાયન્સ જૂથ મક્કમતા અને પરિવારની સંયુક્ત તાકાત સાથે આગળ વધ્યું, જ્યારે ટાટા જૂથ તેના આંતરિક વિવાદોનો ભોગ બનીને આઈપીઓ બહાર પાડવાની મથામણમાં અટવાઈ ગયું હતું.
આપણે ત્યાં રાજકારણમાં ચૂંટણી પ્રચાર દરમિયાન 'બટેંગે તો કટેંગે'નો મુદ્દો ઉછાળવામાં આવે છે, એવું જ કંઈક સંયુક્ત કુટુંબના વિભાજન સમયે પણ લાગુ પડે છે. વર્તમાનમાં જે પારિવારિક વિખવાદો જોવા મળે છે તેની પાછળનાં અનેક કારણોમાંનું એક મુખ્ય કારણ વિભાજિત કુટુંબો છે. કોર્પોેરેટ ક્ષેત્રે પણ વિભાજિત કુટુંબોની તાકાત ઓછી અંકાય છે, જ્યારે સંયુક્ત પરિવાર મારફતે ચાલતા બિઝનેસ પર રોકાણકારો વધુ ભરોસો મૂકતા હોય છે.
અહીં બે કોર્પોરેટ જૂથોની સરખામણી એટલા માટે કરી છે કે રોકાણકારોને ખ્યાલ આવે કે આંતરિક ડખાવાળી કંપનીઓને હંમેશાં શંકાની નજરે જોવામાં આવે છે, જ્યારે રિલાયન્સે વાસ્તવમાં લોકોનો વિશ્વાસ જીતવા સમયસર કંપનીઓની માલિકીની ઉત્તરાધિકાર યોજના (સક્સેશન પ્લાનિંગ) સ્પષ્ટ કરીને રોકાણકારોનો ભરોસો જાળવી રાખ્યો છે. જિયો પ્લેટફોર્મ્સનો આઈપીઓ માત્ર ૩૫ મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ભરાઈ ગયો, તેની પાછળનું મુખ્ય કારણ પેરેન્ટ કંપનીએ ઊભો કરેલો ભરોસો છે. બીજી તરફ ટાટા સન્સ તેના પ્રસ્તાવિત લિસ્ટિંગને લઈને શેરધારકો વચ્ચેના વિવાદનો સામનો કરી રહી છે.
રિલાયન્સ જિઓનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એવા સમયે આવ્યો છે જ્યારે દેશનું અન્ય એક મોટું ઔદ્યોગિક જૂથ લિસ્ટિંગના મુદ્દે કોર્પોરેટ કાનૂની લડાઈમાં ફસાયેલું છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપનીમાં જિઓ પ્લેટફોર્મ્સના આઈપીઓએ તહેવારોના માહોલમાં ઉત્સાહ વધાર્યો છે, ત્યારે બીજી તરફ સ્ટીલથી લઈને સેમિકન્ડક્ટર ક્ષેત્ર સાથે જોડાયેલા ટાટા જૂથમાં ટાટા સન્સના સંભવિત લિસ્ટિંગ સામે તીવ્ર વિરોધ શરૂ થઈ ગયો છે.
૧૦ વર્ષ પહેલાં (૫ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ) શરૂ થયેલું જિઓ આજે પોતાના વ્યાપક ડિજિટલ ભવિષ્યને સાકાર કરી રહ્યું છે, જ્યારે બીજી બાજુ, એક સદી કરતાં પણ વધુ જૂની ટાટા સન્સ લિસ્ટિંગના પ્રશ્ન પર પોતાના જ સૌથી મોટા શેરધારક એવા ટાટા ટ્રસ્ટ્સના વિરોધનો સામનો કરી રહી છે.
જિઓ પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ આ ક્ષણને કંપની માટે સૌથી મોટી ઐતિહાસિક ક્ષણ ગણાવી છે અને જણાવ્યું છે કે તે કંપનીના આગામી વિકાસના નવા તબક્કાને ચિહ્નિત કરશે. બીજી તરફ, ટાટા ટ્રસ્ટ્સના અધ્યક્ષ નોએલ ટાટાનું માનવું છે કે ટાટા સન્સનું પબ્લિક લિસ્ટિંગ કરવાથી જૂથના મૂળ વારસાને મોટું નુકસાન થશે અને તેના ચેરિટેબલ ટ્રસ્ટના પરોપકારી મિશન પર વિપરીત અસર પડશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગયા મહિને ટાટા સન્સની કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની (સીઆઇસી) તરીકેનું રજિસ્ટ્રેશન રદ કરવાની અરજી ફગાવી દીધી હતી, જે સ્પષ્ટ દર્શાવે છે કે તેની અપર-લેયર નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (એનબીએફસી-એનએલ) તરીકેની સ્થિતિને કારણે નિયમ મુજબ તેનું લિસ્ટિંગ થવું અનિવાર્ય છે.
એક તરફ ૬૬ ટકા હિસ્સા સાથે ટાટા સન્સનું સૌથી મોટું શેરધારક ટાટા ટ્રસ્ટ્સ લિસ્ટિંગનો વિરોધ કરી રહ્યું છે, ત્યારે તેનો બીજો સૌથી મોટો શેરધારક શાપૂરજી પલોનજી ગુ્રપ ૧૮ ટકા હિસ્સા સાથે લિસ્ટિંગની તરફેણ કરી રહ્યું છે. આરબીઆઈ દ્વારા અરજી ફગાવી દેવાયા બાદ, ટાટા સન્સના બોર્ડે ગયા મહિને કંપનીને લિસ્ટ કરવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતીત હવે આ મામલે આખરી મંજૂરી માટે શેરધારકો પાસે જવાનું રહેશે.
અહીં એક સપનું જે ૧૦ વર્ષ પહેલાં જોવાયું હતું તે પૂર્ણતા તરફ જઈ રહ્યું છે, જ્યારે દાયકાઓ જૂનું પ્રતિતિ ટાટા જૂથ આંતરિક મતભેદો વચ્ચે અટવાયેલું જોવા મળે છે.