Prasangpat

સ્મિત મચ્છર, તુકારામ અને નિરજા મૃત્યુનો સામનો કરનાર ત્રણ દેવદૂત

By GS Team
7 Oct 20263 mins read
TukuTouch Logo
ગુજરાતના સ્મિત મચ્છરે 174 પ્રવાસીઓને બચાવી હનુમાન ચાલીસાના રટણથી હિંમત મેળવી હતી. 26/11 મુંબઈ હુમલામાં તુકારામ ઓમ્બલેએ કસાબને જીવતો પકડવા ગોળીઓ ઝીલી, જ્યારે 1986માં નીરજા ભનોટે કરાચીમાં ફ્લાઇટ અપહરણ વખતે મુસાફરોને બચાવ્યા. આ ત્રણેય દેવદૂતોએ નિઃસ્વાર્થ સેવા અને હિંમતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્મિત મચ્છર, તુકારામ અને નિરજા મૃત્યુનો સામનો કરનાર ત્રણ દેવદૂત
  • નિઃસ્વાર્થ સેવાભાવના અને સંસ્કારોનું પ્રતિબિંબ
  • પ્રસંગપટ
  • સોશ્યલ નેટવર્ક ત્રણેય વીર ચહેરાને ખભે ઉંચકીને ફરે છે પરંતુ નેગેટિવ વિચારસરણીને છોડવા તૈયાર નથી

ગુજરાતના સ્મિત મચ્છરની પ્રશંસા કરતા લોકો થાકતા નથી. એક નેગેટીવ વિચારને પોઝિટિવ વિચારસરણી કેવી રીતે હંફાવી દે છે તે કિસ્સો એટલે સ્મિત મચ્છર. કોરોડોના ચહેરા પર સ્મિત લાવનારે જ્યારે એમ કહ્યું કે હું લોહીથી લથબથ હતો ત્યારે હનુમાન ચાલીસાનું રટણ કરતો હતો અને પડકાર ઝીલવાની કોશિષ કરતો હતો. અંતે હનુમાન ચાલીસા એ શક્તિ આપી હતી અને હું કોકપીટનો દરવાજો ખોલી શક્યો હતો. પડકારો અને ત્વરીત વિરતા અને હિંમત બતાવવાના ચાન્સ અનેક વાર મળતા હોય છે. આવા સમયે જે જાનની બાજી લગવી દે છે તેમના નામ ગૌરવથી બોલાય છે.
સ્મિત મચ્છરનું નામ ગાજતું થયું છે તેની સાથે લોકોએ અન્ય બે નામોને પણ યાદ કરીને તેમની વિરતાને સેલ્યુટ કરી છે. બે નામો એટલે તુકારામ ઓમ્બલે અને નીરજા ભનોટ. આ લોકોને દેવદૂતની કેટેગરીમાં મુકી શકાય.
ભૂતકાળ પર નજર કરીયે ત્યારે ત્યારે સમજાય છે કે સાચી બહાદુરી કોઈ પૂર્વનિર્ધારિત યોજના કે તાલીમની મહોતાજ નથી હોતી. અંગ્રેજોના શાસનકાળમાં અનેક લોકોએ સામી છાતીએ બંદૂકની ગોળી ખાધી છે. તેમના નામોનો ઉલ્લેખ પણ કોઈ કરતું નથી અને હવે સોશ્યલ નેટવર્કના જમાનામાં કોઇ યુવતી બલની આગળ ઉભી રહીને સામાન્ય બસ રોકે તો પણ લોકો તેને બ્રેવો-બ્રેવો કહીને વખાણે છે. કટોક્ટી ભરી સ્થિતિમાં પ્રવાસીઓના રક્ષણ માટે ત્વરીત લેવાતા નિર્ણય જોખમી પણ હોય છે.
સ્મિત મચ્છરે થોડી વાર લગાડી હોત તો તેના માટે ચાકુનો એકજ ફટકો જાનલેવા સાબિત થાત સાથે સાથે વિમાનમાં બેઠેલા ૧૭૪ લોકોનો પણ મૃત્યુ ઘંટ વાગી જાત.પરંતુ પોતાના જાનની પરવા કર્યા વગર આવા લોકો મૃત્યુ સામે ઢાલ બનીને ઊભા રહી જાય છે.
તુકારામ ઓમ્બલેની હિંમતના કારણે અજમલ કસાબ જીવતો પકડાયો હતો. ૨૬ નવેમ્બર ૨૦૦૮ની મુંબઇની એ રાત્રિ દેશ ક્યારેય ભૂલી શકે તેમ નથી. ચારેય તરફ ગોળીઓનો વરસાદ અને વિસ્ફોટો વચ્ચે મુંબઈ પોલીસના સહાયક સબ-ઇન્સ્પેક્ટર તુકારામ ગિરગાવ ચોપાટી પાસે ફરજ પર હતા. જ્યારે આતંકવાદી અજમલ કસાબ છણ-૪૭ સાથે સામે આવ્યો, ત્યારે ઓમ્બલે પાસે માત્ર એક લાકડી હતી. પોતાની સુરક્ષાનો ક્ષણભર પણ વિચાર કર્યા વિના તેઓ સીધા રાઇફલની નાળ સામે ધસી ગયા અને ગોળીઓની ઝડી પોતાના શરીર પર ઝીલી લીધી. લોહીલુહાણ હાલતમાં પણ તેમણે કસાબની બંદૂક પકડી રાખી, જેના પરિણામે અન્ય જવાનો તેને જીવતો પકડવામાં સફળ રહ્યા. તેમનું આ બલિદાન પાકિસ્તાની આતંકવાદના જીવતા પુરાવાને દુનિયા સામે લાવવામાં નિર્ણાયક સાબિત થયું.
નીરજા ભનોટ માત્ર ૨૨ વર્ષની હતી. જ્યારે તેણે બલિદાન આપ્યું.૫ સપ્ટેમ્બર ૧૯૮૬ના રોજ કરાચી એરપોર્ટ પર 'પાન એમ ફ્લાઇટ ૭૩'નું ચાર સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું ત્યારે માત્ર ૨૨ વર્ષની વય ધરાવતી પસર નીરજા ભનોટે જે અદભુત ધીરજ દાખવી તે આજે પણ વિશ્વભરમાં આદર્શ માનવામાં આવે છે.
કેટલાક લોકો હજુ સ્મિત મચ્છરની પ્રશંસા કરી શક્યા નથી તેની પાછળના કારણો ચર્ચીને અહીં જગ્યા બગાડવાનો કોઇ અર્થ નથી. આ ત્રણેય ચહેરા યુવાનોમાં મોટિવેશન માટે પુરતા છે.
દેશનું સોશ્યલ નેટવર્ક ત્રણેય વીર ચહેરાને ખભે ઉંચકીને ફરે છે પરંતુ નેગેટિવ વિચારસરણીને પોતાના ખભા પરથી નીચે ઉતારવા તૈયાર નથી. ભારતીય માનસમાં રહેલી નિઃસ્વાર્થ સેવાભાવના અને સંકટ સામે અડગ ઊભા રહેવાના સંસ્કારોનું પ્રતિબિંબ છે.
આવી ઘટનાઓ ક્યારેકજ જોવા મળે છે. મૃત્યુના મુખમાં ખેંચાઇ રહેલા ૧૭૭ પ્રવાસીઓને પોતાની સૂજ અને હિંમતથી બહાર ખેંચી લાવનાર કોઇ પણ રૂપમાં જોવા મળે છે. ક્યારેક તે ખાખી વર્દીમાં ધરતી પર ખેલાયેલો જંગ હોય, વિમાનના કેબિનમાં મુસાફરોને બચાવવાનો સંઘર્ષના રૂપમાં જોવા મળે છે. જેન ઝેડ માટે આવી ઘટનાઓ પ્રેરણારૂપ છે