Prasangpat
આવતી કાલે રથયાત્રા; અષાઢી બીજ
By GS Team
15 Jul 20263 mins read
ગુજરાતમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા નીકળશે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં લાખો ભક્તો રથયાત્રાના દર્શન કરી ધન્ય થશે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી રથમાં બિરાજમાન થઈ નગરચર્યા કરશે. આ પ્રસંગે જાંબુ-મગનો પ્રસાદ વહેંચાશે અને ભજન મંડળીઓ જોડાશે.
00:00
00:24
Summarized by AI; it may make mistakes. Check important info
ગુજરાતમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા નીકળશે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં લાખો ભક્તો રથયાત્રાના દર્શન કરી ધન્ય થશે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી રથમાં બિરાજમાન થઈ નગરચર્યા કરશે. આ પ્રસંગે જાંબુ-મગનો પ્રસાદ વહેંચાશે અને ભજન મંડળીઓ જોડાશે.
00:00
00:24
Summarized by AI; it may make mistakes. Check important info

- ભારતીય સંસ્કૃતિનો જીવંત ચેતનવંત ઉર્જાવંત વારસો
- પ્રસંગપટ
- ગુજરાતમાં અનેક શહેરોમાં રથયાત્રાની પરંપરા, શ્રદ્ધાળુઓ ઉમટશે
અષાઢી બીજ એટલે જગન્નાથપુરીમાં રથયાત્રાનો ભવ્ય ઉત્સવ. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તથા ભાઈ બલભદ્રજી રથમાં બીરાજમાન થઇને વાજતે ગાજતે નગર યાત્રાએ નીકળે છે. આ વર્ષે ૧૪૯મી રથયાત્રા નીકળશે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર તથા અન્ય શહેરોમાં ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નીકળે છે. ભક્તો માટે અષાઢી બીજનું મહત્ત્વ અનોખું છે. નગરજનો ભાવપૂર્વક નતમસ્તકે દેવનાં દર્શન કરી અભિવાદન ઝીલે છે. આબાલવૃદ્ધ બધાં ઇશ્વરનો સાક્ષાત્કાર ઝીલવા આતુર રહે છે. રથયાત્રા સમયે ભાવિકોનો અદમ્ય ઉત્સાહ હોય છે. ગજરાજ પણ રથયાત્રામાં સાથે નીકળે છે.
યાત્રા દરમિયાન જાંબુ તથા મગનો પ્રસાદ ગ્રહણ કરીને ભાવિકો ધન્ય બને છે. ભગવાનનો રથ ખેંચનારને નાવિક કહેવાય છે. આ સિવાય ઘણા ભક્તો પણ વારાફરતી દોરડાં ખેંચીને ભગવાનની યાત્રામાં સહભાગી બને છે. એવું કહેવાય છે કે રથ ખેંચનારનાં રથ પણ સ્વયં ભગવાન ચલાવે છે. રથયાત્રાનાં પર્વને આપણે ત્યાં પાવન પર્વ કહ્યું છે. જગન્નાથજીની રથયાત્રા ભક્તોનાં પ્રેમનું પ્રતિબિંબ છે. રથયાત્રાના માર્ગની બન્ને બાજુ ભક્તો કતારમાં ઉભા રહીને પ્રભુનાં દર્શન કરીને ધન્ય બને છે. આ યાત્રામાં વિવિધ ભજન તથા ધુન મંડળીઓ ટ્રકમાં કે ટ્રેકટરમાં બેસીને ધુનની જમાવટ કરે છે. ઇસ્કોન સંસ્થા તરફથી પણ રાજકોટ, અમદાવાદમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે.
જગન્નાથ પુરી મોક્ષ પુરી છે. ચાર ધામમાં તેનો સમાવેશ થાય છે. રથયાત્રા સમયે લાખોની સંખ્યામાં લોકોનાં હૈયે હૈયાં દળાય છે. ભગવાનના રથની સૌ પહેલાં પહીંદ વિધિ થાય છે. મુખ્યમંત્રી રથને સાવરણીથી સાફ કરે છે. ભગવાન પણ મોસાળેથી પાછા આવ્યા બાદ રથમાં આરૂઢ થઇને ભક્તોને મળવા ઉતાવળા થયા હોય છે. ભાઈ તથા બહેનના પવિત્ર સંબંધોની ઝાંખી પણ રથ યાત્રામાં જોવા મળે છે. ભગવાનનો દિવ્ય શણગાર થાય છે અને વિવિધ ભોગ, ફળો, મેવા તથા મિષ્ટાન્ન તથા ખાસ માલપુઆ ધરવામાં આવે છે. રથયાત્રાના દિવ્ય તહેવારની વધાઈ.
ભારતીય સંસ્કૃતિ એ ઉત્સવોને પૂજનારી, ઉજવનારી અને આનંદની અનુભૂતિ કરાવતી એક અણમોલ સંસ્કૃતિ છે. ઉત્સવોની ઉજવણી અને આનંદ એ ભારતીય સંસ્કૃતિનો જીવંત પ્રાણ છે. આ ભવ્ય સંસ્કૃતિની ઝાંખી આપણને અષાઢી બીજના પવિત્ર દિવસે દેશભરમાં ભક્તિભાવપૂર્વક નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોવા મળે છે. આ પાવન અવસરે ભાવિક ભક્તો ભક્તિરસમાં તરબોળ થઇને અંતરની ભીનાશથી તથા આત્મિક આદરભાવથી આ પુનિત ઉત્સવને ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવે છે, અને દિલથી માણે છે. અષાઢી બીજના પાવન અવસરે ઉજવાતો રથયાત્રાનો મહોત્સવ એ આસ્થા, શ્રદ્ધા, એકતા, સંપ, સંવાદિતા, સમરસતા, ભાઈચારા અને સદભાવના પ્રતીક રૂપ છે. રથયાત્રા એ માનવતા, સમતા અને ભક્તિનો સમન્વય કરી આધ્યાત્મિક ઉન્નતિનો ઉત્તમ સંદેશ આપતું તથા પરમેશ્વર નજીક લઇ જતું દિવ્ય પર્વ છે. રથયાત્રાનો મુખ્ય મંત્ર 'પ્રભુના દ્વારે સૌ સમાન' એ બાબત માનવ માનવ વચ્ચે ઐક્યભાવ, સમાદર, માનવતા, સમાનતા અને સહઅસ્તિત્વના ઉચ્ચતમ આદર્શને મૂર્તિમંત કરે છે, આ મહોત્સવપ્રેમ, ભક્તિ અને સમર્પણની સુવાસને પ્રસરાવીને લોકહૈયાને એકમેકથી જોડીને સામાજિક એકતા અને સાંસ્કૃતિક ભાઈચારો સર્જે છે, સામાજિક સોહાર્દ પ્રજ્વલિત કરે છે.
રથયાત્રા માટે સુંદર રીતે શણગારેલા ત્રણ રથ ભાવભક્તિથી તૈયાર કરવામાં આવે છે. ત્રણેય રથ કાષ્ટના એટલે કે લાકડાંમાંથી બનાવવામાં આવે છે. એક રથ ભગવાન જગન્નાથનો તૈયાર કરવામાં આવે છે, તેનો રંગ પીતાંબર- લાલ અને પીળા રંગનો હોય છે, લાલપીળો રંગ ખુશી, આશાવાદ જુસ્સો પ્રગટ કરી માનવીને ચેતનવંતો તથા ઊર્જાવંત બનાવે છે.




