ઇમર્જન્સી ઉભી થાય તો કંપનીના સુકાનીની પસંદગી માટે સમસ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટાટા ગૃપ પાસે વારસાઇનો કોઇ ચોક્કસ પ્લાન નહોતો
- પ્રસંગપટ
- પ્રમોટરો અને બહારથી મૂકાયેલા પ્રોફેશનલ મેનેજમેન્ટ કરનારાઓ વચ્ચે બહુ ફાવટ નથી હોતી
- સીઇઓ ચન્દ્રશેખરન
ટાટા ગૃપના સીઇઓ એન ચન્દ્રશેખરને ત્રીજી ટર્મ માટે એપ્લાય નહીં કરીને કોર્પોરેટ જગતમાં ચકચાર ઉભી કરી છે. જેમને ટાટા ફેમિલી સાથે ઘર જેવા સંબંધો હતા તે ટાટા ગૃપમાં ટોેપની પોસ્ટ પર રહેવા તૈયાર નથી તે જાણતાંજ ટાટા ગૃપના શેરોને ફટકો પડવો શરૂ થયો હતો. કોર્પેારેટ જગતે આ ઘટનાને બહુ ગંભીરતાથી લીધી છે કેમકે જ્યારે ટોપની પોસ્ટ અચાનક ખાલી પડે ત્યારે ત્વરીત કેવા પગલાં ભરવા પડે તેનો ખ્યાલ બહુ ઓછા લોકો પાસે હોય છે. કેટલીક વાર કંપની મોટી હોય છે પરંતુ સમયસર વારસાઇ નક્કી કરવાનું તે ભૂલી જાય છે. કરોડોની સંપત્તિ ધરાવતી કંપનીઓ પણ વારસાઇ તૈયાર કરવાના કોઇ પગલાં ભરતી નથી.
ચન્દ્ર શખેરનના કિસ્સામાં ટાટા ગૃપ પાસે વારસાઇનો કોઇ ચોક્કસ પ્લાન નહોતો. હવે બેાર્ડની મિટીંગ મળશે અને નવો ચહેરો પસંદ કરશે. સીઇઓની પોસ્ટ માટેની પસંદગીના ધોરણો પ્રમાણે કંપનીએ નક્કી કરેલા નિયમો અનુસાર થશે. ચન્દ્રશેખરનની ટર્મ ફેબુ્રઆરીમાં પુરી થાય છે. અહીં મહત્વનું એ છે કે શું ભારતની મોટી કંપનીઓ પાસે વારસદારની સિસ્ટમ હોય છે ખરી? કેટલીક કંપનીઓમાં વારસદાર નક્કી થયો હોય છે પરંતુ કોઇ ઇમર્જન્સી ઉભી થાય કંપનીના વડા નક્કી કરવા હોય તો શું કરવું તેનો કોઇ પ્લાન નથી હોતો. કેટલીક કંપનીઓમાં આવો પ્લાન તૈયાર હોય છે પરંતુ તેની વિગતો બહાર નથી પાડતા.
મોટા ભાગની કંપનીઓ વારસદાર જેવી ગંભીર બાબતો પર પણ પડશે એવી દેવાશે વાળી નિતી અપનાવે છે. લીસ્ટેડ કંપનીઓ માટે વારસદાર નક્કી કરીને રાખવો તે કંપનીના બોર્ડનું કામ અને જવાબદારી છે. નિવૃત્તનો સમય આવે ત્યારે વારસદાર નક્કી કરવો અને કંપનીના વડા અચાનક વિદાય લે ત્યારે વારસદાર નક્કી કરવો તેમાં આસમાન જમીનનો ફર્ક હોય છે. નાના લેવલની કંપનીઓ તો માલિક અચાનક મોતને ભેટે એટલે કંપનીને પણ તાળા વાગી જાય છે. કેટલીક કંપનીઓમાં કંપનીનું સંચાલન કરનારા અચાનક મોતને ભેટે ત્યારે તેના સુકાની બનવા નજીકના સંબંધીઓ વચ્ચે વિખવાદ ઉભો થતો હોય છે. ફેમિલી આધારીત કંપનીઓમાં બહારથી નીમેલા પ્રોફેશનલ વહિવટકારો ભાગ્યેજ સફળ થતા હોય છે. આવા બિઝનેસ ગૃહોમાં જ્યારે નવી પેઢી સત્તા પર આવવા મથેે છે કે મનમાની કરવા જાય છે ત્યારે બહારથી નિમેલા વહિવટકાર સાથે ટકરાય છે. આમ અંતે બહારથી આવેલા વહિવટકારે જોબ છોડવી પડે છે.
ટાટાગૃપના સીઇઓ સાથે ચન્દ્રશેખરન સાથે આવુંજ થયું હતું. રતન ટાટાની વિદાય પછી ટાટા ફેમિલી સાથે સંકળાયેલા લોકો ગૃપ પર સુપ્રીમસી ઉભી કરવા પ્રયાસ કરતા હતા. નોએલ ટાટાની લોબીએ સીઇઓ ચન્દ્રશેખરનના કેટલાક આઇડયા અને નવા રોકાણો પર બ્રેક લગાવી દીધી હતી. બોર્ડની મિટીંગમાં નક્કી થયા પછી નવા રોકાણનું વિચારીશું એમ કહેવામાં આવતું હતું. ટાટા ગૃપના ટોચના લોકો નોએલ ટાટા અને ચન્દ્રશેખરન વચ્ચેની કોલ્ડ વોરને સમજી ગયા હતા પરંતુ રતન ટાટાની ગેરહાજરીમાં આ કોલ્ડ વોર કોઇ રોકી શક્યું નહોતું. ચન્દ્રશેખરન સમજી ગયા હતા કે તેમને ત્રીજી ટર્મ મળવી મુશ્કેલ છે એટલેજ તેમણે સામે ચાલીને કહી દીધું હતું કે ત્રીજી ટર્મ માટે એપ્લાય નથી કરવાનો.
ગઇ ૨૯ જુલાઇએ જ્યારે જેઆરડી ટાટાની ૧૨૨મી જન્મ જ્યંતી ઉજવાઇ ત્યારે તે કાર્યક્રમમાં ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા અને અન્ય બોર્ડ મેમ્બરો સાથે સીઇઓ ચન્દ્રશેખરન પણ હાજર હતા. ટોચના તમામ અધિકારીઓ હાજર હતા.
દરેક જાણતા હતા કે ચન્દ્રશેખરન વિદાય લઇ રહ્યા છે પરંતુ દરેક હસતું મોઢું રાખીને બેઠા હતા. સીઇઓ ચન્દ્રશેખરનના વિહવટી કાળમાં એરઇન્ડિયા સહિતની કેટલીક કંપનીઓની ખોટને બહાર પાડવામાં આવી હતી અને તે ચર્ચાનો વિષય પણ બની હતી.
નોએલ ટાટાની લોબીએ આ આંકડા બહાર પાડયા હતા પરંતુ હકીકત એ પણ છેે કે ચન્દ્રશેખરનના કાર્યકાળ દરમ્યાન ટાટા સન્સ ૨.૭૧ ટ્રિલિયન રૂપિયાની આવક ઉભી કરી આપી હતી. ભૂતપૂર્વ અને દિવંગત સાયરસ મિસ્ત્રીના કાળમાં આ આવક માત્ર ૬૯૫૦ કરોડ હતી. આપણે ત્યાં પ્રમોટરો અને બહારથી મુકાયેલા પ્રોફેશનલ મેનેજમેન્ટ કરનારાઓ વચ્ચે બહુ ફાવટ નથી હોતી. વહેલા મોડા પ્રોફેશનલ મેનેજમેન્ટ કરનારાએ વહિવટ છોડવો પડે છે.




