Prasangpat

નેપાળમાં કુદરતનું તાંડવ, લાખો બેઘરઃ ભારત તરત વ્હારે પહોંચ્યું

By GS Team
28 Aug 20263 mins read
TukuTouch Logo
નેપાળમાં કુદરતી કહેરથી ભયાનક તબાહી મચી છે, જેમાં અનેક કૈલાશ માનસરોવર યાત્રીઓ મોતને ભેટ્યા કે કાટમાળ નીચે દટાયા છે. આ ઘટના મોરબીની મચ્છુ દુર્ઘટના અને 2004ના સુનામીની યાદ તાજી કરાવે છે. પાણી અને કાદવના પ્રવાહમાં બધું જ ખતમ થઈ ગયું છે. ભારત દ્વારા રાહત સામગ્રી મોકલી પાડોશી ધર્મ નિભાવ્યો છે. ચીન પર આક્ષેપો થઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં કુદરતનું તાંડવ, લાખો બેઘરઃ ભારત તરત વ્હારે પહોંચ્યું
  • મચ્છુ દુર્ઘટના અને સુનામીની યાદ તાજી થાય છે
  • પ્રસંગપટ
  • કૈલાશ માનસરોવરની યાત્રાએ જનારા અનેક લોકો ક્યાં તો મોતને ભેટયા છે કે મલબા હેઠળ દબાઇ ગયા છે

નેપાળ પર ત્રાટકેલા કુદરતી કહેરને ખરેખર પ્રલય કહી શકાય. જે ફોર્સથી કાદવ અને પાણી ટચુકડા નેપાળ પર તૂટી પડયા તે એક આક્રમણ સમાન હતું. પાણી બોંબે એટલો ખતરનાક સાબિત થયો છે કે મૃત્યુના ેઆંક કહી શકાતો નથી. નુકશાનનો અંદાજતો અઠવાડિયા પછી આવશે. જીવ બચાવવા ભાગેલા લોકોને આખો દિવસ ડર એ વાતનો હતો કે પુરની ચેતવણી સતત ચાલુ રહી હતી.
આપણા મોરબીની મચ્છુ દુર્ઘટના, ૨૦૦૪માં આવેલું સુનામીની યાદ તાજી કરાવતી નેપાળની ઘટનામાં પાણી અને કાદવના મલબાએ બધુંજ ખતમ કરી નાખ્યું છે. કોણ જવાબદાર? ચીન કે તિબેટ? આક્ષેપબાજી ચાલુ થઇ ગઇ છે. કુદરત આગળ દરેક લાચાર છે. કેટલાક તકસાધુ રાજકીય સમિક્ષકોએેે કહ્યું છે કે નેપાળ સરહદે ઉભા થયેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાનું ચીનનું આ ષડયંત્ર છે.
ભારતને ડર એ વાતનો છે કે કુદરતી કહેર બિહાર તરફ આવશે તો બિહારને ઘણું સહન કરવાનું આવશે. બિહાર સરકારે નેપાળ સરહદે આવેના ગામોેને ચેતવ્યા છે અને તેમને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે. ૧૧ ઓગષ્ટ ૧૯૭૯ના રોજ મચ્છુ ડેમ દુર્ઘટનામાં મોડી રાત્રે મોરબી શહેર પર પાણીનું આક્રમણ થયું હોય એવી સ્થિતિ હતી. લોકો ઉંઘમાંજ મોતને ભેટયા હતા. અંદાજે ૨૦૦૦ લોકોથી વધુના મોત થયા હતા.
૨૦૦૪નું સુનામીતો ભૂલી શકાય એમ નથી જ્યારે દરિયામાં આવેલા ભૂકંપના પગલે ૧૪ દેશોના બે લાખથી વધુ લોકો મોતને ભેટયા હતા. કુદરતી હોનારતો વાંરવાર માનવજાતને લાચાર બનાવતી આવી છે. ભારતે પોતાનો પાડોશી ધર્મ નિભાવ્યો છે. આવા કપરાં સમયે મોકલેલી મદદ બે દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવે છે. નેપાળના પાડોશમાં ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ છે.
ચીનની નિતી પાડોશી દેશોને દબાવી દેવાની છે. આ ઉપરાંત તેને હિમાલય વટાવીને આવવું પડે માટે તેના તરફથી મદદની અપેક્ષા રાખી શકાય નહીં. પાકિસ્તાન પોતેજ આર્થિક રીતે તૂટેલું છે અને વિદેશમાં તેના શાસકો કટોરો લઇને ફર્યા કરતા હોય ત્યારે તે પહેલાં નેપાળને સહાય કરે કે પોતાના દેશના ભૂખે મરતા લોકોને કરે? બાંગ્લાદેશની સ્થિતિ પણ પાકિસ્તાન જેવીજ છે. ભારતે બે વિમાન ભરીને રાહત સામગ્રી મોકલી છે તે પ્રશંસનીય કહી શકાય.
કૈલાશ માનસરોવરની યાત્રાએ જનારા અનેક લોકો ક્યાંતો મોતને ભેટયા છે કે મલબા હેઠળ દબાઇ ગયા છે. પાણીના વહેણમાં તણાઇ ગયેલામાં ભારતના લોકોની સંખ્યા વધુ હોવાનું મનાય છે. મૃત્યુ પામેલા ટુરીસ્ટોમાં અમેેરિકા અને ઓસ્ટ્રેલિયાના લોકો પણ છે. હજુ પણ આસામના અનેક વિસ્તારો હજુ પુરના પાણીમાં ડૂબેલા છે. પૂર અને ભરાયેલા પાણી ઉતર્યા પછી ,ભયાનક તબાહીના દર્શન થાય છે. જેમ મોરબીમાં મચ્છુના પાણી ઓસર્યા પછી લોકોના લટકતા મૃતદેહો ઝાડ પરથી અને ટોલિફોન વાયરો પરથી ઉતારવામાં આવ્યા હતા એમ સુનામીમાં પાણીના પ્રવાહમાં ખેંચાઇ ગયેલા મુતદેહોની સંખ્યા અઠવાડિયા પછી ખબર પડી હતી.
કુદરત ત્રાટકે છે ત્યારે માનવજાતને લાચાર બનીને ઉભા રહેવું પડે છે. કુદરત છાંયો તડકો બંને આપે છે. કુદરતના કેટલાક નિયમો છે. સૂરજનું ઉગવું, આથમવું વગેરે નિયમિત હોય છે. કુદરતે રચેલા બંધારણના નિયમો પર જ્યારે માનવજાત ફટકા મારે છે ત્યારે કુદરત લાલ આંખ બતાવે છે. પરંતુ આવા કેસોમાં કરે કોઇને ભોગવે કોઇ જેવું થાય છે.
નેપાળને લાચાર બનાવનાર ઘટના પાછળ ચીન સામે આંગળી ચીંધાય છે પરંતુ ચીન પાસે દરેક પ્રશ્નના જવાબો તૈયાર હોય છે. ચીન તરફથી તિબેટને સંભવિત પુરના કોઇ સંકેત નહોતા અપાયા એવીજ રીતે તિબેટે નેપાળને કોઇ માહિતી નહોતી આપી. આ ઘટના માનવ સર્ર્જીત છેકે કુદરતી પ્રકોપનો એક ભાગ છે તે નક્કી થતાં વર્ષો લાગશે.
કુદરતના તાંડવે નેપાળને તબાહ કરી નાખ્યું છે. ઘ ડે આફ્ટર જેવી ભયાનકતા નેપાળના પુર-તબાહી ગ્રસ્ત વિસ્તારોમાં જોવા મળે છે. લોકો પોતાના ઘેર પાછા ફરવા માંગે છે પણ આખાને આખા ઘરજ તણાઇ ગયા છે. મોટો પર્વત તૂટીને પાણીમાં વહેવા લાગે તો તળેટીના ગામોનું શું થાય તેની કલ્પના કરવા જેવી છે. ચીને વધુ એક ગ્લેસીયર તૂટી પડવાની સંભાવના વ્યક્ત કરતાં પુરની આગાહી ફરી કરવામા આવી છે. જો ફરી પુર આવશે તો નેપાળ માટે પડતા પર પાટુ સમાન થવાનું છે.