દિવાળીની ખરીદી માટે ગ્રાહકોની રાહ જોતાં બજારો : મંદીની અસર વર્તાય છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વેપારી વર્ગની ફરિયાદઃ પૈસો ફરતો નથી
- પ્રસંગપટ
- બોનસ અને પગાર એક સાથે આવશે, તેથી પહેલી તારીખ પછી ખરીદીની મોસમમાં તેજી આવી શકે છે
દિવાળીના તહેવારોની આડે માંડ અઠવાડિયું રહ્યું છે. આવતા ગુરુવારે અગિયારસ છે. ત્યારથી શરૂ થનારા દિવાળીના ઉત્સવો દેવદિવાળી સુધી ચાલશે. દિવાળીની ખરીદીનાં બજારો સૂમસામ છે. વેપારી વર્ગ પૈસો ફરતો નથી તેની બૂમો પાડી રહ્યો છે, તો નોકરિયાત વર્ગ પૈસો હાથમાં આવે તેની રાહ જોઈને બેઠો છે. કહે છે કે બોનસ અને પગાર બંને આ વખતે એકસાથે આવશે, માટે ૧લી તારીખ પછી દિવાળીની ખરીદીની મોસમમાં તેજી જોવા મળી શકે છે.
દિવાળીની ખરીદીના બજેટમાં ઈ-કોમર્સ થોડો ભાગ પડાવી લે છે. લોકોને રૂબરૂ જઈને દિવાળીની ખરીદી કરતા જોવા હોય તો અમદાવાદના ગાંધી રોડ કે રિલીફ રોડની લટાર મારવાનો પ્લાન કરવો જોઈએ. ત્યાં ખરીદી માટે પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. જોકે વેપારી વર્ગ આવી સ્થિતિને ભૂતકાળ કહી રહ્યો છે, કેમ કે શહેરોની ભીડ અને પાકગની સમસ્યાના કારણે લોકો ભીડભાડમાં જવાનું ટાળે છે અને કેટલીક છૂટક ખરીદી પણ કરતા નથી.
દિવાળી પહેલાં આવતી બોનસની મોસમ શરૂ થઈ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે જોડાયેલી સંસ્થાઓએ બોનસ જાહેર કરવાં શરૂ કર્યાં છે. મુંબઈ મહાનગરપાલિકાના હજારો કર્મચારીઓ માટે આ વર્ષની દિવાળી વધુ ખાસ બની રહી છે, કારણ કે ૨૦૨૬ માટે રૂપિયા ૩૩,૦૦૦ના બોનસની જાહેરાત કરવામાં આવી છે. બોનસની ચર્ચા ઘેર-ઘેર થતી આવી છે. બોનસ એ એક પ્રકારની આથક ભેટ છે.
આપણી આસપાસ કામ કરતા લોકો પણ દિવાળી બોનસની અપેક્ષા રાખતા હોય છે. મુંબઈમાં અગાઉના વર્ષે આ બોનસની રકમ રૂ. ૩૧,૦૦૦ હતી, જેમાં આ વખતે રૂ. ૨,૦૦૦નો સીધો વધારો કરવામાં આવ્યો છે.
મોટાભાગે ઉપરી વર્ગ તેમની નીચે કામ કરતા લોકોને બોનસ આપીને તેમને ખુશ કરતો હોય છે. ઘરકામ કરતા લોકો માટે બોનસ આથક ગિફ્ટ છે. ખાનગી કંપનીઓ, ખાસ કરીને મલ્ટીનેશનલ કંપનીઓ બોનસમાં માનતી નથી. જ્યાં ભારતીય કર્મચારીઓ વધુ હોય છે એવી કંપનીઓ બોનસ આપતી હોય છે.
કર્મચારીઓને પરંપરાગત દિવાળીમાં મળતા બોનસની વહેંચણી પછી બજારોમાં રોનક આવી શકે છે. ઈ-કોમર્સ ગમે તેટલી સસ્તી ચીજો વેચે, પરંતુ ઓફલાઇન ખરીદીનો આનંદ, ભાવતાલ કરવાની મજા ગજબની હોય છે. તેમ છતાં ઈ-કોમર્સે દિવાળીની ખરીદીમાં ગાબડું પાડયું છે તે હકીકત ભૂલવી ન જોઈએ. જેનઝી તરીકે ઓળખાતી નવી પેઢીને અમદાવાદના ગાંધી રોડ-રિલીફ રોડ પર જામતો ખરીદીનો માહોલ જોવા મોકલવાની જરૂર છે.
બ્લિંકઇટ અને ઝોમેટો જેવી ક્વિક ડિલિવરી પર જીવતો બહુ મોટો વર્ગ છે. લોકો ચપટી વગાડતાં જ પોતાની ઇચ્છિત વસ્તુ મંગાવી લે છે અને એન્જોય કરે છે. ક્વિક ડિલિવરીના કારણે લોકો ભીડભાડમાં જવાનું ટાળે છે. જો આવો જ ટ્રેન્ડ ચાલુ રહેશે તો બે-પાંચ વર્ષ પછી લોકો દિવાળીની ખરીદી માટે ઓનલાઇન પ્લેટફોર્મને જ પસંદ કરશે.
સરકારી વિભાગો જેવાં કે ઇન્ડિયન રેલવે, ઇન્ડિયા પોસ્ટ વગેરેમાં બોનસની રકમ જાહેર થઈ ગઈ છે. બોનસના કારણે બજારોમાં પૈસો ફરતો થાય છે. દિવાળી એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, માહોલ ઉત્સાહપૂર્ણ છે અને દરેક વ્યક્તિ આગામી તહેવારો માટે ખરીદી કરવામાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે, કર્મચારીઓ પરંપરાગત 'દિવાળી બોનસ'ની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેનું મહત્ત્વ આજે પણ અકબંધ છે.
કેટલીક સંસ્થાઓ બોનસ ઉપરાંત દિવાળી એલાઉન્સ આપે છે, જેના કારણે બજારોમાં ખરીદી વધે છે. દિવાળીના છૂટક બજારોમાંથી ખરીદી કરવાના કારણે અનેક શ્રમજીવીઓને ત્યાં પણ દિવા બળતા રહે છે. દિવાળીનો પરંપરાગત માહોલ હવે મંદ પડતો જાય છે. લોકોના ઘેર જઇને સાલમુબારક કહેવાના રિવાજની જગ્યાએ હવે સંયુક્ત રીતે નવું વર્ષ ઉજવવાનો ટ્રેન્ડ વધ્યો છે. દિવાળીની મજા સોશિયલ મિડીયાએ પણ બગાડી છે. ઓનલાઇન દિવાળી ઉજવનારા વોટ્સએપ મેસેજ મોકલીને સંતોષ માની લે છે.




