Prasangpat
ગુગલ મેપનો સ્વદેશી વિકલ્પ મેપલ્સઃ પરંતુ માર્કેટીંગ નથી
By GS Team
19 Oct 20263 mins read
ગ્વાલિયરમાં ગૂગલ મેપના સહારે શેરડી ભરેલી ટ્રક ચલાવતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા 15 શ્રદ્ધાળુઓના મોત થયા. રાત્રે 1.30 વાગ્યે શીતળા માતા મંદિરે જતા ભક્તો પર ટ્રક ફરી વળી. ડ્રાઈવર અજાણ હોવાથી ગૂગલ મેપ પર નિર્ભર રહ્યો, જેના કારણે આ વિચિત્ર અકસ્માત સર્જાયો. ભારતમાં 50 મિલિયન લોકો ગૂગલ મેપ વાપરે છે, છતાં સ્વદેશી વિકલ્પ 'મેપલ્સ'ને ઓછો ઉપયોગ થાય છે.
Summarized by AI; it may make mistakes. Check important info
ગ્વાલિયરમાં ગૂગલ મેપના સહારે શેરડી ભરેલી ટ્રક ચલાવતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા 15 શ્રદ્ધાળુઓના મોત થયા. રાત્રે 1.30 વાગ્યે શીતળા માતા મંદિરે જતા ભક્તો પર ટ્રક ફરી વળી. ડ્રાઈવર અજાણ હોવાથી ગૂગલ મેપ પર નિર્ભર રહ્યો, જેના કારણે આ વિચિત્ર અકસ્માત સર્જાયો. ભારતમાં 50 મિલિયન લોકો ગૂગલ મેપ વાપરે છે, છતાં સ્વદેશી વિકલ્પ 'મેપલ્સ'ને ઓછો ઉપયોગ થાય છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- પ્રસંગપટ -
મોત કઇ દિશામાંથી આવશે અને કોના કારણે આવશે તે ખબર પડી શકતી નથી. કોલકત્તામાં દુર્ગા પાંડલનો એકભાગ તૂટી પડતાં નાસભાગમાં ૧૭ દર્શનાર્થીઓ મોતને ભેટયા હતા જ્યારે ગ્વાલિયરમાં ગુગલ મેપના દોરી સંચાર અનુસાર ચાલતી ટ્રકે કાબુ ગુમાવતા ૧૫ લોકોના મોત થયા હતા.
ટ્રક રાત્રે ૧.૩૦ વાગે શિતળા માતાની મંદિરે જતા શ્રધ્ધાળુઓની ભીડ પર ફરી વળી હતી. કહે છે કે ડ્રાઇવર વિસ્તારનો જાણકાર નહોતો એટલેે ેતેણે ગુગલ મેપના સહારે શેરડી ભરેલી ઓવરલેાડ ટ્રક ચલાવી હતી. પહેલાં તે પોલીસ બેરીકેડ સાથે ટકરાયા બાદ માર્ગના ઢાળ પર સરકી પડી ને બેકાબુ બની ગઇ હતી.
આ વિચિત્ર અકસ્માત પાછળ ખલનાયકની ભૂમિકામાં ગુગલ મેપ હોવાનું કહેવાયું છે. ગુગલ મેપના કારણે અનેક અકસ્માતો થયા છે. મોટા ભાગના વાહનો ગુગલ મેપના આધારે ચાલતા હોય છે. ફોર વ્હીલર, થ્રી વ્હીલર વગેરે કોઇ પણ ખૂણે ગુગલ મેપ મારફતે આસાનીથી ટ્રાવેલ કરી શકે છે.
ટ્રાવેલ માટે મળેલું લોકેશન મહત્વનું દિશા સૂચક બની જાય છે. તે ચોક્કસ સ્થળે ચોક્કસ સમયમાં પહોંચાડી દે છે. ગુગલ મેપનો ઉપયોગ મહત્વનો બનવા સાથે બહુ ઉપયોગી પણ બનતો જાય છે. તેનો વપરાશ આસાન હોઇ હવે તે દરેક વ્હીકલનું મહત્વનું અંગ પણ બની ગયું છે.
લોકો ગુગલ મેપ પર ભરોસો મુકીને વાહનો હંકારે છે પરંતુ ૨૦૨૪ના વર્ષની એક ઘટનામાં ગુગલ મેપના ભરોસે કાર ચલાવતા ત્રણ યુવાનોની કાર નદીમાં પડી હતી, તેમાં બે તો ડોક્ટર હતા.
ગુગલ મેપને ટકરાઇ શકે એવી ભારતની એપનું નામ મેપલ્સ છે. ગુગલનો પ્રભાવ ઇન્ટરનેટ સિસ્ટમ પર ભરડા સમાન છે. ઇમેલથી માંડીને કોમ્પ્યુટરના ઉપયોગની લગભગ તમામ મહત્વની એપ સાથે ગુગલ જોડાયેલું છે. ભારત ગુગલ બ્રાઉઝરનો વિકલ્પ પણ ઉભું કરી શક્યું નથી કે જી મેલ કે ગુગલ મેપ જેવી સર્વિસ પણ ઉભું કરી શક્યું નથી.
વપરાશકારોને કોઇ સ્વદેશી વિકલ્પ મળે તો તે શિફ્ટ થવા તૈયાર છે પરંતુ જીમેલ સહીતની અનેક ફ્રી સર્વિસ સાથે દેશના વપરાશકારો એટલા બધા ટેવાઇ ગયા છે કે તે એક અંગ સમાન બની ગઇ છે.
એવું પણ નથી કે ભારતે જી-મેલ કે ગુગલ મેપ જેવી સર્વિસનો વિકલ્પ ઉભો કરવા પ્રયાસ નથી કર્યો પરંતુ ગુગલના પ્રભાવ ભર્યા માર્કેટીંગ અને વર્ષો જુના સેટ અપ આગળ સ્વદેશી એપનો વપરાશ કરવા ભાગ્યેજ લોકો તૈયાર થાય છે.
ઇન્ટરનેટના પાયામાં ગુગલ છે. જી મેલનો વપરાશ વધ્યો તે પહેલાં હોટ મેલ જેવા અનેક વિકલ્પો હતા પરંતુ ગુગલની ટેકનોલોજીને લોકોએ આવકારી હતી. ગુગલના બ્રાઉઝર ક્રોમના વિકલ્પો પણ અનેક છે છતાં ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ફાયર ફોક્સનો વપરાશ ઓછો જોેવા મળે છે.
જી મેલની સામે તાજેતરમાં શ્રીધર વામ્બૂની કંપની ઝોહોએ પોતાની ફ્રી ઇમેલ સર્વિસ મુકી હતી પરંતુ તે બહુ ઝળકી શકી નહોતી. ગુગલ મેપની સામે ટક્કર આપી શકે એવી સ્વદેશી મેપ સર્વિસ મેપલ્સ શરૂ કરાઇ છે. ખુદ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈશ્નવે કહ્યું હતું કે હું પોતપ્મેપ્લ્સનો ઉપયોગ કરૂં છું.
ડિજીટલ મેપીંગના નિષ્ણાતોએ કહ્યું છે કે ભારતના આંતરીયાળ માર્ગો શોધવા મેપીંગ સિસ્ટમ માટે પડકાર સમાન બની જાય છે. ગયા ફેબુ્રઆરી માં સંસદમાં પણ રજૂઆત કરાઇ હતી કે સ્વદેશી મેપીંગ સર્વિસને અમલમાં મુકવા પ્રયાસો કરવા જરૂરી છે. ગુગલ મેપ કાયમ માટે સાચી દિશા નથી આપતું પરંતુ તેનો વપરાશ એટલી હદે વધેલો છે કે કોઇ તેના વિકલ્પનો ઉપયોગ કરવા તૈયાર નથી.
ગુગલ મેપે બતાવેલી ખોટી ડીરેક્શનના કારણે અકસ્માતો થયા છે અને લોકોએ જાન પણ ગુમાવ્યા છે. એક ઘટના એવી નોંધાયેલી છે કે બિહારથી ગોવા જઇ રહેલા એક પરિવારે ઝડપથી ગોવા પહોંચાય તેવો રૂટ ગુગલ મેપ પર પસંદ કર્યો હતો. બિચારા કર્ણાટકના જંગલોમાં અટવાઇ ગયા હતા.
ભારતમાં રોજ ૫૦ મિલીયન લોકો ગુગલ મેપનો ઉપયોગ કરે છે.ગુગલ મેપના લોચા અવારનવાર ચર્ચામાં આવ્યા છે. ભારત પાસે તેનો વિકલ્પ છે પરંતુ તેનું માર્કેટીંગ નથી કરાતું. જ્યારે આવા કિસ્સા બને ત્યારે ડી-ગૂગલીંગની વાતો ઉછળે છે. જેમાં ગુગલની સર્વિસ બંધ કરીને સ્વદેશી એપ વાપરવા ચીપીયો પછાડાય છે પરંતુ સ્વેદશી એપ દેશના લોકોજ વાપરવા તૈયાર નથી.




