હોનહાર વિદ્યાર્થીઓ આપઘાત કરે તે સમાજની મોટી શરમકથા છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મુંબઇ: વિદ્યાર્થીના આપઘાતની ઘટના ત્વરિત તપાસ જરૂરી
- પ્રસંગપટ
- ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં વિદ્યાર્થીઓના આપઘાતની બે અત્યંત દુ:ખદ ઘટના
શિક્ષણ સ્તર સુધારવા માટે તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાયું હતું હવે પરીક્ષામાં ચોરી કરનારને પકડનાર શિક્ષકનું રાજીનામું લેવા આંદોલન કરાઇ રહ્યું છે. શિક્ષણનું સ્તર સુધારવાના અનેક પ્રયાસો ચાલે છે પરંતુ ભારતની ગળથૂથીમાંજ શિક્ષણ બાબતે કોઇ ગંભીર રહ્યું નથી. શિક્ષણ ક્ષેત્રે પ્રવેશથી માંડીને પરીક્ષા સુધી ચોરી તેમજ ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવે છે. ઉચ્ચ સ્તરીય પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે.
મુંબઇ આઇઆઇટીના વિદ્યાર્થીને પરીક્ષા હોલમાંથી ચોરીના આક્ષેપ હેઠળ ઉઠાડી મુક્યા બાદ આપઘાત કર્યો તેની પાછળનું મુખ્ય કારણ જાતિવાદનું બહાર આવતાં જ આખો કેસ રાજકીય વમળમાં અટવાઇ ગયો છે. ઉચ્ચ શિક્ષણ લઇ રહેલો એકનો એક દિકરો જ્યારે આપઘાત કરે ત્યારે તેના માતા પિતા માટે આકાશ તૂટી પડયું હોય તેવી સ્થિતિ થાય છે. મૃત્યુ પામનાર સાહિલના માતા પિતા ભૂખ હડતાળ પર બેઠા છે અને સંબંધિત પ્રોફેસરની ધરપકડની માંગ કરી રહ્યા છે.
વાત સંવેદનાની છે. જાતિવાદનો આક્ષેપ સાચો હોય તો તે બહુ ગંભીર બાબત છે સત્તાવાળાઓએ ત્વરીત પગલાં લઇને સાચી વાતને બહાર લાવવી જોઇએ.
હાલમાં તો દરેક રાજકીય પક્ષ આ સળગતી સમસ્યા પર પોતાની રોટલી શેકી રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪થી ૪૮ કલાક દરમિયાન વિદ્યાર્થીઓના આપઘાતની બે અત્યંત દુ:ખદ ઘટનાઓ સામે આવી છે, જેમાં રાજકોટ અને સુરતના બે વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
ગઇ ૨૫મી તારીખે રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં સવારે એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો.
મૃતક વિદ્યાર્થીનું નામ હેમંત ગંધમે હતું. તે મૂળ આંધ્રપ્રદેશનો વતની હતો અને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો સવારે આશરે ૮:૧૦ વાગ્યે વિદ્યાર્થી કોલેજ બેગ લીધા વિના જ કેમ્પસમાં આવ્યો હતો અને સીધો મેઈન બિલ્ડિંગના છઠ્ઠા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી યુનિવર્સિટી વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, વિદ્યાર્થી ભણવામાં રેગ્યુલર હતો અને કોઈ બેકલોગ નહોતો. જોકે, વિદ્યાર્થી સંગઠન ABVP એ પ્રાથમિક તબક્કે આ ઘટના પાછળ રેગિંગ થયું હોવાનો આક્ષેપ કર્યો છે. કુવાડવા પોલીસે આ મામલે સ્ટાફ અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે. અહીં નોંધનીય છે કે આ જ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના ૧૦મા માળેથી ૫ દિવસ પહેલાં (૧૯ સપ્ટેમ્બર) પણ આંધ્રપ્રદેશની જ એક ૧૯ વર્ષીય વિદ્યાથનીએ કૂદીને આપઘાત કર્યો હતો. આમ, અહીં ટૂંકા સમયમાં આ બીજી ઘટના છે.
સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં ૨૫ સપ્ટેમ્બરે કોલેજમાં પીજી (Postgraduate)નો અભ્યાસ કરતા એક રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કર્યો હતો.
મૃતક વિદ્યાર્થી ડો. પ્રજાપતિ એનાટોમી (Anatomy) વિષયમાં MDના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા. ન્યૂ સિવિલ હોસ્પિટલના ડિસેક્શન વિંગ (Dissection wing)માં જ્યારે તેઓ એકલા હતા, ત્યારે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે પોતાના બંને હાથની લોહીની નસો કાપી નાખી હતી. અન્ય એક વિદ્યાર્થીએ તેમને લોહીલુહાણ હાલતમાં જમીન પર બેભાન જોયા હતા. ખટોદરા પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. તેઓએ આ આત્મઘાતી પગલું શા માટે ભર્યું તે કારણ હજી સુધી જાણી શકાયું નથી.
ઉચ્ચ શિક્ષણ લઇ રહેલા કોલેજના વિદ્યાર્થીઓ જ્યારે આપઘાત કરે છે ત્યારે કોલેજના અન્ય વિદ્યાર્થીઓમાં ગમગીની છવાઇ જાય છે. વિદ્યાર્થીઓ એક સાથે ભણે છે, જમે છે તેમની વચ્ચે જાતિનો ભેદભાવ ક્યારેય જોવા નથી મળતો. છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરીયે તો આઇઆઇટીમાં ભણતા ૫૩ વિદ્યાર્થીઓ મોતને ભેટયા છે તે પૈકી પચાસ ટકા તો એસસી. એસટી, ઓબીસી ગૃપના છે.
મુંબઇ આઇઆઇટીના વિદ્યાર્થીના આપઘાતની ઘટનાની ત્વરીત તપાસ જરૂરી છે અને સાચી હકીકતો લોકોની સમક્ષ મુકાય તે પણ જરૂરી છે. જાતિવાદના ખપ્પરમાં એક યુવાન હોમાય તે કમનસીબી ભર્યું છે.




