ઘૂસણખોરો સોમાલીયા પસંદ નથી કરતા પણ સમૃધ્ધ દેશો પસંદ કરે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સોશ્યલ નેટવર્ક ફરી એકવાર ખલનાયક સાબિત થયું
- પ્રસંગપટ
- સમૃધ્ધ દેશોમાં ઘૂસણખોરીનો તગડો બિઝનેસ : સરહદની બંને તરફ રહેલા એજન્ટો લાખો રૂપિયા લે છે
સમૃધ્ધ દેશોમાં કાયદેસર રીતે ઘૂસવા ના મળે તેવા લોકો ગેરકાયદે ઘૂસણખોરી કરવા તૈયાર થાય છે. સ્પેનના સેઉટા સરહદે ઘૂસણખોરોએ કરેલું હલ્લાબોલ દરેક દેશને ચેતતા રહેવાનો સંકેત આપતું ગયું છે. મોરક્કોના માર્ગે સેઉટામાં ઘૂસેલા લોકો સારૃં રોજીંદુ જીવન અને સંતાનો માટે સારૃં શિક્ષણ મળે તે માટે જાનના જોખમે ઘૂસવા તૈયાર થઇ ગયા હતા.
૬૦,૦૦૦ મુસ્લિમ ઘૂસણખોરોનું મોરોક્કો સરહદે હલ્લાબોલનો સામનો સ્થાનિક સત્તાવાળાઓ માટે પડકાર સમાન હતું. અન્ય દેશમાં ઘૂસી જવાની લ્હાયમાં કરયેલી ધક્કામુક્કીમાં કુલ ૬૭ લોકો મોતને ભેટયા હતા. વિશ્વભરમાં ૬૦,૦૦૦ લોકોની ઘૂસણખોરીના અહેવાલોએ ચિંતા પ્રસરાવી હતી. સ્પેનના સત્તાવાળાઓએ લગીરેય શરમ ભર્યા વગર દરકને પરત તગેડી મુક્યા હતા. પહેલા ૪૦,૦૦૦ લોકો પરત ફર્યા હતા જ્યારે બાકીનાઓ બીજી દિવસે પરત ફર્યા હતા.
ઘૂસણખોરો ધકેલવાનું પ્લાનીંગ કરનારા બહુ હોંશિયાર લોકો હોય છે. તે લોકો સુદાન કે સોમાલિયા જેવા દેશોને નથી પસંદ કરતા કેમકે ત્યાં ભૂખમરો ચાલે છે. આ લોકો સમૃધ્ધ દેશોને પસંદ કરે છે. જો તેમને કોઇ પકડીને જેલમાં નાખીદે તો માનવ અધિકારનું વાજું વગાડવું શરૃં કરે છે અને જો ઘૂસવાનો ચાન્સ મળી જાય તો ત્યાં સર્વોપરી બનવાનો પ્રયાસ કરે છે.
સમૃધ્ધ દેશોમાં ઘૂસણખોરીનો તગડો બિઝનેસ ચાલે છે. સરહદની બંને તરફ રહેલા એજન્ટો લાખો રૂપિયા લઇને સલામત રીતે લોકોને ઘૂસાડાવોનો બિઝનેસ કરે છે. તેમના દરેક પ્રયોસો સફળ થતા નથી. અંતે ભોગવવાનું ઘૂસવા મથતા લોકોના પરિવારોને આવે છે.મહેસાણા જીલ્લાના એક પરિવારનું આખું કુટુંબ કેનેડા સરહદેથી ઘૂસવામાં મોતને ભેટયું હતું. આ લોકો ટુરીસ્ટ વિઝા પર કેનેડા ગયા હતા. બધુંજ પ્લાન પ્રમાણે હતું પરંતુ પતિ,પત્ની અને બે બાળકો સરહદ ક્રોસ કરી શક્યા નહોતા. તેમના સહિત આંઠ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. કેનેડા સરહદેથી અમેેરિકામાં પ્રવેશવું બહું જોખમ ભરેલું હોવા છતાં ધૂસણખોરી જાનના જોખમે અમેરિકામાં પ્રવેશે છે.
અમેરિકામાં હજારો લોકો ધૂસી ગયા છે પરંતુ મહેસાણા જીલ્લાનું યુગલ તેમના બાળકો સાથે મોતને ભેટયું હતું. ઠંડા હવામાંનનો તે સામનો કરી શક્યા નહોતા. રાત્રિના સમયે ધૂસણખોરી કરાતી હોય છે. અમેરિકામાં ઘૂસવા મથતા અનેક લોકો ખાસ કરીને ગુજરાતીઓ મોટું જોખમ ઉઠાવીને મેક્સિકો સરહદેના છીંડાનો ઉપયોગ કરે છે. કેનેડા-અમેરિકાની સરહદેથી ગુજરાતીઓને ઘૂસાડતા એજન્ટો અનેક પ્રલોભનો આપે છે અને કેનેડા સરહદેથી અમેરિકામાં ઘૂસવા માટેના માર્ગો બતાવે છે. લોકો પણ ગમે એટલું મોટું જોખમ ઉપાડવા તૈયાર થઇ જાય છે.
સ્પેનના મોરક્કોના માર્ગે સેઉટામાં ઘૂસેલાની સંખ્યા હજારોની હતી. જે પ્લાનીંગ પ્રમાણેની હતી. સેઉટાના સત્તાવાળાઓ અને કોર્ટના ચુકાદા આપણી સાથે છે એમ સમજીને ઘૂસણખોરી કરવા હજારો લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. હવે મોરોક્કોના માર્ગે કોઇ ઘૂસે નહીં તેમાટે દરિયાના કિનારા પર વાડ બનાવી દેવાઇ છે.
જ્યારે ઘૂસણખોરોના ટોળેટોળાં ઘૂસ્યા ત્યારે સ્થાનિક સિક્યોરિટી તમાશો જોયા કરતી હતી કેમકે સ્થાનિક સત્તાવાળાઓએ તેમને ગોળી ચલાવવાની સત્તા નહોતી આપી. હવે તેમને કડક પગલાં લેવાની સત્તા અપાઇ છે.
સોશ્યલ નેટવર્ક આ કિસ્સામાં ખલનાયક સાબિત થયું હતું. યુરોપના દેશોમાં બહારથી આવેલા વસેલાઓ અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે કોલ્ડવોર જેવો માહોલ છે. યુરોપના કેટલાક દેશોમાં લઘૂમતી એવી મુસ્લિમ કોમના લોકો જાહેર માર્ગ પર આવીને અરાજકતા ઉભી કરતા જોવા મળે છે.
ભારતમાં ઘૂસણખોરીના મુદ્દે લાલીયાવાડી ચાલતી આવી છે. બાંગ્લાદેશી, રોહિંગ્યા જેવા ધૂસણખોરોની સમસ્યાથી ભારત પીડાઇ રહ્યું છે.
બાંગ્લાદેશ સરહદે ઘૂસતા લોકોને પ.બંગાળની સરહદે મફત ખાવા -પીવાની સવલતો આપવામાં આવતી હતી. ઘૂસણખોરો દેશમાં પ્રસરીને કેટલું નુકાશાન પહોંચાડી શકે. સરહદી રાજ્યોમાં ઘૂસતા લોકોને ગેરકાયદે નેટવર્ક ચલાવનારા આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ વગેરે બનાવી આપે છે. બાંગ્લાદેશથી ભારતમાં ધૂસેલા અન્ય રાજ્યોમાં પ્રસરી જાય છે.




