પહેલાં SBI પછી લ્લઘખભ અને હવે HDFC : હેકર્સના માર્કેટમાં તેજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- લીક થતા ડેટા માટે જવાબદાર કોણ? આ પ્રશ્નનો જવાબ કોઇ પાસે નથી
- પ્રસંગપટ
- જેમની પાસે ડેટા પહોંચ્યો છે તે લોકો પસ્તી ભેગી નથી કરતા પણ સમયની રાહ જોઇને બેઠા હોય છે, ગમે ત્યારે તે ગ્રાહકોને ખંખેરી શકે છે
SBI એ રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે ડાર્ક વેબ પર ઉપલબ્ધ આશરે ૩.૭૫ લાખ રેકોર્ડ્સના પ્રાથમિક પૃથ્થકરણમાં ૩,૮૯૭ ગ્રાહકોના સંવેદનશીલ રેકોર્ડ્સ મળી આવ્યા છે, જેમાં નોંધાયેલા મોબાઇલ નંબર, જન્મતારીખ, નામ, જેન્ડર, ઇમેઇલ આઇડી અને સરનામાનો સમાવેશ થાય છે.
એચડીએફસી બેંકના બે અધિકારીઓ સામે શંકાની સોય એટલા માટે છે કે બેંકનો કેટલાક ડેટા તેણે લીક કર્યો છે. બેંકે બાંધી મુઠ્ઠી રાખી છે. ડેટા લીક કરનારા અધિકારીઓના નામ બહાર નથી આવ્યા. બેંકે પોલીસ તપાસ સોંપી છે.
ઈમુધ્રા (eMudhra) એ તેનાગ્લોબલ સર્ટિફિકેટ્સ માટેની પ્રાઇવેટ કીઝ હેક થયાનો અહેવાલ આપ્યોછે. આનાથી ગેરકાયદેસર અનેઓનલાઇન ફ્રોડની ઘટનાઓનું જોખમ ઊભું થયું છે. - ઉપરના ત્રણેય મુદ્દા ઉપરાંત વ્યક્તિગતસ્તરે સાયબર ફ્રોડમાં લોકો લૂંટાઇ રહ્યા છે. વ્યકિતગત સ્તરે લોકો જાગૃત છે પરંતુ સિનિયર સિટિઝનો અને મહિલાઓ ડિજીટલ રેસ્ટની ધમકીને શરણે થઇ જાય છે.
ઈમુધ્રા (eMudhra) એ તેનાગ્લોબલ સર્ટિફિકેટ્સ માટેની પ્રાઇવેટ કીઝ (private keys) હેક થયાની જાણકારી આપી છે.ભારતીય ડિજિટલ સર્ટિફિકેશન ઓથોરિટી ઈમુધ્રાએ જણાવ્યું છે કે તેની પબ્લિક કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર (PKI)ના ૮ ઇન્ટરમીડિએટ CAસર્ટિફિકેટ્સ (જેમાં TLS અને કોડ-સાઇનિંગ સર્ટિફિકેટ્સ શામેલ છે) ની પ્રાઇવેટ કીઝ હેક થઈ છે.
આ ઘટના ચિંતાજનક એટલા માટે છે કે ઈમુધ્રાના ગ્લોબલ TLS બિઝનેસનો કેટલોક હિસ્સાને અસર પહોંચી છે. જેનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો નકલી સર્ટિફિકેટ્સ બનાવી શકે છે, અસલી વેબસાઇટ્સનુંરૂપ ધારણ કરી શકે છે અને હુમલા કરી શકે છે. બ્રાઉઝર ગૂગલે ક્રોમમાં પ્રભાવિત પબ્લિક કીઝને બ્લોક કરી દીધી છેઅને બ્રાઉઝર મોઝિલા એ ઈમુધ્રાના ૬ પ્રભાવિત TLS ઇન્ટરમીડિએટ સર્ટિફિકેટ્સને બ્લોક કરી દીધા છે. બીજી તરફ, SBI એ ૧૬ ઓક્ટોબરે મળેલી ચેતવણી બાદ ખુલાસો કર્યો છે કે ડાર્ક વેબ પર તેના ગ્રાહકોની વ્યક્તિગત ઓળખ લીક થઇ છે પરંતુ કોઇ પણ ગ્રાહકે ચિંતા કરવાની જરૂર નથી. બેંકે ભલે કહ્યું કે સબ સલામત છે પરંતુ મહત્વનો ડેટા લીક થયો છે તે પણ સ્વિકાર્યું છે.
એચડીએફસી બેંકના અધિકારીઓની પાલીસ તપાસ ચાલે છે. ડેટા લીક કરનારા અધિકારીઓ ક્યા હોદ્દા પર હતા અને ક્યો ડેટા સાયબર ચોરો સુધી પહેંચ્યો છે તે થોડા દિવસોમાં બહાર આવશે.
ઈમુધ્રા ડિજિટલ સિગ્નેચર માટે સર્ટિફિકેટ્સ જારી કરે છે, જેનો ઉપયોગ તમામ પ્રકારના વ્યાપારીએકમો દ્વારા ઓનલાઇન વ્યવહારો માટે થાય છે.
PKI માં પબ્લિક અને પ્રાઇવેટ કીઝ જેવા ઘણા ઘટકો હોય છે. TLS (ટ્રાન્સપોર્ટ લેયર સિક્યોરિટી)
સટફિકેટ્સ, જે સામાન્ય રીતે HTTPS વેબસાઇટ્સ સાથે જોડાયેલા હોય છે, તે સિક્યોરિટી પ્રોટોકોલ્સનો સમૂહ છે જે બ્રાઉઝર અને એપ્સ વચ્ચે સુરક્ષિત રીતે ડેટા ટ્રાન્સમિશન સુનિશ્ચિત કરે છે.
લીક થતા ડેટા માટે જવાબદાર કોણ?આ પ્રશ્નનો જવાબ કોઇ પાસે નથી. સાઇબર સિક્યોરિટી પાછળ લાખોનોખર્ચ કરતી બેંકોનું નાક સાયબર હુમલાખોરાએ કાપી નાખ્યું છે. બેંકોના વહીવટ સામે ગ્રાહકો લાચાર છે. ગ્રાહકોને બેંકો પર ભરોસો હોય છે. ખાતું ખોલાવતી વખતે કે લોન જેવા કામકાજ માટે બેંકો ગ્રાહકો પાસેથી બેંકના સ્ટેટેમેન્ટ, આઇટી રીટર્ન જેવા મહત્વના ડોક્યુમેન્ટ પણ લઇ લે છે. કોઇ પણ વ્યક્તિને આર્થિક રીતે ખંખેરવો હોય પરેશાન કરવા આ ડેટા બહુ ઉપયોગી સાબીત થઇ શકે છે કેમકે જેમની પાસે ડેટા પહોંચ્યો છે તે લોકો પસ્તી ભેગી નથી કરતા પણ સમયની રાહ જોઇને બેઠા હોય છે.
જેમની પાસે ડેટા પહોંચે છે તેને તે અન્ય સાઇબર ગેંગને વેચે છે. ત્યાંથી ડેટા નાના જૂથમાં કામ કરતા હેકર્સ પાસે અને ડિજીટલ એરેસ્ટ કરતી ગેંગ સુધી પહોંચે છે.




