2024માં 3 અબજ ડોલરના ઇ વેસ્ટનો નિકાલ કરવો પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભારતમાં ઇ વેસ્ટનું રીસાઇકલીંગ કરતી અનેક કંપનીઓ છે
- પ્રસંગપટ
- કેટલાક ઇ વેસ્ટમાંથી કોપર, એલ્યુમિનિયમ અને સોના જેેવા મટીરીયલ મળી આવે છે
આપણે ભીના કચરા અને સૂકા કચરાના અલગ ડસ્ટબીન રાખવાના પ્રયોગમાં સફળ થયા છે પરંતુ ઇલેકટ્રોનિક વેસ્ટ બાબતનું અલગ ડસ્ટબીન માટે હજુ વિચારાયું નથી. આવા ઇવેસ્ટને પસ્તી લેનારા તેમજ ભંગાર લેનારા વેચાતા લેતા હોય છે. ઘેર ઘેર ઇવેસ્ટ જોવા મળે છે કેમકે ઇલેકટ્રોનિક ચીજોનો વપરાશ વિવિધ ક્ષેત્રે તેમજ ઘરમાં વપરાતી ચીજોમાં પણ વધ્યો છે. ઇવેસ્ટના નિકાલનો ઉત્તમ ઉપાય રીસાઇકલીંગનો છે. જ્યાં ત્યાં પડી રહેતો ઇવેસ્ટ નુકશાન કારક છે.
ભારતમાં ઇ વેસ્ટ ૧.૭ અબજ ડોલરનો થાય છે જે ૨૦૩૪ સુધીમાં તે ૩ અબજ ડોલરને વટાવી શકે છે. જેમ ઇ વેસ્ટ વધશે એમ તેનું રીસાઇકલીંગ માર્કેટ પણ વધશે. ઇલેકટ્રોનિક ડિવાઇસ જ્યારે નોન યુઝ બને છે ત્યારે તેની સાથે સંકળાયેલા નાના મોટા વાયરો અને પ્લગીંગ પણ નોન યુઝ બની જાય છે. આવી નોનયુઝ ચીજો એટલે ઇ વેસ્ટ.
સૌથી વધુ ઇવેસ્ટ ઠાલવતા ઉપકરણોમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ટેલિ કોમ્યુનિકેશનના ઉપકરણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોબાઇલના ચાર્જરો તેમજ મોબાઇલ અને સર્વર વગેરેનો સમાવેશ થાય છે. ઇલેકટ્રોનિક ડિવાઇસ અપગ્રેટ થતા જુના ડિવાઇસ ભંગારમાં જાય છે. તેનો અન્ય કોઇ રીતે ઉપયોગમાં લઇ શકાય એમ નથી હોતું.
ઇ વેસ્ટ વધતાં ઇ સાયકલીંગનું માર્કેટ પણ વધશે. આજકાલ ઇલેકટ્રોનિક ડિવાઇસ પણ લોકો અવાર નવાર બદલી રહ્યા છે. જેના કારણે ઇવેસ્ટમાં વધારો થઇ રહ્યો છે. જુના ઇલેકટ્રોનિક સાધનોને રિફર્બીશ કરવાનું માર્કેટ પણ તેજીમાં જોવા મળે છે.
ઇવેસ્ટનું માળખું બહુ વિશાળ છે. જેમાં ડેટા સેન્ટરમાં વપરાતા ઇલેકટ્રોનિક સાધનોનો પણ સમાવેશ કરાય છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર પણ મોટી માત્રામાં ઇ વેસ્ટ ઊભો કરે છે. સ્ટોરેજ સિસ્ટમ , નેટવર્કીંગ હાર્ડવેર પણ ઇ વેસ્ટની યાદીમાં આવે છે. જ્યારે ડેટા સેન્ટર સર્વર, જીપીયુ અને સ્ટોરેજ સિસ્ટમ ચેન્જ કરે છે ત્યારે ઇ વેસ્ટનો ખડકલો થાય છે.
કેટલાક ઉપયોગમાં લઇ શકાય એવા ઇક્વિપમેન્ટ રિફર્બીશ, રીયુઝ કે રી સોલ્ડ થાય છે જ્યારે કેટલાકમાંથી ઉપયોગી મટીરીયલ કાઢીને બાકીના ભાગને ઇવેસ્ટમાં જવા દેવાય છે. ડેટા સેન્ટરમાંથી કાઢવામાં આવતી હાર્ડ ટ્રાઇવ વગેરેમાં મહત્વની માહિતી હોય છે. માન્ય રીસાઇકલીંગ કરનારા ડેટાનો સંપૂર્ણ પણે નાશ કરે છે જેથી તે અન્ય કોઇના હાથમાં ના જઇ શકે. પરંતુ જ્યારે ઇવેસ્ટની માત્રામાં જંગી વધારો થઇ રહ્યો છે ત્યારે માન્ય રીસાઇકલીંગ કરનારા સુધી પહોંચી શકાતું નથી. લોકો વાયરોના ગુંચળાં ગમે ત્યાં ફેંકી દે છે . આ ઉપરાંત દરેક ઇ વેસ્ટ માટે માન્ય રીસાઇકલીંગ કરનારા પાસે જવાની જરૂર પણ રહેતી નથી.
હકીકત એ છેકે દરેક ઇ વેસ્ટ રીસાઇકલીંગમાં લઇ જવો જોઇએ પરંતુ હજુ આપણે ત્યાં આ મુદ્દો બહુ ગંભીર પણે ચર્ચાતો નથી.
ઇ વેસ્ટનું કામ કરનારા ત્વરીત પૈસા ચૂકવતા હોઇ લોકો ઇવેસ્ટ ભેગો કરીને સીધોજ તેને વેચતા હોય છે. કેટલાક ઇ વેસ્ટમાંથી કોપર, એલ્યુમિનિયમ અને સોના જેેવા મટીરીયલ મળી આવે છે. જેને કેટલાક લોકો અર્બન માઇનીંગ કહે છે. આવા મટીરીયલ ધરાવતા ઇવેસ્ટને અલગ રાખવામાં આવે છે. જ્યારે બાકીના ઇ વેસ્ટનેા નિકાલ કરવામાં આવે છે.
ભારતમાં ઇ વેસ્ટનું રીસાઇકલીંગ કરતી અનેક કંપનીઓ છે. ઇ વેસ્ટની વધતી માત્રાના પગલે રીસાઇકલીંગ કરનારા પણ વધી રહ્યા છે. જે રીતે ઘરનો કચરો સાફ કરવા ડસ્ટબીન મુકાય છે એમ ઇ વેસ્ટ માટે પણ ડસ્ટબીન મુકાય તે દિવસો બહુ દૂર નથી.
ઇ વેસ્ટ હાલમાં પસ્તીની જગ્યાએ ગણાય છે. પસ્તી ભેગી કરનારા ફેરિયા તેને મળતા દરેક ભંગારને અલગ તારવે છે અને પછી તેને વેચે છે. અત્યારસુધી ઇ વેસ્ટ ખરીદનારા શોધવા જવું પડે એવી સ્થિતિ હતી. પરંતુ હવે ઇવેસ્ટમાંથી નવા ઉપકરણો બનાવાતા હોઇ ઇ વેસ્ટની પણ ડિમાન્ડ ઊભી થઇ છે.




