Prasangpat

દિલ્હીમાં આંદોલનોથી વેપારી વર્ગને 10,000 કરોડના ફટકાનો અંદાજ

By GS Team
27 Oct 20263 mins read
TukuTouch Logo
દિલ્હીમાં ઓક્ટોબર 2026માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને સુરક્ષા પ્રતિબંધોને કારણે વેપારીઓને અત્યાર સુધીમાં આશરે 3,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) દ્વારા 1 નવેમ્બરની રેલી દિવાળી સુધી મુલતવી રાખવા રાહુલ ગાંધીને અપીલ કરાઈ છે. જો આ સ્થિતિ દિવાળી સુધી ચાલુ રહેશે તો વેપારીઓને 10,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં આંદોલનોથી વેપારી વર્ગને 10,000 કરોડના ફટકાનો અંદાજ
  • ૧ નવેમ્બરની રેલી દિવાળી સુધી મુલતવી રાખવા અપીલ
  • પ્રસંગપટ
  • કેટલાક કિસ્સા એવા પણ બન્યા છે કે દિલ્હીમાં ખરીદી માટે આવેલા વેપારીઓને આંદોલનમાં ભાગ લેવા આવનાર ગણીને પકડી લેવામાં આવ્યા હતા

દિલ્હીમાં ચાલતા આંદોલનો પણ વાજબી છે. આવા આંદોલનો દેશની લોકશાહીને ધબકતી રાખતા હોય છે તો બીજી તરફ આવા આંદોલનો રીટેલ બિઝનેસ કરતા લોકોના ધબકારા વધારી દેતા હોય છે. દિલ્હીમાં ઓક્ટોબર ૨૦૨૬માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને સુરક્ષા પ્રતિબંધોને કારણે વ્યાપારીઓને અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા ૩,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (ભ્ૈં) દ્વારા જાહેર કરાયેલી આ આંકડા ચિંતાજનક છે. આંદોલન કરનારા વિવિધ સંગઠનોને આગળ ધરીને વિરોધ ચાલુ રાખીને ચૂંટણી પંચના પગલાંનો વિરોધ કરવાનો તખ્તો ગરમ રાખવા માંગે છે. જોકે તેના કારણે દિલ્હીના વેપારીઓની દિવાળી બગડી છે. જો આ સ્થિતિ દિવાળી સુધી ચાલુ રહેશે તો વેપારીઓને થનારા નુકસાનનો આંકડો ૧૦,૦૦૦ કરોડ રૂપિયાને વટાવી શકે તેવી સંભાવના છે.
દિલ્હીની આસપાસમાંથી દિવાળીની ખરીદી કરવા આવતા નાના વેપારીઓ ઓક્ટોબરમાં આવતા હોય છે. નજીકના ટાઉન અને ગામડાઓમાંથી આવતા વેપારીઓ દિવાળી પહેલા સ્ટોક ભેગો કરતા હોય છે. દિલ્હીના જથ્થાબંધ માર્કેટમાંથી તે ખરીદી કરતા હોય છે
દિલ્હીના મુખ્ય બજારો ચાંદની ચોક, સદર બજાર, કોનોટ પ્લેસ, ખાન માર્કેટ, ખારી બાઓલી અને ચાવડી બજાર વગેરે છે. દિલ્હીમાં ચૂંટણી પંચ વિરોધી આંદોલનોના કારણે પોલીસે ગોઠવેલા બેરીકેડ્સ તેમજ કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેટલાક માર્ગો બંધ કરવા તેમજ ડાયવર્ઝનના કારણે બહારથી આવતા ખરીદનારા દિલ્હી આવવાનું ટાળે છે. કેટલાક કિસ્સા એવા પણ બન્યા છે કે દિલ્હીમાં ખરીદી માટે આવેલા વેપારીઓને આંદોલનમાં ભાગ લેવા આવનાર ગણીને પકડી લેવામાં આવ્યા હતા.
વિરોધ પ્રદર્શનો, રોડ બ્લોકેડ અને મેટ્રો પ્રતિબંધોને કારણે ગ્રાહકોની આવન-જાવનમાં ૭૦% થી ૯૫% સુધીનો ઘટાડો નોંધાયો છે. દિલ્હીના બજારો ઉજ્જડ બની ગયા છે. વિરોધ કરવાનું સ્થળ જંતર મંતરને ખસેડવાનું પગલું યોગ્ય છે એમ કહી શકાય. જ્યારે વિરોધના આંદોલનની તારીખ જાહેર થાય છે તેના આગલા દિવસથી દિલ્હીમાં લોકડાઉન જેવી સ્થતિ જોવા મળે છે.
દિલ્હીમાં પ્રદર્શન રોકવા માટે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. તેની અસર બજારો, જાહેર પરિવહન અને શહેરની અવરજવર પર પડે છે.
આ ઉપરાંત, ૪૫ મેટ્રો સ્ટેશનો પરના પ્રતિબંધોથી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને રૂ.૫૦ લાખથી રૂપિયા ૧.૩૦ કરોડ સુધીના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ પ્રકારે કુલ નુકસાન લગભગ ૯૧ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. દિલ્હીના મુખ્ય બજારોમાં સુરક્ષા ચિંતાઓને કારણે દુકાનો બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ માટે મોંઘો સાબિત થઈ શકે છે. વેપાર ન થવા છતાં ભાડું, કર્મચારીઓના પગાર અને અન્ય નિયમિત ખર્ચ ચાલુ જ રહે છે.
ખાન માર્કેટ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખે એક દિવસ દુકાન બંધ રહેવાથી પ્રતિ દુકાન રૂ.૧ લાખથી રૂ.૧.૫ લાખ સુધીનું નુકસાન થઈ શકે છે. કનોટ પ્લેસ અને સાઉથ એક્સટેન્શનના વેપારીઓએ પણ પ્રદર્શન અને ટ્રાફિકના અવરોધોથી વેપારને ફટકો પડયો હોવાની રજૂઆત કરી છે.
પ્રદર્શન દરમિયાન રસ્તાના પ્રતિબંધો અને કેબની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે મુસાફરોએ વધુ ભાડું ચૂકવવું પડયું. કેટલાક વિસ્તારોમાં આઠ કિલોમીટરની કેબ મુસાફરી માટે રૂ. ૧,૨૦૦ સુધીનું ભાડું અને સામાન્ય દરથી ત્રણથી ચાર ગણો સુધીનો વધારો જોવા મળ્યો હતો.
સામાન્ય ખૂમચા વાળા પણ આંદોલનના વિસ્તારોથી દુર રહેતા હતા. કેમકે આંદોલનમાં ભાગ લેતા કેટલાક તોફાનીઓ લારી પર લૂંટ ચલાવતા હતા. સામાન્ય આંદોલનો હોય ત્યારે ખુમચાવાળાઓને કમાણી થતી હતી પરંતુ ઓક્ટોબરના આંદોલનોમાં ભાગ લેનારા વધુ પડતા ઉત્સાહી જોવા મળતા હતા. વરસાદની આગાહી કે હુલ્લડો દરમ્યાનમાં લાગતા કરફ્યૂ વગેરે અને વર્તમાન આંદોલન વચ્ચે બહુ મોટો ફર્ક છે. વર્તમાન દેખાવોમાં તો પોલીસ તંત્ર કિલ્લે બંધી કરીને કોઇને પણ ફરકવા દેતા નથી. દિલ્હીમાં પ્રવેશ કરનાર દરેકને આંદોલન કરતા વિદ્યાર્થી સમજીને પુરી દેવામાં આવે છે.
બહારથી ખરીદી માટે આવતા લોકોની સલામતીને પણ બહુ મોટો પ્રશ્ન ઉભો થયો હોઇ લોકો દિલ્હી આવવાનું ટાળે છે. જેની સીધી અસર દિલ્હીના વેપાર પર થાય છે.હવેની મોટી રેલી ૧ લી નવેમ્બરે છે. દિલ્હીના વેપારી સંગઠનોએ કોંગ્રેસના રાહુલ ગાંધીને કહ્યું છેકે ૧૦ નવેમ્બર સુધી રેલી ટાળો જેથી અમારી દિવાળીની ઘરાકીને ફટકો ના પડે તે પર પણ નજર રાખવી જોઇએ.