Prasangpat

174 પ્રવાસીઓને મોતના મુખમાંથી બહાર ખેંચી લાવનાર બ્રેવો ગુજરાતી

By GS Team
2 Oct 20263 mins read
TukuTouch Logo
સુરેન્દ્રનગરના સ્મિત મચ્છરે વિમાનમાં હુમલાખોર પાઇલટના ચાકુના ઘા ઝીલ્યા છતાં, સમયસૂચકતા વાપરી કોકપીટનો દરવાજો ખોલી 174 મુસાફરોના જીવ બચાવ્યા. લોહીલુહાણ હાલતમાં પણ તેમની આ હિંમત અને વીરતાને કારણે વિમાન ક્રેશ થતું બચી ગયું. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ સ્મિતની પ્રશંસા કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

174 પ્રવાસીઓને મોતના મુખમાંથી બહાર ખેંચી લાવનાર બ્રેવો ગુજરાતી
  • સુરેન્દ્રનગરના સ્મિતની વિશ્વભરમાં પ્રશંસા
  • પ્રસંગપટ
  • છરીના ઘાથી લોહી લુહાણ બનેલા સ્મિતે હિંમત કરીને કોકપીટનું બારણું અંદરથી ખોલતાં જ મદદ કરનારા અંદર ધસી આવ્યા હતા
  • હિરો સ્મિત મચ્છર

હિંમત, વીરતા અને પરાક્રમ સાથે સંકળાયેલી આ સ્ટોરીમાં સમય સૂચકતા મહત્વની બની ગઇ હતી. ગુજરાતનો યુવાન સ્મિત મચ્છરનું દુનિયાભરમાં બ્રેવો.. બ્રેવો કહીને અભિવાદન કરાઇ રહ્યું છે. સાથી પોઇલોટે તેમને ચાકુના ધા મારીને લાહી લુહાણ કર્યા હોવા છતાં તે કોકપીટનો દરવાજો ખોલીને અંદર શું બની રહ્યું છે તે વિમાનમાં બેઠેલા પ્રવાસીઓની નજર સુધી પહોંચાડી શક્યા હતા. કોકપીટમાંથી આવતી ચીસોને જીજ્ઞાાસાથી સાંભળી રહેલા પ્રવાસીઓને દરવાજો ખુલતાંજ લોહી લૂહાણ સ્થિતિને પામી ગયા હતા અને મદદ માટે અંદર ઘૂસી ગયા હતા.
શું બની રહ્યું છે તેની સેન્સ કોઇને આવે તે પહેલાં કોકપીટમાં ઝપાઝપી શરૂ થઇ હતી. હાથમાં ચપ્પુ સાથે હુમલો કરનારાને ફટકારીને બાંધી દેવાયો હતો અને પછી વિમાન પર કાબુ મેળવીને ૧૭૪ પ્રવાસોએનો મોતના મુખમાં જતા બહાર ખેંચી લેવાયા હતા.
વિમાન હુમલાની ઘટના કોઇ ફિલ્મી સ્ટોરી જોતા હોય એવું પ્રવાસીઓને લાગતું હતું. કેમકે વિમાન અચાનક જ પૃથ્વી તરફ ઘસી રહ્યું હતું. વિમાનમાંથી ૫૪૪ નંબરનો અપહરણનો મેસેજ એરપોર્ટ મથક પર મોકલી દેવાયો હતો. એક તરફ કોકપીટમાં ઢીશુમ-ઢીશુમ ચાલતું હતું તો બીજી તરફ વિમાન ચલાવવાનું ટીવી પર શીખેલાએ વિમાન પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
૨૬-૧૧જેવા હુમલાની તૈયારી હતી પરંતુ તેને નિષ્ફળ બનાવાઇ હતી. જે ગુજરાતી સહ પાઇલોટે હુમલાખોરના ચાકુના હુમલાથી લોહી લુહાણ હોવા છતાં કોકપીટની બારણું ખોલીને લોકોને બચાવ્યા તે કેપ્ટન સ્મિત મચ્છર મૂળ સુરેન્દ્રનગરના છે. ચાકુના ઘા ખાવા છતાં તેમણે હિંમત બતાવી હતી. વડાપ્રધાન મોદી તેમજ રાષ્ટ્રપતિએ સ્મિત તેમજ તેમના પરિવાર સાથે વાત કરીને સ્મિતની હિંમતને બિરદાવી હતી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ સ્મિતની હિંમતની પ્રશંસા કરી હતી.
ટેક્સટાઇલ એન્જિન્યરીંગ ભણેલા સ્મિતને પાઇલોટ બનવું હતું. તે માટેની ટ્રેનિંગ લઇને તેમણે વિવધ એરલાઇન્સમાં કામ કર્યું હતું. સ્પાઇસ જેટ સાથે તેમણે કામ કર્યું હતું. મુશ્કેલીના સમયમાં ધૈર્ય રાખીને કામ કેમ કરવું તે ગુજરાતી યુવાન સ્મિતને ખબર હતી. કોકપીટને અંદરથી બંધ કરવામાં આવે છે. બહારથી તે ખુલી શકતી નથી. ચપ્પુના ઘાથી લોહી લુહાણ બનેલા સ્મિતે હિંમત કરીને કોકપીટનું બારણું અંદરથી ખોલતાં જ તેમને મદદ કરનારા અંદર ઘસી આવ્યા હતા. જેના હાથમાં ચપ્પુ હતું તેને બાંધી દેવાયો હતો.
જો સ્મિતે સમયસૂચકતા ના બતાવી હોતતો હુમલાખોર તેમને ચપ્પાના વધુ ઘા મારત અને અધમૂઓ કરી નાખત. હુમલાખોર પાઇલોટ ક્યાં તો વિમાન ક્રેશ કરીને તમામ પ્રવાસીઓનો ખાત્મો બાલાવી દેવા માંગતો હતો થવા તો વિમાનનું અપહરણ કરીને પોતાની માંગણી પુરી કરવા ઇઝરાયલને પડકારવા માંગતો હતો એમ લાગે છે. વિમાનમાં કોઇ સાથે બંદુક ના લઇ જઇ શકે એવી તકેદારી રખાય છે. હુમલાખોર પાઇલોટે સાથે ચપ્પુ રાખ્યું હતું. પ્રવાસીઓનું કડક ચેકીંગ થાય છે પરંતુ પાઇલોટ પર કોઇ ખાસ શંકા કરતું નથી.
કોઇ સપનાંમાં પણ ના વિચારી શકે એવો હુમલો હતો. હુમલાખોર પાઇલોટ જાણતો હતો કે બંધ કોકપીટમાં કોઇ પ્રવેશી શકવાનું નથી. તેણે સહ પાઇલોટ સ્મિત મચ્છર સાથે વિવાદ શરૂ કરીને તેના પર હુમલો કર્યો હતો. ચાકુ વડે કરાયેલા હુમલાથી સ્મિત લાહી લુહાણ થઇ ગયો હતો.
કોકપીટમાં શું ચાલી રહ્યું છે તેની કોઇને ખબર પડી શકે એમ નહોતું. ઘાંટા ઘાંટ બહાર સંભળાતા હતા. કોકપીટના બારણાની નીચેથી લોહીનો રેલો બહાર આવતાંજ પ્રવાસીઓ ગંભીરતા સમજી ગયા હતા. વિમાનમાંથી એરપોર્ટ પર સંદેશા પહોંચી ગયા હતા. વિમાનમાં મોટાભાગના પ્રવાસી ઇઝરાયલના હતા. નેત્યનાહુ સ્મિતનો આભાર માનતા ગળગળા થઇ ગયા હતા.
સ્મિતે જ્યારે કોકપીટનો દરવાજો ખોલ્યો ત્યારે તે લોહી લૂહાણ હતો અને ત્યારેજ વિમાન ૧૭,૦૦૦ ફૂટ નીચે ઉતરી ગયું હતું. બધુંજ ગણત્રીની સેકંડોમાં બની ગયું હતુ. વિમાનમાં પ્રવાસ કરી રહેલા એકને વિમાન ચલાવતા આવડતું હતું. તેણે વિમાન કાબુમાં લીધું હતું અને પછી સ્મિતની સૂચના અનુસાર તેનું સફળ લેન્ડીંગ કરાવ્યું હતું.