Prasangpat

ત્રીજા બાળક માટે મહિલા કર્મચારીઓનેે એક વર્ષની મેટરનિટી લીવની જાહેરાત

By GS Team
20 Aug 20263 mins read
TukuTouch Logo
તામિલનાડુમાં સરકારી નોકરી કરતી મહિલાઓ માટે ત્રીજા બાળકના જન્મ પર 1 વર્ષની પ્રસૂતિ રજાની જાહેરાત કરાઈ છે. જન્મદર ઘટાડવા આ પગલું લેવાયું છે. ટીવીકેના ધારાસભ્ય આર. પલ્લવી બાળક સાથે વિધાનસભામાં આવ્યા બાદ વિજય સરકારે આ નિર્ણય લીધો. 365 દિવસની રજા આપનાર તામિલનાડુ પ્રથમ રાજ્ય બન્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ત્રીજા બાળક માટે મહિલા કર્મચારીઓનેે એક વર્ષની મેટરનિટી લીવની જાહેરાત
  • તમિળનાડુનાં વિધાનસભ્ય પલ્લવી નાના બાળક સાથે આવ્યાં
  • પ્રસંગપટ
  • ઇટલીના રાજકારણી લિસિયા રોન્ઝુલી પોતાની ૪૪ દિવસની દીકરીને લઇને યુરોપની સંસદમાં આવ્યાં હતાં
  • વિધાનસભ્ય આર. પલ્લવી પોતાના બાળક સાથે

તમિળનાડુમાં સરકારી નોકરી કરતી મહિલાને ત્યાં ત્રીજા બાળકનો જન્મ થાય ત્યારે મેટરનિટી લીવ એક વરસની કરીને તમિળનાડુએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. તમિળનાડુમાં જન્મદર ઘટતાં આ પગલું લેવાયું છે. એક વરસની મેટરનિટી લીવ આપનાર તમિળનાડુ પહેલું રાજ્ય છે. સરકારી નોકરીમાં મળતી અનેક સવલતોમાં આ એક વધારો છે. પ્રાઇવેટ કંપનીઓમાં પ્રેગ્નન્ટ મહિલાને મર્યાદિત રજાઓ મળે છે, જ્યારે લેબર વર્ક સાથે સંકળાયેલી મહિલાઓ પ્રસૂતિના છેલ્લા દિવસો સુધી કામ કરતી હોય છે અને નવજાતના જન્મ બાદ અઠવાડિયામાં તેને લઈને શાકભાજી વેચવા સહિતનાં અન્ય કામોમાં લાગી જાય છે.
તમિળનાડુની વિજય સરકારે ત્રીજા બાળકના લાલનપાલન માટે એક વરસના પગાર સાથેની રજા આપીને આવકારદાયક પગલું ભર્યું છે, પરંતુ પ્રાઇવેટ ક્ષેત્રે કામ કરતી મહિલાઓ માટે પણ પ્રેગ્નન્સી કવચ વિશે વિચારવા જેવું હતું. લિમિટેડ કંપનીઓમાં મેટરનિટી લીવ મળે છે. કેટલીક કંપનીઓમાં નાના બાળકો માટે ડે-કેર સેન્ટરો હોય છે, જ્યાં બાળકો માટે ખાસ વ્યવસ્થા હોય છે અને તેની માતા તેને દિવસમાં પાંચ-છ વાર મળવા આવી શકે એવી સગવડ હોય છે. ઇન્ફોસિસ કંપનીમાં આવી વ્યવસ્થા છે, જેને આપણે ઘોડિયાઘર કહેતા આવ્યા છીએ.
કાયદા અનુસાર બેથી વધુ બાળકો હોય તેને ૧૨ અઠવાડિયાંની મેટરનિટી લીવ મળે છે. તમિળનાડુના એચઆર મંત્રી સારથકુમારે તેમાં વધારો કરીને એક વર્ષની રજા આપી છે. તમિળનાડુએ ૩૬૫ દિવસની મેટરનિટી લીવ ત્યારે જાહેર કરી કે જ્યારે વિજયના પક્ષ ટીવીકેનાં મહિલા ધારાસભ્ય આર. પલ્લવી તેમના નાના બાળકને લઈને વિધાનસભામાં આવ્યાં હતાં. તેમણે ગૃહની કામગીરીમાં ભાગ લીધો ત્યારે બાજુના :મમાં બાળકને કેરટેકર સાચવતા હતા. કેટલાકે ટીકા કરીને કહ્યું કે પલ્લવી શોબાજી કરે છે, ત્યારે પલ્લવીએ કહ્યું હતું કે બાળકને ક્યાંય મૂકીને આવી શકાય એમ નથી… મહિલા નેતાઓની સ્થિતિ સમજો પછી ટીકા કરો.
જોકે પલ્લવી પહેલા એવા મહિલા નેતા નથી કે જે વિધાનસભા ગૃહમાં નાના ત્રણ મહિનાના બાળકને લઈને આવ્યા હોય. ૨૦૧૦માં ઇટલીના રાજકારણી લિસિયા રોન્ઝુલી તેમની ૪૪ દિવસની દીકરીને લઈને યુરોપની સંસદમાં આવ્યા હતા. ૨૦૧૦થી ૨૦૧૩ દરમિયાન વિક્ટોરિયા સંસદની કાર્યવાહી જોતાં જોતાં જ મોટી થઈ હતી એમ કહી શકાય. લિસિયા એમ બતાવવા માંગતા હતા કે કામ અને ઘરકામ વચ્ચે બેલેન્સ કરી શકાય છે.
ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ન વિશ્વમાં પહેલા એવાં વડાંપ્રધાન હતા કે જે તેમના નાનકડા ત્રણ મહિનાના બાળકને લઈને ન્યૂયોર્ક ખાતેની જનરલ એસેમ્બલીમાં હાજર રહ્યા હતા. જ્યારે તેમણે નેલ્સન મંડેલા પીસ સમિટમાં પોતાનું વક્તવ્ય આપ્યું, ત્યારે ત્રણ મહિનાનું બાળક બાજુમાં ઊભેલા તેમના પાર્ટનર પાસે હતું. ભારતમાં પણ લાલુ પ્રસાદ યાદવની દીકરી અને સાંસદ મીસા ભારતી તેમના માત્ર બે મહિનાના દીકરાને લઈને સંસદમાં આવ્યાં હતાં.
નાના ભૂલકાને સંસદમાં સાથે લાવવાનો કોઈ અર્થ નથી હોતો, પરંતુ સમાચારોની દુનિયામાં રહેવા માટે પ્રયાસ કરાતો હોય છે. વિશ્વના કેટલાક દેશોમાં એકથી વધુ વર્ષની મેટરનિટી લીવ પહેલું સંતાન આવે ત્યારથી જ અપાય છે. આ દેશો વસ્તી વધારવા માટે પ્રયાસો કરે છે.
ઇસ્ટોનિયા, બલ્ગેરિયા, સ્વીડન, નોર્વે વગેરેમાં એક વર્ષથી વધુની મેટરનિટી લીવ અપાય છે. ઇસ્ટોનિયામાં તો દોઢ વર્ષની રજા અપાય છે. બલ્ગેરિયામાં ૪૧૦ દિવસ, જ્યારે સ્વીડનમાં ૪૮૦ દિવસની મેટરનિટી લીવ અપાય છે. જાપાન અને સાઉથ કોરિયામાં પણ એક વર્ષની મેટરનિટી લીવ મળતી થઈ છે.
આંધ્ર પ્રદેશમાં રાજ્ય સરકારે જે યુગલ ત્રીજું બાળક લાવે તેમના માટે વિવિધ ઇન્સેન્ટિવ જાહેર કર્યા છે. અહીં આશ્ચર્ય એ વાતનું છે કે એક તરફ ભારતમાં વસ્તી વિસ્ફોટની ચર્ચા થાય છે, તો બીજી તરફ ત્રીજા બાળક માટે વિવિધ પ્રલોભનો અપાઈ રહ્યા છે. જે પ્રલોભનો છે તે માત્ર સરકારી કર્મચારીઓ માટે છે, પરંતુ પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરતી તેમજ રોજિંદી ફેરીનાં કામ કરતી મહિલાઓ પાસે મેટરનિટી લીવ જેવી કોઈ જ વ્યવસ્થા નથી હોતી. દરેક મહિલાને મેટરનિટી લીવ માટે હકદાર બનાવવાની વ્યવસ્થા ઊભી કરવી જ:રી છે.
આ નિર્ણય આવનારા સમયમાં રોજગાર બજારમાં મહિલાઓની સ્થિતિ માટે નવું સીમાચિહ્ન સ્થાપિત કરી શકે છે.