હર્યાભર્યા જીવનને નર્ક સમાન બનાવી દેતો ઘર કંકાસ નામનો ભેદી વાઇરસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દિલ્હીના જજનો બહુચર્ચીત આપઘાતનો કિસ્સો
- પ્રસંગપટ
- આ ખતરનાક વાઇરસનું ઉછેર કેન્દ્ર મનમાં ભરેલું અભિમાન અને બાંધછોડ નહીં કરવાની નિતી હોય છે
ઘર કંકાસ એક એવો ખતરનાક વાઇરસ છે કે જે જોઇ શકાતો નથી પણ ્અનુભવી શકાય છે. નથી તેનો કોઇ રંગ કે નથી કોઇ રૂપ,નથી કોઇ ધારદાર હથિયાર, નથી તે કોઇને પણ તે ગમતો છતાં તે પાછલા બારણે હર્યા ભર્યા જીવનમાં પ્રવેશે છે અને બધું ખેદાન મેદાન કરી નાખે છે.આ ખતરનાક વાઇરસનું ઉછેર કેન્દ્ર દરેકના મનમાં ભરેલું અભિમાન અને બાંધછોડ નહીં કરવાની નિતી હોય છે. આ વાઇરસમાં ખાતર રૂપે ટીવી સિરીયલો, વિધ્ન સંતોષી મિત્રો અને મનફાવે તેમ બોલવાના મુદ્દા કામ કરે છે.
ઘર કંકાસના વાઇરસનો આતંક માત્ર ભારતમાં છે એવું નથી વિશ્વના દરેક દેશમાં વત્તે ઓછે અંશે જોવા મળે છે. ઘર કંકાસનો વાઇરસ ગરીબ, તવંગર, શિક્ષિત,અશિક્ષિત, પંરપરાગત લગ્નો, પ્રેમ લગ્નો, સાદાઇથી કરાયેલા લગ્નો કે કરોડો ખર્ચીને કરાયેલા ભપકાદાર લગ્નોમાં પણ જોવા મળે છે. સાસુ-વહુના અહમ દર્શાવતી એકતા કપુરની સિરિયલો મહિલાઓના મનમાં કૌટુંબિક ઝગડાના બીજ રોપતી હોવાનો આક્ષેપ છે.
જ્યારે યુગલમાંથી એક પાત્ર અશિક્ષિત હોય ત્યારે કંકાસ શરૂ થાય છે એવું પણ નથી હોતું પરંતુ આ વાઇરસ અવિશ્વાસના કાદવમાંથી ઉભો થાય છે અને જો તેના સમયસરના ખુલાસા કરીને દાબી દેવામાં ના આવે તો તે જીંદગીને નર્ક સમાન બનાવી દે છે.
ઘર કંકાસના કારણે સૌથી વધુ ભોગવવાનું ઘરના મોભી એવા વૃધ્ધોને અને સંતાનોને આવે છે. સંતાનો રોજેરોજના ઝગડા જોઇને બહાર પ્રેમ ઝંખતા હોય છે.
ઘર કંકાસે અનેક કુટુંબોને બરબાદ કર્યા છે અને તેનો કોઇ ઉકેલ મળતો નથી. એક કથાકાર સંતે એમ કહ્યું હતું કે હું કોઇ નવપરણિત યુગલને આશિર્વાદ નથી આપતો કેમકે છૂટાછેડાના અહેવાલો વધુ જોવા મળી રહ્યા છે.
સામાન્ય પરિવારોમાં ઘરકંકાસ નજીકમાં રહેતા લોકો માટે તમાશા સમાન બની જાય છે. દિલ્હીના એક જજે ઘર કંકાસથી કંટાળીને આપઘાત કર્યો ત્યારે તે કિસ્સો ટોક ઓફધ ટાઉન સમાન બન્યો હતો. જજ સહનશીલ હોય છે અને તેમનું જીવન અનુકરણીય પણ હોય છે છતાં જજ અમન શર્માએ જ્યારે આપધાત કર્યો ત્યારે છેલ્લે તેમના પિતા સાથે ફોન પર વાત કરીને કહ્યું હું કે હવે મારાથી સહન નથી થતું.
જજની પત્ની તેમનું અને તેમના પિતાનું ખૂબ અપમાન કરતી હતી. જે જજને જોઇને લોકો માન આપવા ઉભા થઇ જતા હતા તે જજ તેમની પત્નીના ત્રાસથી એટલા બધા ત્રસ્ત હતા કે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. દિલ્હી સ્થિત આ જજ મૂળ અલવરના હતા. તેમના પિતા વકિલ હતા.
આ કિસ્સામાં જજના પત્ની જજના પિતાનું અપમાન જાહેરમાં કરતા હતા તેમજ જજ પુત્રની હાજરીમાં કરતા હતા. પોતાના પિતાનું અપમાન જજ સહન કરી શકતા નહોતા અને જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે જજના હોદ્દા પર બેઠલી વ્યક્તિ ઘર કંકાસનો ભોગ બને ત્યારે અન્ય લોકો માટે તો રોજીંદા ઝગડા અસહ્ય બની જાય તે સ્વભાવિક છે. અનેક કેસોમાં પત્ની પિયર જતી રહે છે પછી શરતી સમાધાન થાય તે વેલ્ડીંગ સમાન રહે છે.
કેટલાક લોકો બહુ સંવેદનશીલ હોય છે. લોકોની ચઢવણીનો તે ભોગ બનતા હોય છે. કટુંબના કેટલાક લોકો પણ ઘર કંકાસમાં અટવાયેલાઓને સાચું માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરીને કંકાસને વધુ ઉગ્ર બનાવવા પેટ્રોલ છાંટવાનું કામ કરતા હોય છે.સંતાનો નાના હોય ત્યારે તેમના ભાવિને લઇને અનેક ઘરકંસાસ અટક્યા છે. કુટુંબના અનુભવી લોકો વચ્ચે પડીને કંકાસ કરતાં બંને પક્ષને સમજાવે છે અને ફરી તેમને હર્યું ભર્યું જીવન જીવવા સમજાવે છે.
તાજેતરમાં ઘર કંકાસના બહુ ચગેલા કેશોદના એક કેસમાં પ્રેમ લગ્ન કરનાર પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ટ્રેન નીચે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું ત્યારે ચકચાર ઉભી થઇ હતી. ઘર કંકાસ નામના આ ખતરનાક વાઇરસ હજુ કેટલાનો ભોગ લેશે તે કહી શકાય એમ નથી.




