Prasangpat

રાજકારણમાં પ્રવેશવા ઇચ્છતી યુવતીઓ માટે ફળદ્રૂપ માહોલ

By GS Team
15 Oct 20263 mins read
TukuTouch Logo
ભારતમાં રાજકીય પક્ષોમાં સગાવાદને કારણે યુવા નેતાઓને તક મળતી નથી. જોકે, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા ચાલી રહેલા આંદોલનોમાં નેહા બોરા, જન્નત બિશ્નોઈ અને રિહા યાદવ જેવી યુવતીઓએ સક્રિય ભૂમિકા ભજવી છે. આ યુવતીઓ આંદોલનો દ્વારા રાજકારણમાં આગળ વધી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકારણમાં પ્રવેશવા ઇચ્છતી યુવતીઓ માટે ફળદ્રૂપ માહોલ
  • નેહા બોરા થી માંડીને જન્નત બિશ્નોઇ સુધીનાને ચાન્સ
  • પ્રસંગપટ
  • ભારતના પ્રાદેશિક પક્ષોના રાજકારણમાં સગાવાદ ચરમ સીમાએ હોઇ નવા નેતાને ચાન્સ નથી મળતો
  • નેહા બોરા, જન્નત બિશ્નોઇ, રિહા યાદવ, રૂચિકા સિંહ

જેમ ફળદ્રુપ જમીન પર વરસાદ પડતો હોય ત્યારે કોઇ પણ બિયારણ વગર ખાતરે ઉગી નીકળે છે એમ આંદોલનો દરમ્યાન રાજકીય તખ્તા પર સક્રીય થવાનો ચાન્સ યુવા વર્ગને મળી જાય છે. આંદોલનોમાં સામાન્ય રીતે યુવતીઓ નંબર ટુ તરીકે જોવા મળતી હોય છે. પરંતુ કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં માટે કોક્રોચ જનતા પાર્ટીએ શરૂ કરેલું આંદોલન તેમજ હવે ચૂંટણી કમિશ્નર જ્ઞાાનેશ કુમારને હટાવવા વિપક્ષોએ શરૂ કરેલા આંદોલનની વિશેષતા એ છે કે યુવતીઓએ આંદોલનનો તખ્તો ગરમ રાખવામાં વિશેષ અગ્રેસર ભૂમિકા ભજવી છે. એગ્રેસીવ બનીને બોલી શકતી યુવતીઓ માટે વર્તમાન આંદોલન વરસાદ સાથેની ફળદ્રુપ જમીન સમાન છે.
રાહુલ ગાંધી સાથે ત્રણ ચહેરા બહુ નજીકમાં હોય છે . એક છે પ્રિયંકા ગાંધી, પછી નેહા બોરા અને ત્રીજે જન્નત બિશ્નોઇ આવે છે. સમાચાર માધ્યમોનું ધ્યાન નેહા બોરા અને જન્નત બિશ્નોઇ તરફ ખેંચાયું છે. દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ પોલીટીક્સ અને કેન્દ્ર સરકાર સામેના આંદોલનના પોલીટીક્સમાં આસમાન જમીનનો ફરક છે.
જે યુવતીઓ મુઠ્ઠી ઉછાળીને સરકાર સામે બોલી શકે કે પોલીસ તંત્ર સામે ભીડાઇ શકે તેવી યુવતીઓ પર ટીવી સમાચાર માધ્યમોના કમેરા વધુ ફરતા હોય છે. લોકોને પણ યુવતીઓની બિન્દાસ્ત સિસ્ટમ વધુ પસંદ આવી હોય એમ લાગે છે. સરકાર વિરૂધ્ધ દેખાવો કરી રહેલા વિપક્ષી નેતાઓ પણ રાજકીય ક્ષેત્રે આગળ વધવા મથતી યુવતીઓને આગળ ધરી રહ્યા છે. સરકાર વિરૂધ્ધ આંદોલનમાં બોલે એના બોર વેચાય જેવો માહોલ હતો. જે યુવતી સરકાર કે પોલીસ વિરૂધ્ધ બળાપો કાઢી શકતી હતી તે દરેકને રાજકીય પ્લેટફોર્મ પર આગળ વધવાનો ચાન્સ મળી ગયો છે.
નેહા બોરાથી માંડીને રેહાના સુધીના ચહેરા પર નજર નાખશો તો ખ્યાલ આવશે. તે કોઇ રાજકીય નેતાના કુટુંબમાંથી નથી આવતા. આંદોલનો દરમ્યાનનો સૌથી એગ્રેસીવ ચહેરો નેહા બોરાનો છે. યુવા નેતાઓને શરમાવે તેવી એમની વાકછટા છે. તેણે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ટકલો કહીને લોકોની નફરત પણ વ્હોરી લીઘી છે. બેફામ બોલતા યુવક કરતાં બેફામ બોલતી યુવતી લોકોનું ધ્યાન વધુ ખેંચી શકે છે.
જન્નત બિશ્નોઇ કેટલાક સમયથી રાહુલ ગાંધાની સાથે દેખાવો દરમ્યાન જોવા મળે છે. તે દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની એક્ઝિક્યુટીવ કાઉન્સીલર છે. તે શ્યામાપ્રસાદ મુખરજી કોલેજમાં બેચલર ઓફ આર્ટ્સના બીજા વર્ષમાં ભણે છે.
રિહા યાદવનું નામ ત્યારે ચમક્યું કે જ્યારે તેણે પોતાના બે હાથ આગળ કરીને પોલીસ વાનને અટકાવી હતી. સમાચાર માધ્યનોમી હાજરીમાં તેણે પોલીસ વાન રોકી ત્યારે સમાચાર માધ્યમો તેના પર ઓળધોળ થઇ ગયા હતા.
નેહા બોરા ૨૯ વર્ષની છે. તે ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસીયેશનનું વડપણ ભોગવે છે. તેનું સોશ્યલ નેટવર્ક પાવરફૂલ છે. જ્યારે તે રાજકીય તખ્તા પર સક્રીય છે ત્યારે તેની ધરપકડ જેવા સમયે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના વકિલોની ફોજ હાજર થઇ જાય છે. તે થિયેટર અને પર્ફોર્મન્સ સ્ટડીમાં પીએચડી કરે છે. આંદોલનના સમય દરમ્યાન કેટલીક યુવતીઓ સરકાર વિરૂધ્ધ બોલીને લોકોનું ધ્યાન ખેંચે છે. તેમાંની એક ૧૫ વર્ષની રૂચિકા સિંહનું નામ સોશ્યલ નેટવર્ક પર બહુ ચગ્યું હતું. તેણે વડાપ્રધાનના દિવંગત માતાની પણ મશ્કરી સહીતના અનેક અભદ્ર સૂત્રોચ્ચારો કર્યા ત્યારે લોકોની નફરતનો શિકાર બની હતી. નેહા બોરા લોકોની નજરમાં ત્યારે આવી કે જ્યારે તેણે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનને ટકલો કહ્યો હતો.
ભારતના રાજકારણમાં સગાવાદ ચરમ સીમાએ છે. કોંગ્રેસ અને તમામ પ્રાદેશિક પક્ષો સગાવાદમાં રાચે છે. જેના કારણે અખિલેશ યાદવ કે ઉદ્ધવ ઠાકરે જેવાને તૈયાર રાજકીય ભાણું મળી જાય છે. આ લોકો પોતાના પક્ષમાં નંબર ટુને ઉભા થવા દેતા નથી જેના કરાણે રાજકીય તખ્તા પર નવા નેતાઓ ભાગ્યેજ આગળ આવતા હોય છે.
ખરેખર, રાજકારણમાં આગળ વધવા મથતી યુવતીઓ માટે હાલમાં ફળદ્રુપ માહોલ જોવા મળે છે. ભારતના રાજકારણમાં આંદોલનોમાંથી જન્મેલા રાજકીય નેતાઓ અનેક છે પરંતુ તેમાં મહિલાઓને બહુ ઓછો ચાન્સ મળ્યો છે. મમતા બેનરજી અને સુષ્મા સ્વરાજ જેવા ચહેરા આંદોલનોમાંથી તૈયાર થઇને રાજકીય તખ્તા પર આવ્યા હતા.