રાજ્યમાં બારેમેઘ ખાંગા: પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રેડ ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain News: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC) ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આજે 24 જુલાઈ 2026ના રોજ સવારે 06:00થી સાંજે 6:00 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 12.17 ઇંચ અને રાધનપુર તાલુકામાં 9.25 ઇંચ વરસાદ વરસી જતાં મેઘમહેરની જગ્યાએ કહેર સર્જાયું છે. વરસાદની તીવ્રતાના આધારે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં Red Alert તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં Orange Alert જાહેર કર્યું છે.
વરસાદના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો..
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. રાજ્યના કુલ 2 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ, 13 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ, 21 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ, 53 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ અને 106 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. માત્ર 10 કલાકમાં જ અડધા ગુજરાતમાં 1 ઇંચથી વધુ વરસાદ પડી જતાં અનેક નદી-નાળા છલકાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
ક્યાં સૌથી વધુ વરસાદ?
આ ઉપરાંત વાવ-થરાદના ભાભરમાં 7.09 ઇંચ અને દેઓદરમાં 6.73 ઇંચ, જ્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં 6.85 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં 6.69 ઇંચ અને નડિયાદમાં 5.43 ઇંચ પાણી પડ્યું છે. આ સિવાય સુરેન્દ્રનગરના થાનગઢમાં 6.46 ઇંચ, મોરબીના વાંકાનેરમાં 6.22 ઇંચ તેમજ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં 4.49 ઇંચ વરસાદ નોંધાયો છે.
અન્ય પ્રદેશોમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો, મોરબીના વાંકાનેરમાં 4.61 ઇંચ (117 mm) અને સુરેન્દ્રનગરના થાનગઢમાં 4.45 ઇંચ (113 mm) વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના હડાદ અને ઓગડ તાલુકામાં અનુક્રમે 4.45 ઇંચ (113 mm) અને 4.21 ઇંચ (107 mm) વરસાદ પડ્યો છે. ગાંધીનગરના દહેગામમાં 4.21 ઇંચ (107 mm), ખેડાના નડિયાદમાં 4.17 ઇંચ (106 mm), અરવલ્લીના ધંસુરામાં 4.17 ઇંચ (106 mm) અને મહીસાગરના વીરપુરમાં 4.02 ઇંચ (102 mm) વરસાદ ખાબક્યો છે. ટૂંકા સમયગાળામાં પડેલા આ ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યનું સરકારી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ હાઇ ઍલર્ટ પર છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના મેપ અને ચેતવણી મુજબ:
- રેડ ઍલર્ટ (અતિથી અતિભારે વરસાદ): ઉત્તર ગુજરાત (પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા) તથા મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
- ઑરેન્જ ઍલર્ટ (ભારેથી અતિભારે વરસાદ): સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરીને તંત્રને સ્ટેન્ડબાય રહેવા સૂચના અપાઈ છે.
- નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી-નાળા કાંઠે ન જવાની અપીલ કરવામાં આવી છે.









